+

વરુણ ચક્રવર્તીનો ખુલાસો – ‘ખોટી અફવાએ ટીમથી રાખ્યો દૂર, માનસિક સ્વાસ્થ્ય ઉપર થઈ અસર’

IPL માં કોલકતા નાઇટ રાઈડર્સના સ્ટાર સ્પિનર બોલર વરુણ ચક્રવર્તી તો તમને યાદ જ હશે. IPL માં સારો દેખાવ કર્યા બાદ તેમણે વર્ષ 2021 ના T 20 વિશ્વકપમાં સ્થાન મળ્યું…

IPL માં કોલકતા નાઇટ રાઈડર્સના સ્ટાર સ્પિનર બોલર વરુણ ચક્રવર્તી તો તમને યાદ જ હશે. IPL માં સારો દેખાવ કર્યા બાદ તેમણે વર્ષ 2021 ના T 20 વિશ્વકપમાં સ્થાન મળ્યું હતું. પરંતુ ત્યાર બાદ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. હવે વરુણ ચક્રવર્તી એ સમગ્ર બાબત અંગે મીડિયા સાથે વાત કરતાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

વરુણ ટીમમાં વાપસી કરવામાં રહ્યો નિષ્ફળ 

એક સમય હતો જ્યારે વરુણને યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ જેવા સ્ટાર સ્પિનરો કરતાં આગળ મૂકવામાં આવ્યો હતો. વરુણને T20 વિશ્વકપ જેવી મોટી ટુર્નામેન્ટમાં સ્થાન મળ્યું હતું. વરુણ ટૂર્નામેન્ટની માત્ર ત્રણ મેચ રમીને ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયો હતો અને અત્યાર સુધી તે વાપસી કરી શક્યો નથી. અહી નોંધનીય વાત એ છે કે IPL માં તેમનો દેખાવ ત્યાર બાદ પણ સારો જ રહ્યો છે, છત્તા પણ તેઓ ટીમમાં વાપસી કરવામાં નિષ્ફળ રહ્યા છે.

ખોટો અફવાઓ ફેલાવીને મારુ સ્થાન છીનવાયું 

હવે વરુણે મીડિયા સાથે વાત કરતા સમગ્ર બાબત અંગે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને પોતાનું દર્દ વ્યક્ત કર્યું. તેને ખુલાસો કરતાં કહ્યું કે,   “વર્લ્ડ કપ પૂરો કર્યા પછી તે ખૂબ જ મુશ્કેલ હતું. આ કોઈ મોટી ઈજા નહોતી. તે ખૂબ જ નાની ઈજા હતી. મને પુનરાગમન કરવામાં માત્ર 2 કે 3 અઠવાડિયાનો સમય લાગ્યો હતો.” “પરંતુ તે પછી મને સાઇડલાઇન કરવામાં આવ્યો અને લોકોએ મને બહાનું આપવાનું શરૂ કર્યું કે હું ઘાયલ થયો છું. પરંતુ બીજી બાજુ, હું આટલા લાંબા સમય સુધી ઇજાગ્રસ્ત નહોતો.”

ભારતીય સ્પિનરે આગળ કહ્યું, “મને ખબર નથી કે આ માત્ર એક અફવા હતી અને કોઈ મારા વિશે આ સમાચાર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું જેથી કરીને તેઓ મને બાજુ પર મૂકી શકે. પરંતુ તે યોગ્ય નથી. તે ખૂબ જ મુશ્કેલ હતું. હું.”

માનસિક શાંતિ પર પણ થઈ અસર 

વરુણે વધુમાં કહ્યું કે , “આઈપીએલ 2022 સારી સીઝન મારા માટે સારી ન હતી. કારણ કે 2021માં વર્લ્ડ કપ પછી મારી સાથે જે બન્યું હતું, હું ભારતીય ટીમમાં પુનરાગમન કરવા માટે બેતાબ હતો. હું મારી જાતને દરેકની સામે સાબિત કરવા માંગતો હતો. હું બેબાકળો હતો. બોલિંગમાં ઘણી વસ્તુઓ બદલાવા લાગી, જેના કારણે મારી માનસિક શાંતિ પર અસર થઈ અને હું સામાન્ય રીતે બોલિંગ પણ કરી શક્યો નહીં. તેથી જ આઈપીએલ મારા માટે ખરાબ રહી હતી”

આ પણ વાંચો — શમર જોસેફ ICC Player of The Month જીતનાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ પુરુષ ખેલાડી બન્યો

Whatsapp share
facebook twitter