+

શું તમારે પણ આવી રહ્યું છે હદ કરતા વધારે ELECTRICITY BILL? તો વાંચો આ અહેવાલ

ELECTRICITY BILL : આજના સમયમાં આપણે ઘણી વખત સાંભળ્યું છે કે, ગ્રાહકો વીજળીનું બિલ (ELECTRICITY BILL) વધારે આવવાની વારંવાર ફરિયાદ કરતા હોય છે. એક તો એમ પણ મોંઘવારીના મારને કારણે…

ELECTRICITY BILL : આજના સમયમાં આપણે ઘણી વખત સાંભળ્યું છે કે, ગ્રાહકો વીજળીનું બિલ (ELECTRICITY BILL) વધારે આવવાની વારંવાર ફરિયાદ કરતા હોય છે. એક તો એમ પણ મોંઘવારીના મારને કારણે અત્યારે મધ્યમવર્ગીય વ્યક્તિઓના બજેટને માર પડતો હોય છે. તેવા જ સમયમાં ઘણી વખત એવું પણ બને છે કે વીજળીનું બિલ ધાર્યા કરતા પણ ખૂબ વધુ એટલે કે સામાન્ય કરતાં 3 કે 4 ઘણું આવી જતું હોય છે. તેના કારણે વપરાશકર્તાઓને ઘણી સમસ્યાઓ સામનો કરવો પડતો હોય છે. જો તમે પણ આવા પ્રકારની સમસ્યાનો સામનો કરતા હોવ તો આ અહેવાલ તમારા માટે છે.

ઘણી વખત આપણે વીજળીનું બિલ (ELECTRICITY BILL) ઓછું લાવવા માટે આપણા પરિવારના સભ્યોને વીજ ઉપકરણોનો ઉપયોગ કરતા અટકાવતા રહીએ છીએ. હવે તમે વિચારતા હશો કે જો તમે વધુ વીજળીનો ઉપયોગ કરશો તો જ મીટરનું રીડિંગ વધારે હશે. વધુ યુનિટ આવવાનું કારણ વધુ પાવર વપરાશ હોઈ શકે છે, પરંતુ જો અમે તમને કહીએ તો એવું નથી. હા, ઉચ્ચ રીડિંગ્સનું એકમાત્ર કારણ ઉચ્ચ પાવર વપરાશ નથી. તમારી બેદરકારી અથવા તો કોઈ ભૂલ પણ ઊંચા મીટર રીડિંગનું કારણ બની શકે છે.

મીટર સાથે જોડાયેલા વાયર હોઇ શકે છે કારણ

તમારા ઘરના વીજળીનું બિલ (ELECTRICITY BILL) વધારે આવવા પાછળ પ્રથમ કારણ મીટર સાથે જોડાયેલ વાયર હોઈ શકે છે. ઘણીવાર કેટલાક લોકો તેમના મીટર સાથે જોડાયેલા વાયર પર ધ્યાન ન આપવાની ભૂલ કરે છે. વાસ્તવમાં, ઇલેક્ટ્રિક પોલમાંથી આવતા વાયર જે તમારા મીટર સાથે જોડાયેલ છે અને તે મીટરથી વીજળી પહોંચાડવા માટે વાયર બીજી બાજુ જોડાયેલ છે, તો તે વીજળીના વધુ પડતા વપરાશનું કારણ બને છે. આવા સંજોગોમાં તમે તમારા ઘરના ઉપકરણોનો ઉપયોગ ઓછો કરતા હોવ તો પણ બિલ વધારે આવે છે. ત્યાર બાદ મીટરની ખામીને આપણે દોષ આપીએ છીએ પણ કારણ બીજા હોય છે.

આવી બેદરકારીથી પણ રાખો ધ્યાન

વીજળીનું બિલ વધારે આવવા પાછળ એક અન્ય કારણ પણ છે જે આપણી બેદરકારીના કારણે થતું હોય છે અને આપણને તેનું ધ્યાન પણ નથી રહેતું. મીટરમાંથી વીજળીનો આઉટપુટ પૂરો પાડતો વાયર ઘણો લાંબો હોય, તો કેટલાક લોકો તેને ગોળ આકારમાં વાળીને એક જગ્યાએ વીંટાળે છે, જેના કારણે વીજ પુરવઠા પર વધુ ભાર પડે છે. આ દરમિયાન, ઇલેક્ટ્રિક વાયરમાં એક ચુંબક બને છે જેના કારણે વધુ બળ લાગે છે, કોઇલ એકબીજા સાથે અથડાય છે અને પછી પાવર સપ્લાય માટે લોડ સાથે, રીડિંગ પણ વધવા લાગે છે. તેથી, જો વધારાના વાયર હોય તો તેને દૂર કરો અથવા તેને એક જગ્યાએ બંડલ ન રાખો. આમ આવી બાબતોના કારણે તમારા ઘરનું બિલ વધારે આવતું હોય છે. માટે આવી બાબતોની જો યોગ્ય તકેદારી રાખવામાં આવે તો વીજ બિલ ઓછું આવવાની શક્યતા છે.

આ પણ વાંચો : Himalayas Thunderstom: ભૂટાનના હિમાલયમાંથી અનોખી વીજળીઓના તરંગોની તસવીરો NASA એ પ્રકાશિત કરી

Whatsapp share
facebook twitter