+

BSNL અને TATA વચ્ચે થઈ અગત્યની ડીલ; હવે JIO ની ખેર નહીં

jio ના રિચાર્જ પ્લાન્સમાં ધરખમ વધારો થતા લોકોનું બજેટ ખોરવાયું છે. શરૂઆતમાં ફ્રીમાં મોબાઈલ ડેટા ઉપલબ્ધ કરાવનારી કંપની jio એ હવે તેના ભાવમાં એકાએક વધારો કર્યો છે. તેના કારણે હવે…

jio ના રિચાર્જ પ્લાન્સમાં ધરખમ વધારો થતા લોકોનું બજેટ ખોરવાયું છે. શરૂઆતમાં ફ્રીમાં મોબાઈલ ડેટા ઉપલબ્ધ કરાવનારી કંપની jio એ હવે તેના ભાવમાં એકાએક વધારો કર્યો છે. તેના કારણે હવે jio ના યુસર્સ jio ને છોડીને અન્ય કંપનીમાં પોર્ટ થવાની ઈચ્છા રાખી રહ્યા છે. તેવા સમય દરમિયાન હવે સૌની નજર bsnl ઉપર છે. કેમ કે jio ઉપરાંત airtel ના કાર્ડમાં પણ હવે મોબાઈલ ડેટાનો ભાવ આસમાને પહોંચ્યો છે. દરમિયાન, TATA અને BSNL વચ્ચેના સોદાના સમાચાર આવે છે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એટલે કે TCS ભારત સચ્ચર નિગમ લિમિટેડ એટલે કે BSNL વચ્ચે રૂ. 15000 કરોડના સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે ભારતમાં 4G નેટવર્કને સુવ્યવસ્થિત કરશે.

BSNL અને TCS વચ્ચે થઈ અગત્યની ડીલ

મળતી માહિતી અનુસાર હવે BSNL અને TCS દ્વારા ભેગા મળી 5જી નેટવર્ક માટે ગ્રાઉન્ડ તૈયાર કરવાનું કામ કરવામાં આવશે. મળતી માહિતીના અનુસાર, TCS અને BSNL મળીને ભારતના લગભગ 1000 ગામોમાં 4G ઈન્ટરનેટ સેવા શરૂ કરશે. આનાથી આગામી દિવસોમાં ભારતમાં ફાસ્ટ સ્પીડ ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ થશે. હાલમાં 4G ઇન્ટરનેટ સેવામાં Jio અને Airtelનું વર્ચસ્વ છે. જો કે, જો BSNL મજબૂત બનશે તો Jio અને Airtel વચ્ચે તણાવ વધી શકે છે. જો હવે આવા જ સમયમાં bsnl પોતાની એન્ટ્રી કરે છે તો લોકો ચોક્કસથી તેનો ઉપયોગ કરશે. jio અને airtel ના ડેટા પેકના ભાવમાં વધારો થયા બાદ લોકો BSNL ને તરફેણમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે. એક તરફ બાયકોટ જિયોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને બીજા તરફ all eyes on bsnl નો ટ્રેન્ડ હવે શરૂ થયો છે.

આ પણ વાંચો : શું તમે જાણો છો તમારા ફોનની Expiry date? જાણો એક જ ક્લિકમાં

Whatsapp share
facebook twitter