+

રોબોટે મહિલા મીડિયાકર્મી સાથે કર્યું કઇંક એવું કે તમે પણ ચોંકી જશો, જુઓ Video

આજે સોશિયલ મીડિયા (Social Media) માં ઘણા રમૂજી વીડિયો તમને મળી જશે. જોકે, ઘણીવાર એવા વીડિયો ખૂબ વાયરલ થતા જોવા મળી જાય છે જે જોઇને કોઇ પણ આશ્ચર્યચકિત થઇ જાય.…

આજે સોશિયલ મીડિયા (Social Media) માં ઘણા રમૂજી વીડિયો તમને મળી જશે. જોકે, ઘણીવાર એવા વીડિયો ખૂબ વાયરલ થતા જોવા મળી જાય છે જે જોઇને કોઇ પણ આશ્ચર્યચકિત થઇ જાય. તાજેતરમાં માણસ એવું કહેવાય છે કે, રોબોટ (Robot) ની દુનિયા બનાવવાની તૈયારીઓ કરી રહ્યો છે. ત્યારે હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા મીડિયાકર્મી (woman media worker) સાથે રોબોટે એવું કઇંક કર્યું કે જે જોયા બાદ તમે પણ તમારું માથું ખંજવાડશો.

રોબેટે કર્યું એવું વર્તન કે મહિલા રિપોર્ટર ડરી ગઇ

તમે માણસને તો મહિલાઓને પરેશાન કરતા જોયા હશે, તે વિશે સાંભળ્યું હશે પણ જ્યારે એક રોબોટ (Robot) એવું કરે ત્યારે ? જીહા, આવું જ કઇંક સાઉદી અરબમાં થયું હોવાનું સામે આવી રહ્યું છે. જણાવી દઇએ કે, સાઉદી અરેબિયાનો પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રોબોટ, જેને “Android Muhammad” કહેવાય છે, તે વીડિયોમાં કેપ્ચર થયેલી વિચિત્ર ઘટનામાં લાઈવ ઈન્ટરવ્યુ દરમિયાન મહિલા ન્યૂઝ રિપોર્ટર સાથે વિચિત્ર વર્તન કરતો જોવા મળ્યો હતો. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માં દેશની સિદ્ધિઓ દર્શાવવા માટે રાષ્ટ્રીય પહેલ તરીકે રોબોટ (Robot) બનાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોશો કે એક મહિલા રિપોર્ટર એક કાર્યક્રમમાં રિપોર્ટિંગ કરી રહી છે. આ સમય દરમિયાન, એક મેલ રોબોટ (Robot) એક પુરુષ અને એક મહિલા રિપોર્ટરની પાછળ ઉભો જોવા મળે છે. એવું લાગે છે કે મહિલા રિપોર્ટર આ જ રોબોટ વિશે કહી રહી છે. પરંતુ પછી કંઈક એવું થાય છે જે સ્ત્રીને અસ્વસ્થ બનાવે છે. વીડિયોમાં જોવા મળે છે કે રિપોર્ટર મહિલાને અયોગ્ય રીતે સ્પર્શ કરે છે, જેના કારણે મહિલા અસ્વસ્થ થઈ જાય છે. હવે આની પાછળ કોઈ ટેકનિકલ સમસ્યા છે કે અન્ય કોઈ કારણ છે તેની માહિતી આપવામાં આવી નથી.

ન્યૂઝ રિપોર્ટર સાથે રોબોટે કરી ગંદી હરકત

સાઉદી અરેબિયાના પ્રથમ હ્યુમનૉઇડ રોબોટ ‘Android Muhammad’ વિશેના અહેવાલનું કવરેજ કરવા આવેલા ન્યૂઝ રિપોર્ટર રાવ્યા અલ-કાસિમી તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. આ દરમિયાન, રોબોટે અચાનક મહિલાને પાછળથી ગંદી રીતે સ્પર્શ કર્યો, જેનાથી તે એકદમ ચોંકી ગઈ. આ બધું લાઈવ કેમેરામાં કેદ કરવામાં આવ્યું હતું. વીડિયોમાં રિપોર્ટર રાવ્યા અલ-કાસિમીને રોબોટની નજીક ઉભેલા બતાવવામાં આવ્યા હતા. રોબોટ (Robot) ના હાથની હિલચાલને જોતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે તે તેની જાતીય સતામણી કરી રહ્યો છે.

આ પણ વાંચો – Google નું AI Gemini વિવાદમાં સપડાયું, પીએમ મોદીને લઈ કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી

આ પણ વાંચો – YouTube Down in India : યુટ્યુબ પર વીડિયો અપલોડ કરવામાં મુશ્કેલી, યુઝર્સ પરેશાન…

આ પણ વાંચો – PUBG Mobile : દેશના કરોડો ગેમર્સ માટે માઠા સમાચાર, ભારતમાં ફરી Banned થશે BGMI ગેમ!

Whatsapp share
facebook twitter