+

ZIMBABWE સામેની સિરીઝ માટે આ ત્રણ IPL સ્ટાર્સનો ટીમમાં કરાયો સમાવેશ!

INDIA TOUR TO ZIMBABWE : T20 વિશ્વકપમાં ચેમ્પિયન બન્યા બાદ ભારતની ટીમ હવે યુવા ચહેરાઓ સાથે ZIMBABWE ના પ્રવાસે ગઈ છે. આ ટીમમાં ચોક્કસપણે ભારતના અનુભવી ખેલાડીઓ શામેલ કરવામાં આવ્યા…

INDIA TOUR TO ZIMBABWE : T20 વિશ્વકપમાં ચેમ્પિયન બન્યા બાદ ભારતની ટીમ હવે યુવા ચહેરાઓ સાથે ZIMBABWE ના પ્રવાસે ગઈ છે. આ ટીમમાં ચોક્કસપણે ભારતના અનુભવી ખેલાડીઓ શામેલ કરવામાં આવ્યા નથી. ZIMBABWE ના આ ટુરમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. વધુમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાના T20 ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરાયા બાદ યુવા ખેલાડીઓ માટે દરવાજા ખૂલ્યા છે. આ ટુર માટે ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે આ ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

ભારતીય ટીમે ZIMBABWE માં 5 T20 મેચોની શ્રેણી રમવાની છે

શુભનમ ગીલના નેતૃત્વમાં યુવા ક્રિકેટરોની બનેલી ટીમ આજે સવારે જ ઝિમ્બાબ્વે જવા રવાના થઈ ગઈ છે. ભારતીય ટીમે ZIMBABWE માં 5 T20 મેચોની શ્રેણી રમવાની છે. ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં પ્રથમ 2 મેચો માટે રમાનારી આ શ્રેણીમાં ભાગ લઈ રહેલી ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતની ટીમમાંથી સંજુ સેમસન, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલની બાદબાકી કરવામાં આવી છે અને તેમના સ્થાને ત્રણ યુવા ચહેરાને મોકો આપવામાં આવ્યો છે. ભારતના આ ઝિમ્બાબ્વેના ટુર માટે બાદબાકી કરાયેલા ખેલાડીઓના સ્થાને સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યા છે.

યુવા ચહેરાઓને મળી તક

સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણા વિશે વાત કરવામાં આવે તો આમાંથી જીતેશ શર્મા એકમાત્ર એવો ખેલાડી છે જે અગાઉ ભારત માટે T20 ઈન્ટરનેશનલ રમ્યો છે. સાઈ સુદર્શન ભારત માટે ODI રમી ચૂક્યો છે, પરંતુ તે T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. હર્ષિત રાણાનો પ્રથમ વખત ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ તેઓના દેખાવ IPL માં ખૂબ જ શાનદાર રહ્યા છે. હર્ષિત રાણાએ આ વર્ષે પોતાની ટીમ KKR ને ચેમ્પિયન બનાવવા માટે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી. સાઈ સુદર્શનએ પણ ગુજરાત માટે ગિલ સાથે પારી શરૂઆત કરતાં કેટલીક પ્રભાવશાળી ઇનિંગ્સ રમી હતી. અંતમાં જીતેશ શર્મા વિશે વાત કરવામાં આવે તો તેઓએ પણ આ ફોર્મેટમાં પોતાનું શક્તિ પ્રદર્શન બતાવ્યું છે.

શા માટે સેમસન, દૂબે અને યશસ્વીની કરાઇ બાદબાકી

ઉલ્લેખનીય છે કે, સંજુ સેમસન, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ પહેલા આ ટીમનો ભાગ હતા. પરંતુ તેઓ હાલ વેસ્ટ ઇન્ડીસમાં ભારતીય વર્લ્કપ ટીમના સાથે છે. ભારતની ટીમ હાલ વેસ્ટ ઇન્ડીસમાં જ ખરાબ હવામાનમાં અટવાયેલા છે. તેટલા માટે ટીમમાંથી તેમની બાદબાકી કરવામાં આવી છે.

મેચ ક્યારે રમાશે

પ્રથમ મેચ – 6 જુલાઈ
બીજી મેચ – 7 જુલાઈ
ત્રીજી મેચ – 10 જુલાઈ
ચોથી મેચ – 13 જુલાઈ
પાંચમી મેચ – 14 જુલાઈ

પ્રથમ 2 મેચ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટ-કીપર), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, જીતેશ શર્મા ( વિકેટકીપર), હર્ષિત રાણા

છેલ્લી 3 મેચ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિંકુ સિંહ, શિવમ દુબે, રાયન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે, અવેશ ખાન, અવેશ ખાન. અને મુકેશ કુમાર

આ પણ વાંચો : Barbados : સંકટ ટળ્યું ! આ દિવસે સ્વદેશ પરત ફરશે TEAM INDIA

Whatsapp share
facebook twitter