+

મેન્યુફેક્ચરિંગને લઈને દેશને ફાયદો કે નુકશાન, જાણો શું કહે છે PMI નો રિપોર્ટ…

એપ્રિલમાં ભારતની મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગતિમાં ઘટડો જોવા મળી રહ્યો છે. HSBC પર્ચેસિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI)ના આંકડા અનુસાર, એપ્રિલમાં મેન્યુફેક્ચરિંગ PMI (Manufacturing PMI)58.8 નોંધાયો છે. જે માસિક ધોરણે ઘટ્યો છે પરંતુ…

એપ્રિલમાં ભારતની મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગતિમાં ઘટડો જોવા મળી રહ્યો છે. HSBC પર્ચેસિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI)ના આંકડા અનુસાર, એપ્રિલમાં મેન્યુફેક્ચરિંગ PMI (Manufacturing PMI)58.8 નોંધાયો છે. જે માસિક ધોરણે ઘટ્યો છે પરંતુ 50થી વધુ નોંધાતા દેશની મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ પુરજોશમાં કામગીરી કરી રહી છે.ઉલ્લેખનીય છે.કે PMI 50થી વધુ ઔદ્યૌગિક ગતિવિધિઓમાં વિસ્તરણ અને 50થી ઓછો પીએમઆઈ સંકોચન દર્શાવે છે.

છેલ્લા સાડા ત્રણ વર્ષમાં સૌથી ઝડપી ગ્રોથ

એપ્રિલમાં ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નજીવો સ્લોડાઉન નોંધાયા બાદ પ્રથમ ત્રિમાસિકમાં સેક્ટર મજબૂત ગ્રોથ સાથે આગળ વધી રહ્યું હોવાનું એચએસબીસી પીએમઆઈના આંકડા જણાવે છે. મજબૂત માગ, તેમજ નવા બિઝનેસમાં ગ્રોથ અને ઉત્પાદનમાં વિસ્તરણના પગલે તેમાં છેલ્લા સાડા ત્રણ વર્ષ બાદ સૌથી ઝડપી ગ્રોથ જોવા મળી રહ્યો છે. ત્યારે  એપ્રિલનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ સાડા ત્રણ વર્ષમાં બીજો સૌથી ઝડપી સુધારો દર્શાવે છે. મજબૂત માગ, ઉત્પાદનમાં વૃદ્ધિ તેમજ માર્ચની રેકોર્ડ હાઈ બાદ નજીવો ઘટાડો આગામી સમય માટે પોઝિટીવ આઉટલૂક દર્શાવે છે. પરિણામે ભરતીનું પ્રમાણ વધવાની શક્યતા છે.

નવા કોન્ટ્રાક્ટમાં વધારો

કુલ નવા કોન્ટ્રાક્ટમાં તીવ્ર વધારો થયો છે અને વિસ્તરણની ગતિ 2021 ની શરૂઆતથી બીજા ક્રમની સૌથી મજબૂત હતી. વધુમાં, એપ્રિલમાં નવા નિકાસ કરારમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે, કુલ વેચાણની સરખામણીમાં આ વૃદ્ધિ ધીમી રહી, જે દર્શાવે છે કે સ્થાનિક બજાર વૃદ્ધિનું મુખ્ય ચાલક રહ્યું છે. સામગ્રી અને શ્રમ ખર્ચમાં વધારો થવાના અહેવાલો વચ્ચે ભારતીય ઉત્પાદકોએ એપ્રિલમાં તેમના વેચાણના ભાવમાં વધારો કર્યો હતો.

ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધિમાં પડકાર

મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓમાં વૃદ્ધિના સંકેતો વચ્ચે કોસ્ટ પ્રેશર અર્થાત ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધિ મોટો પડકાર ઉભો કરી રહી છે. જાન્યુઆરીથી એલ્યુમિનિયમ, પેપર, પ્લાસ્ટિક, સ્ટીલ સહિતના રો મટિરિયલ્સના ભાવો વધી રહ્યા છે. જેના લીધે ઉત્પાદન ખર્ચ અને શ્રમ ખર્ચ વધ્યો છે. પરિણામે ભારતીય ઉત્પાદકોએ એપ્રિલમાં વેચાણ કિંમતો વધારી હતી. જો કે, નવા ઓર્ડર્સમાં વૃદ્ધિના કારણે પીએમઆઈ પોઝિટીવ નોંધાયો છે.

આ પણ  વાંચો – Fuel Crisis: હવે આ રાજ્યમાં એક દિવસમાં મળશે આટલું પેટ્રોલ

આ પણ  વાંચો – IRCTC Tour Packages : IRCTCની શાનદાર ઓફર,લેહ-લદ્દાખ જમા માટે ભરવા પડશે આટલા

આ પણ  વાંચો – Google CEO સુંદર પિચાઈની સંપત્તિ લગભગ 1 અબજ ડૉલર પર પહોંચી, આ કારણે થયો નફો…

Whatsapp share
facebook twitter