+

આ કંપનીએ E-Scooterમાં આપી એવી સુવિધા કે Chetak, Ather અને OLAના ઊડ્યાં હોશ

હવે ઝડપથી વિકસતા ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં વધુ એક ધમાકો થયો છે. બાઉન્સ કંપનીએ તેની નવી Infinity E1 માર્કેટમાં લોન્ચ કરી છે. આ સ્કૂટરના લોન્ચિંગ સાથે હવે બજાજ, ઓલા, એથર અને…

હવે ઝડપથી વિકસતા ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં વધુ એક ધમાકો થયો છે. બાઉન્સ કંપનીએ તેની નવી Infinity E1 માર્કેટમાં લોન્ચ કરી છે. આ સ્કૂટરના લોન્ચિંગ સાથે હવે બજાજ, ઓલા, એથર અને ટીવીએસ જેવી કંપનીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. આનું કારણ છે બાઉન્સ ઈન્ફિનિટી E1ની ખાસ વિશેષતાઓ અને તેની કિંમતની શ્રેણી. કંપનીએ આ સ્કૂટરને 54,443 થી 88,478 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કર્યું છે. આ સાથે, સ્કૂટરને સ્વેપ કરી શકાય તેવી બેટરીનો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેના કારણે તેની રેન્જ અમર્યાદિત થઈ જાય છે.

લો બજેટ ઈલેક્ટ્રીક સ્કૂટરને લોન્ચ કરવાની સાથે તેમાં ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. જો કે તેની રેન્જ અન્ય ઈલેક્ટ્રિક સ્કૂટર્સની સરખામણીમાં ઓછી છે, પરંતુ બેટરી સ્વેપના ઓપ્શનના કારણે લોકોને વધુ પસંદ આવે છે

65 કિમી. પ્રતિ કલાકની ટોપ સ્પીડ

કંપનીએ સ્કૂટરમાં 1.9 kWh લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કર્યો છે. આ બેટરી સિંગલ ચાર્જ પર 85 કિ.મી. સુધીની રેન્જ આપે છે. સ્કૂટરમાં 1500 વોટની મોટર છે જે જબરદસ્ત પાવર જનરેટ કરે છે અને સ્કૂટરને 65 કિમી. પ્રતિ કલાકની સ્પીડ આપે છે. સ્કૂટરની ખાસ વાત એ છે કે તેને સામાન્ય ચાર્જરની મદદથી માત્ર 4 કલાકમાં સરળતાથી ચાર્જ કરી શકાય છે.

આ સ્કૂટરને શાનદાર રેટ્રો ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. અને સ્કૂટરમાં LEDs તેમજ DRLs સાથે રાઉન્ડ હેડલેમ્પ્સ આપવામાં આવ્યું છે. તમને સ્કૂટરમાં બે પ્રોજેક્ટર યુનિટ મળશે જે હાઈ અને લો બીમ માટે છે. ઉપરાંત, હેડલાઇટ ક્લસ્ટરને હેન્ડલબારની ઉપર આપવામાં આવ્યું છે. આનાથી સ્કૂટરના દેખાવમાં ઘણો વધારો થયો છે. ટેલ લાઈટ અને ઈન્ડિકેટર્સ પણ એલઈડી આપવામાં આવ્યા છે.

Whatsapp share
facebook twitter