+

ટેન્શન ફ્રી થઈ જાઓ, હવે આ Gadgets થી રસ્તામાં વાહનને પંચર થશે તો પણ ઘરે પહોંચી જશો

Gadgets : લાંબી મુસાફરી દરમિયાન વાહન ચલાવતી વખતે સૌને એ ચિંતા વધુ થતી હોય છે કે રસ્તામાં પંચર થઇ ગયું તો ? જોકે, ફોર વ્હીલરમાં એક્સ્ટ્રા ટાયર આપેલું હોય છે…

Gadgets : લાંબી મુસાફરી દરમિયાન વાહન ચલાવતી વખતે સૌને એ ચિંતા વધુ થતી હોય છે કે રસ્તામાં પંચર થઇ ગયું તો ? જોકે, ફોર વ્હીલરમાં એક્સ્ટ્રા ટાયર આપેલું હોય છે જેના કારણે તેમા પંચરને લઇને તકલીફ પડવાની સંભાવનાઓ ઓછી છે. પરંતુ ટુ વ્હીલર (Two Wheeler) માં આવો કોઈ વિકલ્પ નથી. જેના કારણે વાહન ચલાવનારને હંમેશા ચિંતા રહે છે. પણ હવે માર્કેટમાં એવા ઘણા ગેજેટ્સ (Gadgets) ઉપલબ્ધ છે જેના કારણે તમે આ ચિંતા છોડી આરામની સવારી કરી શકો છો. એવા કયા ગેજેટ્સ છે આવો જાણીએ…

માત્ર 1000 રૂપિયામાં સમસ્યાથી બચી શકો છો

ગ્રામીણ વિસ્તારોમાં પાકા રસ્તાઓ ન હોવાના કારણે, ટાયર પંચર થવાનો સૌથી મોટો ભય હોય છે, પરંતુ શું તમને ખબર પડે કે તમે માત્ર 1000 રૂપિયામાં આ સમસ્યાથી પોતાને બચાવી શકો છો તો ? જીહા, ટાયર પંચર થયા પછી પણ તમે તમારી બાઇક અથવા સ્કૂટર ચલાવી શકો છો. અને તે પણ કોઇ જોખમ વિના અને આરામદાયક સવારી સાથે. જીહા, આજે અમે તમારા માટે એક એવું જ ગેજેટ (Gadgets) લાવ્યા છીએ જે તમારા આ ડરને દૂર કરશે.

Portable Air Compressor

રસ્તામાં તમારા વાહનની હવા ઓછી થઇ જાય છે અથવા તમને લાગે છે કે પંચર છે તો ચિંતા છોડો અને તમારે તમારા ટુ વ્હીલર સાથે Portable Air Compressor રાખવું જોઈએ. આજકાલ યુએસબી સંચાલિત Portable Air Compressor બજારમાં ઉપલબ્ધ છે. આ કદમાં પણ એકદમ નાના હોય છે. જો કે, આ માટે તમારા ટુ વ્હીલરમાં યુએસબી પોર્ટ હોવું ખૂબ જ જરૂરી છે. કેટલીક કંપનીઓએ બાઇક અથવા સ્કૂટીમાં યુએસબી પોર્ટ આપવાનું શરૂ કર્યું છે, પરંતુ જો તમારા ટુ વ્હીલરમાં તે નથી તો તમે તેને ઑફલાઇન માર્કેટમાંથી ખૂબ જ સસ્તામાં ઇન્સ્ટોલ કરાવી શકો છો.

Puncture Repair Kit

ઘણી વખત, તમારા વાહનનું ટાયર રસ્તામાં અધવચ્ચે પંચર થઈ જાય છે, જેના કારણે મુસાફરીની મજા બગડી જાય છે. જ્યારે નજીકમાં કોઈ મિકેનિક ઉપલબ્ધ ન હોય ત્યારે વધુ સમસ્યાઓ ઊભી થાય છે. આવી સ્થિતિમાં, જો તમે તમારી કીટમાં આ Puncture Repair Kit ને એડ કરી દેશો તો તમે આ પ્રકારની સમસ્યામાંથી બહાર નીકળી શકો છો. તમે આને ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએથી ખરીદી શકો છો. તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે અને ખાસ વાત એ છે કે તેની કિંમત ઘણી ઓછી છે. Puncture Repair Kit પણ સાઈઝમાં ઘણી નાની હોય છે જેને તમે ટુ વ્હીલરના બુટ સ્પેસમાં સરળતાથી રાખી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Arvind Kharra (@techmasterco)

Flat Tire Wheel Puller Booster

આ ગેજેટને તમે એમેઝોન (Amazon) પરથી માત્ર 999 રૂપિયામાં ખરીદી શકો છો. આ પુલર બૂસ્ટરનો મહત્તમ લોડ 500 કિગ્રા છે. આના દ્વારા તમે તમારા ટુ વ્હીલરને ક્યાંય પણ સરળતાથી લઈ જઈ શકો છો. એમેઝોન આ ગેજેટ પર 80% ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. કિંમતને ધ્યાનમાં રાખીને, આ ગેજેટ ખૂબ જ અદ્ભુત છે કારણ કે ઘણી વખત આપણે એવી જગ્યાએ અટવાઈ જઈએ છીએ જ્યાં દૂર સુધી પણ પંચર રિપેર કરનાર નથી. એટલા માટે આ ગેજેટ એકદમ ખાસ છે.

આ પણ વાંચો – WhatsApp Passkey : જો તમે iPhone યુઝર છો તો તમારા માટે છે એક Good News

આ પણ વાંચો – WhatsApp ના આ ફીચર્સ તમારા એકાઉન્ટને હેક થવાથી બચાવી શકે છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter