+

World Cup : ભારત-ઓસ્ટ્રેલિયાની મેચને ખલેલ પહોંચાડવા Jarvo દોડી આવ્યો મેદાનમાં, ICC એ આપી સૌથી મોટી સજા

ICC ODI World Cup 2023 ની પાંચમી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે માત આપી વર્લ્ડ કપ 2023…

ICC ODI World Cup 2023 ની પાંચમી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે માત આપી વર્લ્ડ કપ 2023 ની પહેલી જીત હાંસિલ કરી લીધી છે. આ મેચને જોવા માટે દર્શકો મોટી સંખ્યામાં સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન ચેન્નાઈના ભરચક સ્ટેડિયમમાં એક વ્યક્તિ અચાનક મેદાનમાં કૂદી પડ્યો હતો. ભારતીય જર્સી પહેરીને મેદાનમાં દોડી આવેલા શખ્સનું નામ Jarvo છે.

Jarvo મેદાનમાં દોડી આવ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે વનડે વર્લ્ડ કપની મેચ રમાઈ હતી. જેમા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જે સમયે ઓસ્ટ્રેલિયન ટીમની ઈનિંગ ચાલી રહી હતી ત્યારે મેદાન પર કંઈક એવું બન્યું જેના કારણે રમત થોડો સમય બંધ થઈ ગઈ હતી. વાસ્તવમાં, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે સોશિયલ મીડિયા influencer Jarvo મેદાનમાં દોડી આવ્યો હતો. જોકે, તે ખેલાડીઓ સુધી પહોંચે તે પહેલા જ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સુરક્ષા અધિકારીઓએ તેને પકડી લીધો હતો. આ સમગ્ર કિસ્સા બાદ ICC ખૂબ જ ગુસ્સામાં છે. હવે તેણે Jarvo સામે મોટી કાર્યવાહી કરી છે. ICC એ Jarvo ને ટુર્નામેન્ટમાં આગળની મેચોમાં દેખાવા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, આ કેસમાં મોટો સવાલ એ છે કે તે ખાસ લોકો માટે આરક્ષિત જગ્યાએ કેવી રીતે પહોંચ્યો. તે કેવી રીતે અનેક સુરક્ષા કોર્ડન તોડીને ‘ફ્લોર ઓફ પ્લે (FOP)’ માં પ્રવેશ્યો.

ICC એ પ્રતિબંધ લગાવ્યો

ક્રિકેટ રસીકો Jarvo ને જાણતા જ હશે, આ વ્યક્તિનું નામ ડેનિયલ જાર્વિસ છે. તેને ‘Jarvo 69’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉ, Jarvo ઇંગ્લેન્ડ-ભારત શ્રેણી દરમિયાન પણ મેચમાં ખલેલ પહોંચાડતો જોવા મળ્યો હતો. હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ Jarvo વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. Jarvo પર ભારતમાં ચાલી રહેલા ICC વર્લ્ડ કપની કોઈપણ મેચમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ICC ના નિવેદન અનુસાર, “ICC વર્લ્ડ કપ 2023માં સામેલ દરેક વ્યક્તિની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. શું થયું તે સમજવા માટે અમે ચેન્નાઈના સ્થળ સાથે કામ કરીશું. આ ફરીથી થતું અટકાવવા માટે કોઈ વધારાના સુરક્ષા પગલાંની જરૂર છે કે કેમ તે અમે ધ્યાનમાં લઈશું.

મેચની સક્ષિપ્તમાં જાણકારી

જો મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય બોલરો સામે સંઘર્ષ કરતી જોવા મળી હતી. ઓપનર મિશેલ માર્શ પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. સ્ટીવ સ્મિથે 46 રન અને ડેવિડ વોર્નરે 41 રનનું યોગદાન આપ્યું હતું. માર્નસ લાબુશેન માત્ર 27 રન અને ગ્લેન મેક્સવેલ માત્ર 15 રન બનાવી શક્યા હતા. ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન (8) ખાસ બેટિંગ કરી શક્યો ન હતો. એલેક્સ કેરી શૂન્ય પર આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ 140ના કુલ સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. રવિન્દ્ર જાડેજાએ ત્રણ જ્યારે કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહે બે-બે વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – India vs Australia : World Cup માં ભારતની વિજયી શરૂઆત, ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું

આ પણ વાંચો – શું ન્યૂઝીલેન્ડની ટીમ બનશે ICC ODI World Cup 2023 ની વિજેતા ? જાણો આ અનોખા સંયોગ વિશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
More in :
Whatsapp share
facebook twitter