+

Honda ની મોસ્ટ અવેટેડ SUV લોન્ચ, જાણો શું છે ફીચર્સ

Honda તેના વાહનોમાં શક્તિશાળી એન્જિન અને સોલિડ બિલ્ડ ગુણવત્તા માટે જાણીતી છે. ત્યારે હવે કંપનીએ તેની મોસ્ટ અવેટેડ SUV Honda Elevate લોન્ચ કરી છે. કંપનીએ આ કારને ગ્લોબલી જૂન મહિનામાં લોન્ચ…

Honda તેના વાહનોમાં શક્તિશાળી એન્જિન અને સોલિડ બિલ્ડ ગુણવત્તા માટે જાણીતી છે. ત્યારે હવે કંપનીએ તેની મોસ્ટ અવેટેડ SUV Honda Elevate લોન્ચ કરી છે. કંપનીએ આ કારને ગ્લોબલી જૂન મહિનામાં લોન્ચ કરી હતી અને હવે આ કારને લોન્ચ કરી છે. આ કારની પ્રારંભિક કિંમત 10.99 લાખ રૂપિયા એક્સ-શોરૂમ રાખવામાં આવી છે અને તેના ટોપ વેરિઅન્ટની કિંમત 15.99 લાખ રૂપિયા સુધી જાય છે. કંપનીએ પોતાની વેબસાઇટ પર કારના ફીચર્સ, સ્પેસિફિકેશન અને કિંમત વિશે જાણકારી આપી છે. આ કારની ડિલિવરી પણ આજથી શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં કંપનીએ Honda Elevate ની બુકિંગ વિન્ડો ખોલી હતી.

Honda Elevate SUV લોન્ચ

Honda એ તેની Elevate SUV લોન્ચ કરી છે. તેની એક્સ-શોરૂમ કિંમત 11 લાખ રૂપિયા છે. વળી, ટોપ વેરિઅન્ટની કિંમત 16 લાખ રૂપિયા છે. એલિવેટને કુલ 4 વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. આમાં SV, V, VX અને ZXનો સમાવેશ થાય છે. હાઈવે પર આ SUVનું માઈલેજ લગભગ 16 થી 17 Kmpl છે. જ્યારે, શહેરમાં માઇલેજ 12 થી 13 Kmpl છે. SUVમાં 10.25-ઇંચની ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ADAS-આધારિત ડ્રાઇવર-સહાયક, 8-સ્પીકર્સ, છ એરબેગ્સ અને સલામતી ટેક્નોલોજીનો Honda સેન્સિંગ સ્યૂટ છે. આ Elevate ભારતીય બજારમાં આગામી સિટ્રોન C3 એરક્રોસ સાથે Hyundai Creta, Kia Seltos, Maruti Grand Vitara, Skoda Kushaq, Volkswagen Taigun, MG Aster ને ટક્કર આપશે.

 

View this post on Instagram

 

A post shared by hondacarindia (@hondacarindia)

હોન્ડા એલિવેટ માઇલેજ અને વેરિઅન્ટ મુજબના ફીચર્સ

તેના બેઝ વેરિઅન્ટ એટલે કે SV ટ્રીમમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, 16-ઇંચ સ્ટીલ વ્હીલ્સ, LED પ્રોજેક્ટર હેડલાઇટ્સ, LED ટેલલાઇટ્સ, પુશ-બટન એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ, ઓટોમેટિક એર કન્ડીશનીંગ સિસ્ટમ, બેજ ફેબ્રિક અપહોલ્સ્ટરી જેવા ફીચર્સ હશે. શ્રેણીમાં આગળ વધતાં, Honda Elevate V ટ્રીમ SV કરતાં વધુ પ્રીમિયમ સુવિધાઓથી સજ્જ હશે. તેમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી, ઇન-કાર કનેક્ટેડ ટેક્નોલોજી, ફોર સ્પીકર ઓડિયો, મલ્ટિફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ, રિવર્સ પાર્કિંગ કેમેરા સાથે 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. V વેરિઅન્ટ સાથે ગ્રાહકોને CVT ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળશે. Honda Elevate VX ટ્રીમમાં V ટ્રીમની તુલનામાં 6-સ્પીકર્સ, 7-ઇંચ સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, વાયરલેસ ચાર્જિંગ સુવિધા, LED ફોગ લાઇટ્સ, સિંગલ-પેન સનરૂફ, 17-ઇંચ એલોય વ્હીલ્સ, ઇલેક્ટ્રિકલી ફોલ્ડેબલ, ORVMs અને લેન વૉચ કેમેરા ફીચર્સ સામેલ છે. ZX વેરિઅન્ટને ડ્યુઅલ-ટોન એક્સટીરિયર શેડ્સ સાથે સેલ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by hondacarindia (@hondacarindia)

1.5 લિટર પાવરફુલ એન્જિન

આ પાવરફુલ કારમાં પાવરફુલ 1.5-લિટર ચાર-સિલિન્ડર VTEC પેટ્રોલ એન્જિન મળશે, જે 121 PS પાવર અને 145 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અથવા CVT ઓટોમેટિક યુનિટ સાથે જોડાયેલું છે. એલિવેટની કિંમતો વધુ હોઈ શકે છે, કારણ કે કંપનીએ તેને 5મી જનરેશન સિટીના આર્કિટેક્ચર પર બનાવ્યું છે. એલિવેટનું માઇલેજ લગભગ 16 થી 17 કિમી/લિટર હશે.

રિયર પાર્કિંગ કેમેરા

Honda Elevate માર્કેટમાં Hyundai Creta, Kia Seltos, Citroen C3 Aircross અને Toyota Hyrider સાથે સ્પર્ધા કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની ભવિષ્યમાં આ મોડલનું ઇલેક્ટ્રિક વર્ઝન પણ રજૂ કરી શકે છે. કારમાં રિયર પાર્કિંગ કેમેરા આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો – Google એ ભારતીયો માટે લોન્ચ કર્યું AI Search Tool, જાણો કેવી રીતે કરશે કામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter