+

ટીમ ઈન્ડિયાએ World Cup ની બંને મેચોમાં શાનદાર જીત મેળવી, Points Table માં જુઓ ક્યા છે ભારત

ભારતે એક પછી એક વર્લ્ડ કપની બંને મેચમાં જીત મેળવી છે. બુધવારે ભારતીય ટીમે અફઘાનિસ્તાનને એકતરફી મેચમાં હરાવ્યું હતું. આ જીત બાદ ભારતને પોઈન્ટ ટેબલમાં પણ ઘણો ફાયદો થયો છે.…

ભારતે એક પછી એક વર્લ્ડ કપની બંને મેચમાં જીત મેળવી છે. બુધવારે ભારતીય ટીમે અફઘાનિસ્તાનને એકતરફી મેચમાં હરાવ્યું હતું. આ જીત બાદ ભારતને પોઈન્ટ ટેબલમાં પણ ઘણો ફાયદો થયો છે. વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં ભારતે પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. હવે ભારત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું છે. ન્યુઝીલેન્ડની ટીમે પોતાની વર્લ્ડ કપની બંને મેચો શાનદાર પ્રદર્શન સાથે જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતે વર્લ્ડ કપની બંને મેચો એકતરફી જીતી છે, જેના કારણે ભારતનો નેટ રન રેટ ઘણો સારો થયો છે.

2 મેચ 2 જીત અને પોઈન્ટ્સ ટેબલ પર ટોપમાં પહોંચી ટીમ

ICC વર્લ્ડ કપ 2023 ની શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને 2019ની રનર્સ-અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમા ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક તરફી મેચ રમતા ટૂર્નામેન્ટની પ્રથમ જીત મેળવી હતી. જે પછી ન્યૂઝીલેન્ડની ટીમ નેધરલેન્ડ વિરુદ્ધ રમી જેમા પણ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને મોટા માર્જિનથી જીત મેળવી હતી. જેનું પરિણામ હવે વર્લ્ડ કપ પોઈન્ટ્સ ટેબલ પર જોવા મળ્યું છે. ન્યૂઝીલેન્ડની ટીમ પોઈન્ટ્સ ટેબલ પર નંબર વન પર છે. જોકે, ટીમ ઈન્ડિયાએ પણ ટૂર્નામેન્ટની શરૂઆત ધમાકેદાર કરી છે અને પોતાની બંને મેચમાં જીત મેળવી છે. આ સાથે જ તે હવે વર્લ્ડ કપ પોઈન્ટ્સ ટેબલ પર બીજા સ્થાને પહોંચી ગઇ છે. વળી પાકિસ્તાન પણ પોતાની બંને મેચ જીતી છે. જેના કારણે તેેણે ત્રીજા નંબર પર સ્થાન મેળવ્યું છે.

14મી ભારત-પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચ

ભારતની આગામી મેચ હાઈ વોલ્ટેજની થવાની છે. આ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે રમાશે. આ મેચ અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ચાહકો વર્ષોથી આ મેચની રાહ જોઈ રહ્યા હતા. આખરે એ ક્ષણ આવી ગઈ છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ભારત ફરી એકવાર પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપમાં ક્યારેય ન હારવાનો રેકોર્ડ જાળવી રાખવા મેદાનમાં ઉતરશે. વળી, પાકિસ્તાનની ટીમ વન-ડે વર્લ્ડ કપમાં ભારત સામેની પ્રથમ જીત પર નજર રાખશે.

ઉલ્લેખનીય છે કે, 50 ઓવરની આ ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લઈ રહી છે, જે 45 દિવસ સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં કુલ 48 મેચ રમશે. તમામ 10 ટીમો સિંગલ રાઉન્ડ રોબિન ગ્રુપ સ્ટેજ ફોર્મેટના આધારે એકબીજાનો સામનો કરશે અને ગ્રુપ સ્ટેજની 45 મેચો બાદ પોઈન્ટ ટેબલની ટોપ-4 ટીમ સેમીફાઈનલમાં પહોંચશે, જે 15 અને 16મીએ રમાશે. ફાઈનલ 19મી નવેમ્બરે અમદાવાદમાં રમાશે.

આ પણ વાંચો – World Cup 2023 : પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા Shubman Gill પહોંચ્યો અમદાવાદ, તો શું…?

આ પણ વાંચો – IND vs AFG : કોહલીએ અફઘાનિસ્તાન સામે અડધી સદી ફટકારી બનાવ્યો વિરાટ રેકોર્ડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter