લાંબી રાહ જોયા બાદ મેટા (Meta ) દ્વારા થ્રેડ્સ એપ (Threads app) લોન્ચ કરવામાં આવી છે. મેટા એ 100 થી વધુ દેશોમાં Threads લોન્ચ (launch) કરી છે. થ્રેડ્સ ભારત( India)માં પણ લોન્ચ કરવામાં આવી છે. એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ હવે આ એપને તેમના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકે છે. માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર (Twitter)ને મેટાની થ્રેડ્સ એપથી જોરદાર સ્પર્ધા થશે. થ્રેડ્સ મેટા દ્વારા સ્ટેન્ડ એલોન ફોર્મેટમાં લોન્ચ કરવામાં આવી છે પરંતુ તમે ઇન્સ્ટાગ્રામ (Instagram) સાથે પણ લૉગિન કરી શકો છો.
માર્ક ઝકરબર્ગે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફાયર ઇમોજી સાથે પોસ્ટ કર્યું
થ્રેડસના લોન્ચિંગ વિશે માહિતી આપતા, માર્ક ઝકરબર્ગે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફાયર ઇમોજી સાથે પોસ્ટ કર્યું અને લખ્યું કે Lets Do This થ્રેડસમાં આપનું સ્વાગત છે. થ્રેડ્સ અંગે નિષ્ણાતોનું માનવું છે કે થ્રેડસ આવનારા સમયમાં ખૂબ જ લોકપ્રિય થશે કારણ કે તે ઈન્સ્ટાગ્રામ સાથે જોડાયેલ છે, તેથી યુઝર્સની સંખ્યા અચાનક વધી શકે છે.
ટ્વિટરથી યુઝર્સ પરેશાન
નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક મહિનામાં ટ્વિટરમાં જે કંઈ પણ બદલાવ આવ્યો છે, તેનાથી યુઝર્સ ખૂબ જ પરેશાન છે અને આવી સ્થિતિમાં તેમનો રસ મેટા થ્રેડસ તરફ જઈ શકે છે. મેટા થ્રેડસ પણ જાહેરાત માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે, આવી સ્થિતિમાં આગામી સમયમાં ટ્વિટર પાસેથી જાહેરાતોના અધિકારો પણ જઈ શકે છે.
આ રીતે કરો ડાઉનલોડ
સ્માર્ટફોનમાં મેટા થ્રેડ્સ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જવું પડશે. જો તમે iPhone યુઝર છો તો તમારે એપ સ્ટોર પર જવું પડશે. એપ સ્ટોર પર ગયા પછી તમારે થ્રેડ્સ એપને સર્ચ કરીને ડાઉનલોડ કરવી પડશે. એપ ઈન્સ્ટોલ થયા પછી તેને ઓપન કરો અને ઈન્સ્ટાગ્રામની મદદથી લોગઈન કરી શકશો. લોગિન કર્યા પછી, તમે તેમાં ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ સાથે પ્રોફાઇલ સેટ કરી શકો છો.તમે તમારા Instagram ફોલોઅર્સને થ્રેડસમાં પણ અનુસરી શકો છો. સેટઅપ પૂર્ણ થયા પછી, તમે Twitter જેટલી સરળતાથી ટ્વીટ કરી શકશો. જો તમે ડેસ્કટોપ વપરાશકર્તા છો, તો તમે Threads.net પર જઇ તેના ડેસ્કટોપ ફોર્મેટને પણ ઍક્સેસ કરી શકો છો.
આ પણ વાંચો—CHANDRAYAAN-3 MISSION: ચંદ્ર પર લેડિંગ ISRO માટે બનશે પડકાર ? જાણો વિગત