+

T20 WORLD CUP 2024 : SOUTH AFRICA નું સ્થાન સેમીફાઇનલમાં હવે લગભગ નક્કી! ENGLAND શું કરી શકશે પલટવાર?

T20 WORLD CUP માં હાલ સુપર 8 ના મુકાબલા ચાલી રહ્યા છે. સુપર 8 ના મેચ દરમિયાન દરેક ટીમો સેમી ફાઇનલમાં પહોંચવાના પ્રયાસ કરી રહી છે. ગઇકાલે ઇંગ્લૈંડ અને સાઉથ…

T20 WORLD CUP માં હાલ સુપર 8 ના મુકાબલા ચાલી રહ્યા છે. સુપર 8 ના મેચ દરમિયાન દરેક ટીમો સેમી ફાઇનલમાં પહોંચવાના પ્રયાસ કરી રહી છે. ગઇકાલે ઇંગ્લૈંડ અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો સેન્ટ લુસિયામાં રમાયો હતો. આ મેચમાં સાઉથ આફ્રિકાને શાનદાર જીત મળી હતી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ નિર્ધારિત ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 156 રન જ બનાવી શકી હતી. હવે આ જીત બાદ SOUTH AFRICA હવે સેમી ફાઇનલની નજીક આવી ગયું છે. ઇંગ્લૈંડને 7 રનથી હરાવીને સાઉથ આફ્રિકાએ સુપર 8 માં આ બીજી જીત મેળવી હતી.

SOUTH AFRICA હવે મજબૂત સ્થિતિમાં

સાઉથ આફ્રિકા સુપર 8 માં બે મેચ જીતીને હવે મજબૂત સ્થાનમાં આવી ગયું છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાને પોઈન્ટ્સનો ફાયદો થયો છે અને રન રેટ પણ +0.625 છે. ના કારણે તે ટીમના સેમી ફાઇનલ સુધી પહોંચવાના રસ્તા પણ હવે સરળ બનતા હોય તેવું લાગી રહ્યું છે. આ ટીમની આગામી મેચ હવે વેસ્ટ ઇન્ડિસ સામે થવાની છે. આવી સ્થિતિમાં જો સાઉથ આફ્રિકા તે મેચ પણ જીતી જાય છે તો તે સરળતાથી સેમિફાઇનલમાં પહોંચી જશે.

ENGLAND માટે સેમી ફાઇનલનો રસ્તો મુશ્કેલ?

આ સિવાય દક્ષિણ આફ્રિકા સામે હાર બાદ ઈંગ્લેન્ડને ઘણી અસર થઈ છે. હવે તેમને આગામી મેચ જીતવી પડશે. આ મેચમાં હાર બાદ પણ ઈંગ્લેન્ડના નેટ રનમાં વધુ ઘટાડો થયો નથી. આવી સ્થિતિમાં તેઓ યુએસએ સામે જીત મેળવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. પરંતુ USA ની ટીમ પણ આ વર્ષના વિશ્વકપમાં ઘણી મજબૂત લાગી રહી છે તેટલા માટે તેમણે પણ આ મેચ લાગે છે એટલી સરળ રહેશે નહીં.

આ પણ વાંચો : BCCIએ વધુ એક સીરીઝની જાહેરાત કરી, જાણો પૂર્ણ વિગત

Whatsapp share
facebook twitter