+

ટુ વ્હિલર ચલાવતી વખતે Helmet પહેર્યું હશે તો પણ થશે દંડ, જાણો તેની પાછળનું કારણ

દરેક લોકોએ ટ્રાફિકના નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ, પણ શું તમામ લોકો નિયમોનું પાલન કરતા હોય છે ખરા ? જવાબ આસાન છે અને તમે તેને જાણો પણ છો. પણ હવે…

દરેક લોકોએ ટ્રાફિકના નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ, પણ શું તમામ લોકો નિયમોનું પાલન કરતા હોય છે ખરા ? જવાબ આસાન છે અને તમે તેને જાણો પણ છો. પણ હવે તમે હેલ્મેટ પહેરીને ટુ-વ્હીલર પર સવારી કરશો તો પણ તમને દંડ થઇ શકે છે. તમે વિચારતા હશો કે આવું કેવી રીતે શક્ય છે. તો અમે તમને આ આરટિકલમાં તેના વિશે જ ખાસ જણાવવા જઇ રહ્યા છીએ. હવે હેલ્મેટ પહેરીને સવારી કરનારાઓને પણ એક ભૂલના કારણે ભારે ચલણનો સામનો કરવો પડી રહ્યો છે.

યોગ્ય રીતે હેલ્મેટ ન પહેરવાનું પણ ટ્રાફિકના નિયમોમાં સામેલ

વાસ્તવમાં, હેલ્મેટ ન પહેરવું એ પહેલાથી જ નિયમો તોડવામાં સામેલ હતું, પરંતુ હવે યોગ્ય રીતે હેલ્મેટ ન પહેરવાનું પણ ટ્રાફિકના નિયમોમાં સામેલ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ માટે ટ્રાફિક પોલીસ 1000 થી 2000 રૂપિયાનું ચલણ પણ બહાર પાડી રહી છે. જો કે આ નિયમ જાણ્યા પછી પણ ઘણા લોકો હેલ્મેટ પહેરતા નથી. અથવા તેઓ હેલ્મેટ પહેરે છે પરંતુ તે પહેરતી વખતે ભૂલો કરે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે યોગ્ય રીતે હેલ્મેટ પહેરવું, જેથી તમે સુરક્ષિત રહી શકો અને ચલણથી બચી શકો.

આ રીતે પહેરવું જોઇએ હેલ્મેટ

ટુ-વ્હીલર પર સવારી કરતા અથવા બેસતા પહેલા હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે. આ મહત્વપૂર્ણ છે જેથી તમારા માથાને અકસ્માત દરમિયાન ઇજા ન થાય. મોટા ભાગના અકસ્માતના કેસોમાં માથાના ભાગે ઇજાના કારણે લોકો જીવ ગુમાવે છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે હેલ્મેટ પહેરો ત્યારે ખાતરી કરો કે તે તમારા માથા પર યોગ્ય રીતે ફિક્સ છે. હેલ્મેટ પહેર્યા પછી સ્ટ્રીપ લગાવવાનું ભૂલશો નહીં. ઘણી વખત લોકો ચલણથી બચવા માટે હેલ્મેટનો ઉપયોગ કરે છે. તેઓ તેને ફિક્સ કરતા નથી. એટલું જ નહીં, ઘણા લોકોના હેલ્મેટમાં લોક સ્ટ્રીપ હોતી નથી. અથવા તે તૂટી ગઇ હોય છે. આ બધી પરિસ્થિતિઓમાં તમને ચલણ થઈ શકે છે.

યોગ્ય રીતે ન પહેરનાર ટુ-વ્હીલર સવારોને થશે દંડ

ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ 1998 માં ફેરફાર કર્યા છે. જેમાં હેલ્મેટ ન પહેરનાર કે યોગ્ય રીતે ન પહેરનાર ટુ-વ્હીલર સવારોને 2000 રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે. એટલે કે જો બાઇક સવાર હેલ્મેટ પહેરે છે, પરંતુ તે ખુલ્લું છે, તો તેના પર 1,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેને ચુસ્ત રીતે ન પહેર્યું હોય તો પણ તમને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. એકંદરે, હેલ્મેટ હવે સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે. જો આમ નહીં થાય તો તમારે 2000 રૂપિયાનું ચલણ ભરવું પડશે.

હેલ્મેટ પર ISI ચિહ્ન હોવું જોઈએ

જો હેલ્મેટમાં BSI (બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ISI) નથી, તો તમને 1,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. એટલે કે તમારે બાઇક-સ્કૂટર ચલાવતી વખતે માત્ર ISI ચિહ્નિત હેલ્મેટ પહેરવાનું રહેશે. જો આમ નહીં થાય, તો મોટર વ્હીકલ એક્ટની કલમ 194D MVA હેઠળ તમને 1,000 રૂપિયાનું ચલણ જારી કરવામાં આવશે. જોકે, દિલ્હી પોલીસ હાલમાં લોકો પર 1000 રૂપિયાનું ચલણ જારી કરી રહી છે.

આ પણ વાંચો – WhatsApp યુઝર્સ માટે આવ્યા મોટા સમાચાર, આ સ્માર્ટફોનમાં નહીં ચાલે મેસેજિંગ એપ

આ પણ વાંચો – Bajaj Auto એ ભારતનું લોકપ્રિય 150 cc પલ્સર N150 નવા અવતારમાં લોન્ચ કર્યુ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter