+

શું તમારો ફોન હેક થયેલો છે ? આવી રીતે કરો ચેક

અહેવાલ – પ્રદીપ કચિયા હાલના સોશિયલ મીડિયાના જમાનામાં સૌથી વધુ ક્રાઇમ સાયબર દ્વારા થતા હોય છે. બેન્ક એકાઉન્ટ, શોશિયલ મીડિયા એકાઉન્ટ અને મોબાઈલમાં વિડિઓ કોલ દ્વારા ફ્રોડ કરવામાં આવે છે.…

અહેવાલ – પ્રદીપ કચિયા

હાલના સોશિયલ મીડિયાના જમાનામાં સૌથી વધુ ક્રાઇમ સાયબર દ્વારા થતા હોય છે. બેન્ક એકાઉન્ટ, શોશિયલ મીડિયા એકાઉન્ટ અને મોબાઈલમાં વિડિઓ કોલ દ્વારા ફ્રોડ કરવામાં આવે છે. ત્યારે આ સમયમાં તમારો મોબાઈલ ફોન હેક થયેલો છે કે નહિ તે તમે તમારી જાતે ચેક કરી શકો છો.

તમારો ફોન હેક થયેલો છે કે નહિ ?

તમારા મોબાઈલ ફોનમાંથી તમે કોઈ બેંક એકાઉન્ટ સાથે લિંક હોય અને સાથે સાથે તમે શોશિયલ મીડિયા યુઝ કરતા હોય અને એ માહિતી અન્ય કોઈ પાસે છે કે નહિ તે ચેક કરવા માટે તમારે તમારા મોબાઈલ ફોનમાં ડાયલ પેડમાં જઈને *#67# ટાઈપ કરીને કોલ કરવાનો અને ત્યારબાદ એક USSD કોડ ચાલુ થશે અને સ્ક્રિન પર બતાવશે કે કઈ કઈ ફોરવર્ડ સર્વિસીસ એક્ટિવ છે નહિ તે અંગે માહિતી મળશે. જે કોઈ સર્વિસીસ એક્ટિવ હશે તો તમારા ફોનમાં આવેલા તમામ OTP/ CALL અને TEXT MESSEGE સ્કેમર્સ મેળવી શકે છે. અને તમે સાયબર ક્રાઇમનો ભોગ બની શકો છો. તો તાત્કાલિક તમે આવી સર્વિસ ડી – એક્ટિવ કરવા માટે તમારા ડાયલર માં જઈને #002# ટાઈપ કરીને કોલ કરો અને ડી એક્ટિવ કરો.

હેક થયેલા ફોન ચેક કરવા અને તેને ડી – એક્ટિવ કરવા માટે શું કરવું ?

STEP – 1. ડાયલર પર જઈને *#67# ટાઈપ કરીને કોલ કરો.
STEP – 2. ત્યારબાદ એક USSD કોડ ચાલુ થશે અને બતાવશે કે કઈ કઈ ફોરવર્ડ સર્વિસીસ એક્ટિવ છે.
STEP – 3. જો કોઈ સર્વિસીસ એક્ટિવ હશે તો તમારા OTP/ CALL અને TEXT MESSEGE સ્કેમર્સ મેળવી શકે છે.
STEP – 4. આવી સર્વિસ ડી-એક્ટિવ કરવા માટે ડાયલર પર જઈ #002# ટાઈપ કરી કોલ કરો.

જો તમે સાયબર ક્રાઇમના ભોગ બન્યા અને આ પ્રમાણે સર્વિસીસ ડી-એક્ટિવ કાર્ય પછી પણ તમને શંકા હોય કે તમારી માહિતી અન્ય વ્યકતિ પાસે છે તો તમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી શકો છો જેથી તમે ભોગ બનતા અટકી શકો છો.

આ પણ વાંચો – સુરતમાં અસામાજિક તત્વોનો આતંક,સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Whatsapp share
facebook twitter