+

WhatsApp આ free સર્વિસ કરવા જઇ રહ્યું છે બંધ

WhatsApp એ આજે વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન બની ગયું છે. લગભગ તમામ સ્માર્ટફોન (Smartphone) આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ભારતમાં તેનો સૌથી મોટો યુઝરબેઝ છે. સમયાંતરે આ…

WhatsApp એ આજે વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન બની ગયું છે. લગભગ તમામ સ્માર્ટફોન (Smartphone) આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ભારતમાં તેનો સૌથી મોટો યુઝરબેઝ છે. સમયાંતરે આ મેસેજિંગ એપ્લિકેશનમાં અપડેટ્સ આવતા રહે છે. જોકે, હવે આ મેસેજિંગ પ્લેટફોર્મે તેના કરોડો યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. કંપની યુઝર્સને આપવામાં આવતી એક ફ્રી સર્વિસ (Free Service) બંધ કરવા જઈ રહી છે.

Source : Google

આ ફ્રી સર્વિસ જલ્દી જ થશે બંધ

મેસેજિંગ એપ્લિકેશન WhatsApp તેના લાખો Users માટે સમયાંતરે નવા અપડેટ્સ લાવતી રહે છે. આ અપડેટ્સ સાથે, તે પ્લેટફોર્મમાં ઘણા મોટા ફેરફારો પણ કરે છે. જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તમારા માટે તાજેતરમાં એક મોટા સમાચાર છે. જણાવી દઈએ કે, હાલમાં તમે WhatsApp માં ફ્રીમાં ચેટ બેકઅપ (Chat Backup) અને મીડિયા ફાઈલ બેકઅપ (Media File Backup) બનાવી શકો છો, પરંતુ બહુ જલ્દી આ ફ્રી સર્વિસ બંધ થવા જઈ રહી છે. વોટ્સએપ જૂનથી યુઝર્સ માટે ફ્રી ક્લાઉડ સર્વિસ (Free cloud service) પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે. તમે બીજા ડિવાઈસ પર WhatsApp પર લૉગિન થતાંની સાથે જ તમને બધા જૂના મેસેજનું બેકઅપ મળી જતા હતા, પરંતુ જૂન 2024 પછી આવું થવાનું નથી.

Source : Google

હવે યુઝર્સને ફ્રી સ્ટોરેજ નહીં મળે

વાસ્તવમાં, અત્યાર સુધી, WhatsApp ચેટ માટે Google ડ્રાઇવ પર અલગ ફ્રી સ્પેસ ઉપલબ્ધ છે, પરંતુ હવે ગૂગલે ચેટ બેકઅપ અને મીડિયા ફાઇલ્સ બેકઅપ માટે ફ્રી સ્પેસ આપવાની ના પાડી દીધી છે. હવે એન્ડ્રોઇડ ડિવાઇસ યુઝર્સે માત્ર 15GB ક્લાઉડ સ્ટોરેજથી જ કામ ચલાવવું પડશે. આ 15GB સ્ટોરેજમાં તમને Gmail, Drive અને WhatsApp બેકઅપ માટે સ્પેસ મળશે. Google ડ્રાઇવ પર ફ્રી સ્પેસ ખતમ થઈ ગયા પછી, તમે હવે ચેટ્સનો બેકઅપ લઈ શકશો નહીં. બેકઅપ બનાવવા માટે, તમારે ક્લાઉડ સ્ટોરેજ ખરીદવું પડશે. આ માટે તમારે 130 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. ગૂગલે તેની ડ્રાઇવના નિયમોમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે જે જૂનથી અમલમાં આવશે. જોકે, આ નવા નિયમો લાગુ કરતાં પહેલાં ગૂગલ (Google) યુઝર્સને નોટિફિકેશન મોકલશે.

આ પણ વાંચો – Airplane mode માં પણ તમે ફોનમાં ઈન્ટરનેટ વાપરી શકો છો, અપનાવો આ ટ્રિક

આ પણ વાંચો – WhatsApp : યુઝર્સ માટે આવીરહ્યું છે આ નવું ફીચર, આ રીતે પણ અપડેટ કરી શકશો તમારું સ્ટેટ્સ!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter