+

આ ભારતીય યુવા પ્લેયરે ટેસ્ટ ક્રિકેટમાં સ્પર્શ કર્યો 400 રનનો આંકડો

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રેકોર્ડ : જ્યારે પણ ડોમેસ્ટિક ક્રિકેટ કોઈ મોટી સિદ્ધિ યુવા ક્રિકેટર દ્વારા સ્થપાતી હોય છે ત્યારે ત્યારે ભારતીય ક્રિકેટના ભવિષ્ય ઉપર ગર્વની લાગણી થતી હોય છે. વર્ષ…

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રેકોર્ડ : જ્યારે પણ ડોમેસ્ટિક ક્રિકેટ કોઈ મોટી સિદ્ધિ યુવા ક્રિકેટર દ્વારા સ્થપાતી હોય છે ત્યારે ત્યારે ભારતીય ક્રિકેટના ભવિષ્ય ઉપર ગર્વની લાગણી થતી હોય છે. વર્ષ 2022-23 માં જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં યુવા પૃથ્વી શૉ 379 રનની શાનદાર ઇનીંગ રમ્યો હતો અને હેડ્લાઇન્સમાં આવ્યો હતો. હવે વધુ એક ભારતીય યુવા ક્રિકેટરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં નવો વિક્રમ સર્જ્યો છે.

તમને બ્રાયન લારાનો ટેસ્ટ ક્રિકેટમાં 400 અણનમનો સ્કોર તો યાદ જ હશે.  ટેસ્ટ ક્રિકેટમાં 400 રનનો આંકડો સ્પર્શવાની સિદ્ધિને સ્પર્શ કરવાનું સપનુ દરેક ખિલાડી જોતાં હોય છે . પરંતુ લારા સિવાય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું કોઈ કરી શક્યું નથી. જો આપણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો આવું 10 વખત થયું હતું. આમાં એક વખત ભારતીય ખેલાડીએ પણ રણજી ટ્રોફી દરમિયાન આવું કારનામું કર્યું હતું. તાજેતરમાં વધુ એક ભારતીયે રેડ બોલ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો અને 404 રનની અણનમ અને ઐતિહાસિક ઈનિંગ રમી.

કર્ણાટકનો પ્રખર 404* નો સ્કોર કરી પહોંચ્યો શિખર ઉપર 

તમને જણાવી દઈએ કે કર્ણાટકના બેટ્સમેન પ્રખર ચતુર્વેદીએ કૂચ બિહાર ટ્રોફીની ફાઇનલમાં આ સિદ્ધિ મેળવી છે. તેણે મુંબઈ સામે 404 રનની ઐતિહાસિક અને અણનમ ઇનિંગ રમી હતી. આ મેચમાં પ્રખરે 638 બોલનો સામનો કર્યો અને 404 અણનમ રન બનાવ્યા. તેની ઇનિંગમાં 46 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.

તે કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ સ્કોરર પણ બન્યો હતો. તેણે આ ઈનિંગ સાથે ઈતિહાસ રચ્યો અને રેકોર્ડ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવ્યું. આ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એટલે કે રેડ બોલ ક્રિકેટમાં કોઈપણ ભારતીયનો બીજો સર્વોચ્ચ સ્કોર છે.

ફર્સ્ટ ક્લાસ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ભારતીય

ભાઈસાહેબ બાબાસાહેબ નિમ્બાલકર- 443 અણનમ, વિ કાઠિયાવાડ, પુણે 1948 (રણજી)
પ્રખાર ચતુર્વેદી- 404 અણનમ, વિ મુંબઈ, 2023-24 (કૂચ બિહાર ટ્રોફી)
પૃથ્વી શો- 379, વિ આસામ, 2022-23 (રણજી ટ્રોફી)
સંજય માંજરેકર- 377, વિ. હૈદરાબાદ, 1991 (રણજી ટ્રોફી)
માતુરી વેંકટ શ્રીધર- 366, વિ આંધ્ર, 1994 (રણજી ટ્રોફી)

આ પણ વાંચો — PM મોદી અને રસ્મિકા બાદ સચિનનો બન્યો Deep Fake વીડિયો, ક્રિકેટરે વ્યક્ત કર્યો ગુસ્સો

Whatsapp share
facebook twitter