+

Year Ender 2023 : Google પર ભારતીયોએ આ ટોપિંક્સ પર કર્યું સૌથી વધુ Search, જુઓ યાદી

2023 નો આજે અંતિમ દિવસ છે. ગણતરીના કલાકો બાદ 2023 ને લોકો અલવિદા કહેશે. આવી સ્થિતિમાં યર એન્ડરને લઈને લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ખાસ કરીને લોકો દરેક…

2023 નો આજે અંતિમ દિવસ છે. ગણતરીના કલાકો બાદ 2023 ને લોકો અલવિદા કહેશે. આવી સ્થિતિમાં યર એન્ડરને લઈને લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ખાસ કરીને લોકો દરેક ક્ષેત્ર વિશે આ વર્ષે થયેલી મોટી બાબતો જાણવા માંગે છે. જેમ કે, આ વર્ષે કયા વિષયો સૌથી વધુ સર્ચ થયા, કયો વીડિયો જોવામાં આવ્યો, કઈ એપનો ઉપયોગ થયો, વર્ષની સૌથી મોંઘી પ્રોડક્ટ, વર્ષના ટ્રેન્ડીંગ વિષયો વગેરે. આ વાતને ધ્યાનમાં રાખીને Google દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે ભારતીયો દ્વારા Google પર કયા વિષયો સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ…

Google પર આ વર્ષના ટોપ સર્ચિંગ વિષય

ઘણા લોકોને એ જાણવાની ખૂબ ઈચ્છા હોય છે કે વર્ષ દરમિયાન લોકોએ કયા મુદ્દાઓ અને વિષયો સૌથી વધુ સર્ચ કર્યા. Google ની ટ્રેન્ડ વેબસાઈટ બતાવે છે કે કયો વીડિયો, પોસ્ટ, ફિલ્મ, ફોટો, ટેક્સ્ટ કે વ્યક્તિનું નામ વગેરે આખા વર્ષ દરમિયાન ટ્રેન્ડમાં રહ્યા. થોડા સમય પહેલા, ગૂગલે યર એન્ડર સંબંધિત એક યાદી બહાર પાડી હતી જેમાં વર્ષના સૌથી વધુ સર્ચ થયેલા વિષયોનો સમાવેશ થાય છે. વર્ષ 2023 ની જો વાત કરીએ તો તે ઘણી રીતે ખૂબ જ ખાસ રહ્યું હતું. ટેક્નોલોજીથી લઈને રાજકારણ સુધીના ક્ષેત્રોમાં ઘણા મોટા ફેરફારો થયા. ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ હોય કે પછી G20 જેવી મોટી ઈવેન્ટનું આયોજન. આ બધાએ વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. ભારતીય યુઝર્સે પણ ગૂગલ પર ક્રિકેટ વર્લ્ડ કપને વ્યાપકપણે સર્ચ કર્યું હતું. જણાવી દઈએ કે ગૂગલે ભારતમાં 2023માં ટોપ ટ્રેન્ડિંગ સર્ચની કુલ 12 લિસ્ટ બહાર પાડી છે. આ યાદીમાં News Events, How To, What is, Near Me, Sport Events વગેરેની ટોપ સર્ચ વિશે માહિતી આપવામાં આવી છે.

2023માં ‘News Event’ કેટેગરીના ટોપ 5 સર્ચ કરેલા વિષયો

1 Chandrayaan-3

2 Karnataka Election Result

3 Israel News

4 Satish Kaushik

5 Budget 2023

‘Near Me’ કેટેગરીના ટોપ 5 સર્ચ કરેલા વિષયો

1 Coding Classes Near Me

2 Earthquake Near me

3 Zudio Near me

4 Onam Sadhya Near me

5 Jailer Movie Near me

ભારતમાં Sports Event કેટેગરીના ટોપ 5 સર્ચ કરેલા વિષયો

1 Indian Premier League (IPL)

2 Cricket World cup

3 Asia Cup

4 Women’s Premier League (WPL)

5 Asian Games

‘What is’ શ્રેણીના ટોચના 5 સર્ચ કરેલા વિષયો

1 What is G20

2 UCC (Uniform Civil Code) क्या है ? (What is UCC)

3 What is Chat GPT

4 हमास क्या है? (What is Hamas)

5 28 Sep 2023 को क्या है? (What is on 28 Sep 2023)

વર્ષ 2023 માં ‘How To’ કેટેગરી કરવી તેના ટોપ 5 સર્ચ કરેલા વિષયો

1 How to prevent Sun Damage for Skin And Hair with Home Remedies

2 How to Reach my First 5K Followers on Youtube

3 How to get Good at Kabaddi

4 How to improve car mileage

5 How to Become a Chess Grandmaster

આ પણ વાંચો – ALERT : ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા આ ટ્રેન્ડથી રહેજો સાવધ

આ પણ વાંચો – China AI Technology: ચીનની AI સિસ્ટમ અમેરિકન સહિત વૈશ્વિક સ્તરે મુશ્કેલીમાં કરશે વધારો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter