+

એલોન મસ્ક X પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં લાવી રહ્યા છે નવું ફીચર, આ ત્રણ કંપનીઓની વધી ટેન્શન

એલોન મસ્ક જ્યારથી X (પહેલાનું ટ્વિટર) ના માલિક બન્યા છે ત્યારથી તેઓ અલગ-અલગ નિર્ણયો લઇને સૌ કોઇને ચોંકાવી રહ્યા છે. હવે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પહેલાનું ટ્વિટર) પર પેમેન્ટ…

એલોન મસ્ક જ્યારથી X (પહેલાનું ટ્વિટર) ના માલિક બન્યા છે ત્યારથી તેઓ અલગ-અલગ નિર્ણયો લઇને સૌ કોઇને ચોંકાવી રહ્યા છે. હવે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પહેલાનું ટ્વિટર) પર પેમેન્ટ ફીચર ટૂંક સમયમાં લાવી રહ્યા છે. કંપનીના CEO લિન્ડા યાકારિનોની લેટેસ્ટ પોસ્ટમાં નવા ફીચર્સ વિશે જાણકારી આપવામાં આવી છે. યાકારિનો દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયો પુષ્ટિ કરે છે કે ઓડિયો, વીડિયો, મેસેજિંગ, પેમેન્ટ્સ અને બેંકિંગ સુવિધાઓ સોશિયલ મીડિયા એપ પર ટૂંક સમયમાં આવી રહી છે.

X પ્લેટફોર્મ પર આવશે પેમેન્ટ ફીચર

એલોન મસ્ક જ્યારથી X ના માલિક બન્યા છે ત્યારથી તેઓ ઘણા ફેરફાર કરતા જોવા મળ્યા છે. સૌથી મોટો ફેરફાર પ્લેટફોર્મનું નામ બદલવાનો હતો, જેને ટ્વિટરથી બદલીને X કરવામાં આવ્યું. આ પ્લેટફોર્મ પર જાહેરાતોની આવક પછી, મસ્કએ હવે યુઝર્સ માટે પેમેન્ટ ફીચર શરૂ કરવાની તૈયારી કરી છે. આ ફીચર સીધી વોટ્સએપ સાથે સ્પર્ધા કરશે. જણાવી દઈએ કે તાજેતરમાં જ WhatsApp એ પેમેન્ટ સુવિધા હેઠળ હવે ક્રેડિટ કાર્ડ પેમેન્ટનો પણ સપોર્ટ જાહેર કર્યો છે. એક નવા અપડેટમાં, X ના CEO એ પુષ્ટિ કરી છે કે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ નવી Google Pay જેવી સુવિધા ઉમેરવા માટે તૈયાર છે. X CEO લિન્ડા યાકારિનોએ તેના હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને આ ફીચરની જાણકારી આપી.

Google Pay, Phonpe, Paytm ની જેમ, તમે X દ્વારા પેમેન્ટ કરી શકશો

નવા ફીચરની જાહેરાત કરતા, કંપનીના CEO યાકારિનોએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં Xમાં આવનારા ફીચર્સ વિશે માહિતી આપવામાં આવી છે. તેણે પોસ્ટમાં લખ્યું, “X પર શું આવવાનું છે તેનો સંકેત. જુઓ તેમાં શું છે?” બે મિનિટની લાંબા વીડિયો X માં આવનારી વિવિધ બાબતો વિશે વાત કરે છે. વીડિયો અનુસાર, પેમેન્ટ કરવા સિવાય, પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં વીડિયો કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. અત્યારે, તમે ફક્ત X પર ટેક્સ્ટ દ્વારા અન્ય લોકો સાથે કનેક્ટ થઈ શકો છો. પરંતુ હવે વીડિયો કોલિંગથી લઈને પેમેન્ટ કરવા અને જોબ શોધવા સુધીની દરેક બાબતો Xની મદદથી થઈ શકે છે. Google Pay, Phonpe, Paytm ની જેમ જ તમે X દ્વારા પેમેન્ટ કરી શકશો.

X કરશે WhatsApp સાથે સ્પર્ધા 

X પેમેન્ટ ફીચર ટૂંક સમયમાં કંપની દ્વારા બહાર પાડવામાં આવશે. આ ફીચરની મદદથી યુઝર્સ એકબીજાને પેમેન્ટ કરી શકશે. X ની હરીફ કંપની Meta ના WhatsApp પ્લેટફોર્મ પર આ જ પ્રકારનું ફીચર પહેલેથી જ હાજર છે, તેથી X પેમેન્ટ ફીચર તેની સાથે સ્પર્ધા કરશે. એલોન મસ્કે X એપને એવરીથિંગ એપ બનાવવાનો દાવો કર્યો છે. આ ફીચર આ દિશામાં એક ડગલું આગળ વધી શકે છે.

આ પણ વાંચો – લો બોલો ! હવે Twitter યુઝરનો બાયોમેટ્રિક ડેટા કરશે કલેક્ટ

આ પણ વાંચો – ભારતમાં લાખોની સંખ્યામાં YouTube વીડિયો કરાયા Delete, જાણો શું છે કારણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter