+

ચાલુ World Cup માં જ બની આ મોટી દુર્ઘટના, Irfan Pathan ના મેકઅપ આર્ટિસ્ટનું હોટેલમાં મોત

Irfan Pathan Makeup Artist Death : ICC T20 WORLD 2024 હાલ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિસમાં રમાઈ રહ્યો છે. તેના વચ્ચે હવે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના પૂર્વ…

Irfan Pathan Makeup Artist Death : ICC T20 WORLD 2024 હાલ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિસમાં રમાઈ રહ્યો છે. તેના વચ્ચે હવે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેનટેટર Irfan Pathan ના મેકઅપ આર્ટિસ્ટનું અચાનક મોત નીપજ્યું છે. આ મેકઅપ આર્ટિસ્ટનું નામ ફૈયાજ અન્સારી હતું. વેસ્ટ ઈન્ડીસની હોટેલમાં અકસ્માતમાં તેને પોતાનો જીવ ગુમાવ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

વેસ્ટ ઇન્ડિસના સ્વિમિંગ પૂલમાં થયો અકસ્માત

Irfan Pathan નો મેકઅપ આર્ટિસ્ટ ફૈયાજ અન્સારીનો અકસ્માત વેસ્ટ ઇન્ડિસના સ્વિમિંગ પૂલમાં અકસ્માત થયો હતો. ફૈયાઝ સ્વિમિંગ પુલમાં ન્હાતી વખતે ડૂબી ગયો હતો જે બાદ તેના મિત્રોએ તેને બેભાન અવસ્થામાં જોયો હતો. ફૈયાઝને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ મેચ રમાઈ રહી છે. ઈરફાન પઠાણે ટૂર્નામેન્ટમાં કોમેન્ટેટર તરીકે ભાગ લીધો હતો અને ફૈયાઝ અંસારી તેની સાથે વેસ્ટ ઈન્ડિઝ ગયો હતો.

કેવી રીતે મળ્યો હતો Irfan Pathan ને

ફૈયાઝના મોત અંગેની જાણકારી તેના પરિવારજનોને આપી દેવામાં આવી છે. ફૈયાઝની વાત કરીએ તો અંસારી ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાનો રહેવાસી છે. તેનો પરિવાર નગીના તહસીલના કાઝી સરાય મોહલ્લામાં છે. ઈરફાનની મુલાકાત ફૈયાઝ સાથે સલૂનમાં જ થઈ હતી. એક દિવસ ફૈયાઝના વખાણ સાંભળીને ઈરફાન પઠાણ પોતાના વાળની ​​સ્ટાઈલ કરાવવા સલૂનમાં આવ્યો. ત્યારબાદ તે પહેલીવાર ઈરફાન પઠાણને મળ્યો. તેઓ ફૈયાઝના કામથી એટલા ખુશ થયા કે તેમણે ફૈયાઝને પોતાનો મેકઅપ આર્ટિસ્ટ બનાવ્યો હતો. મળતી માહિતી અનુસાર, ફૈયાઝના લગ્ન 8 મહિના પહેલા જ થયા હતા. તે બિજનૌરમાં પોતાના ઘરે આવ્યો હતો અને 8 દિવસ પહેલા મુંબઈ ગયો હતો. ત્યાંથી તેણે વેસ્ટ ઈન્ડિઝની ફ્લાઈટ લીધી હતી.

Irfan Pathan એ ફૈયાઝના મૃતદેહને ભારતમાં તેના ઘરે પરત મોકલવાની વ્યવસ્થા કરી

ઉલ્લેખનીય છે કે, ફૈયાઝ ઈરફાન પઠાણ સાથે તેના દરેક ટુરમાં જતો હતો. મેકઅપ આર્ટિસ્ટ હોવાના કારણે તે વેસ્ટ ઇન્ડીસમાં ચાલી રહેલા વિશ્વકપમાં પણ ગયો હતો. ફૈયાઝના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ Irfan Pathan હોટલ પર પહોંચી ગયો હતો અને ફૈયાઝના મૃતદેહને ભારતમાં તેના ઘરે પરત મોકલવાની વ્યવસ્થા કરી હતી.

આ પણ વાંચો : IND VS AUS : INDIA માટે આજે બદલાની રાત, AUSTRALIA ને વિશ્વકપમાંથી બહાર કરવાની મોટી તક

Whatsapp share
facebook twitter