+

ભારતની જમીન પર જ બન્યો આ મહારેકોર્ડ, વર્લ્ડ કપ ઈતિહાસમાં પહેલી વખત થયું આવું

ENG  vs NED : ICC વર્લ્ડ કપ 2023 ભારતમાં રમાઈ રહ્યો છે. જેમા ઘણા રેકોર્ડ બની રહ્યા છે. એક રેકોર્ડ ગઇકાલે આપણે સૌએ જોયું કે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે બેવડી સદી…

ENG  vs NED : ICC વર્લ્ડ કપ 2023 ભારતમાં રમાઈ રહ્યો છે. જેમા ઘણા રેકોર્ડ બની રહ્યા છે. એક રેકોર્ડ ગઇકાલે આપણે સૌએ જોયું કે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે બેવડી સદી ફટકારીને બનાવ્યો. આવો જ એક રેકોર્ડ ભારતની જમીન પર આ વખતે બન્યો છે અને તે સૌથી વધુ સિક્સરનો છે. ટૂર્નામેન્ટના 48 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે વર્લ્ડ કપના કોઈ ફોર્મેટમાં 500 સિક્સર ફટકારવામાં આવી હોય.

વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત થયું આવું

ODI વર્લ્ડ કપ 2023માં લીગ તબક્કાની મેચો ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે. પ્રથમ સેમી ફાઇનલ મેચ 15 નવેમ્બરે અને બીજી સેમી ફાઇનલ મેચ 16 નવેમ્બરે રમાશે. સેમી ફાઇનલની વિજેતા ટીમો 19 નવેમ્બરે નિર્ણાયક મેચમાં એકબીજાનો સામનો કરશે. અત્યાર સુધી, ODI વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય બન્યું ન હતું તે આ વખતે થયું છે. આ વખતે ટૂર્નામેન્ટમાં છગ્ગાનો વરસાદ જોવા મળ્યો છે. વાસ્તવમાં, ODI વર્લ્ડ કપ 2023માં આજે જ્યારે ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડની ટીમો સામસામે આવી હતી, ત્યારે ઈંગ્લિશ ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરી હતી. દરમિયાન, આ વર્લ્ડ કપનો 500મી સિક્સ પ્રથમ ઇનિંગ દરમિયાન જ ફટકારવામાં આવી હતી. આ પહેલા કોઈ વર્લ્ડ કપમાં આવું બન્યું નથી કે એક જ ટૂર્નામેન્ટ દરમિયાન 500 સિક્સર ફટકારવામાં આવી હોય.

ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સ કોના નામે ?

જણાવી દઇએ કે અત્યાર સુધી આ વર્ષના વર્લ્ડ કપમાં માત્ર 40 મેચ રમાઈ છે, એવું બની શકે છે કે, ફાઈનલ પૂરી થાય ત્યાં સુધીમાં 500નો આ આંકડો 600 સુધી પણ જઈ શકે છે. ઘણા બેટ્સમેન માત્ર ચોગ્ગા અને છગ્ગામાં જ વાત કરે છે. જેમ કે ગઇકાલે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની મેચમાં કઇંક આવું જ જોવા મળ્યું હતું. જેમા ટીમને જરૂર હતી ત્યારે ગ્લેન મેક્સવેલે એવી તોફાની ઇનિંગ રમી કે જે આવતા ઘણા વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. આ મેચમાં મેક્સવેલે ચોગ્ગા અને છગ્ગાથી જ મેદાનમાં ગદર મચાવ્યું હતું. આવા ઘણા બેટ્સમેનો છે કે જેઓ ચોગ્ગા અને છગ્ગાથી જ રન બનાવવું વધુ પસંદ કરી રહ્યા છે. જો આ વર્ષના વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેનની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ પહેલા નંબર પર છે. સાત મેચમાં તેના બેટમાંથી 22 છગ્ગા આવ્યા છે. રોહિત શર્માએ પણ 22 સિક્સર ફટકારી છે, પરંતુ તેણે અત્યાર સુધી આઠ મેચ રમી છે. ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે અત્યાર સુધી આઠ મેચમાં 20 સિક્સર ફટકારી છે. પાકિસ્તાનના ફખર ઝમાને માત્ર ત્રણ મેચમાં 18 સિક્સર ફટકારી છે. દક્ષિણ આફ્રિકાના ઓપનિંગ બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે પણ એટલી જ સિક્સ ફટકારી છે. આ વખતે સૌથી વધુ છગ્ગા મારવાના મામલે કયો ખેલાડી જીતે છે અને કુલ છગ્ગાનો આંકડો ક્યાં સુધી પહોંચે છે તે જોવું રસપ્રદ રહેશે.

કયા વર્લ્ડ કપમાં કેટલી સિક્સર ફટકારવામાં આવી ?

જો અગાઉના સમયની વાત કરીએ તો વર્ષ 2015માં સૌથી વધુ છગ્ગા લગાવવામાં આવ્યા હતા. તે વર્ષે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જ્યારે વર્લ્ડ કપ રમાયો હતો ત્યારે 463 સિક્સર ફટકારવામાં આવી હતી. તે વર્ષે કુલ 49 મેચ રમાઈ હતી. જ્યારે વર્ષ 2019માં એટલે કે છેલ્લા વર્લ્ડ કપમાં 48 મેચમાં 357 સિક્સર ફટકારવામાં આવી હતી. જો આપણે વર્ષ 2007ની વાત કરીએ તો તે વર્ષમાં 51 મેચ એવી બની હતી, જ્યારે તમામ બેટ્સમેનોએ એકસાથે 373 સિક્સર ફટકારી હતી.

વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ સિક્સર-

2023 વર્લ્ડ કપમાં 500+ સિક્સર
2015 વર્લ્ડ કપમાં 463 સિક્સર
2007 વર્લ્ડ કપમાં 373 સિક્સર
2019 વર્લ્ડ કપમાં 357 સિક્સર

આ પણ વાંચો – AUS vs AFG : મેક્સવેલના તોફાન સામે અફઘાનિસ્તાનની હવા ઉડી, ઓસ્ટ્રેલિયાએ મેળવી 3 વિકેટે જીત

આ પણ વાંચો – ફેમસ ફૂટબોલરની Girl Friend અને બાળકના અપહરણનો કરવામાં આવ્યો પ્રયાસ, ઘરમાં લૂંટ ચલાવી માતા-પિતાને બનાવ્યા બંધક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter