+

T20 વિશ્વકપ બાદ SHREYAS IYER અને IPL 2024 ના આ યુવા સ્ટાર્સની થશે ભારતીય ટીમમાં એન્ટ્રી

SHREYAS IYER COMEBACK IN TEAM INDIA : ભારતીય ટીમ હાલ અમેરિકા ખાતે T20 વિશ્વકપ રમી રહ્યું છે. ભારત ગ્રુપ સ્ટેજમાં સારો દેખાવ કર્યા બાદ હવે સુપર 8 માટે ક્વોલિફાય થઈ…

SHREYAS IYER COMEBACK IN TEAM INDIA : ભારતીય ટીમ હાલ અમેરિકા ખાતે T20 વિશ્વકપ રમી રહ્યું છે. ભારત ગ્રુપ સ્ટેજમાં સારો દેખાવ કર્યા બાદ હવે સુપર 8 માટે ક્વોલિફાય થઈ ગયું છે. આ T20 વિશ્વકપ બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે ટી20 સિરીઝ રમશે. આ 5 મેચોની શ્રેણી હશે. જે 5મી જુલાઈથી શરૂ થશે. આ પછી ભારતીય ટીમ જુલાઈ અને ઓગસ્ટમાં શ્રીલંકા સામે વનડે શ્રેણી રમશે.હવે આ શ્રેણીને લઈને મોટી અપડેટ સામે આવી રરહી છે. મળતી માહિતી અનુસાર હવે શ્રીલંકા સામેની આ શ્રેણીમાં શ્રેયસ અય્યર વાપસી કરી શકે છે. શ્રેયસ અય્યર સાથે કેટલાક નવા અને યુવા ખેલાડીઓ આ શ્રેણીમાં પ્રવેશ કરી શકે છે.ચાલો જાણીએ સમગ્ર મામલો.

શ્રેયસની થઈ શકે છે ટીમમાં વાપસી

મળતી માહિતી અનુસાર, હવે IPL ટ્રોફી જીતનાર કપ્તાન શ્રેયસ અય્યર ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે.ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ શ્રેયસ અય્યર વાપસી કરી શકે છે. શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં તેને તક આપવામાં આવી શકે છે. અય્યરને પાંચ મેચની ટી-20 શ્રેણીમાં પણ સ્થાન આપવામાં આવી શકે છે.વધુમાં તેમને કપ્તાન બનાવવની વાત પણ સામે આવી રહી છે. રિપોર્ટ અનુસાર ઝિમ્બાબ્વે સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત આવતા સપ્તાહ સુધીમાં થઈ શકે છે.

શ્રેયસ અય્યરે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી

નોંધનીય છે કે, શ્રેયસ અય્યરે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. આ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ હતી. જ્યારે છેલ્લી T20 ગયા વર્ષે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે અને ODI ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ હતી. શ્રેયસે 59 મેચોમાં 49.64ની એવરેજથી 2383 રન બનાવ્યા છે અને 51 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 30.66ની એવરેજથી 1104 રન બનાવ્યા છે.

શ્રેયસ અય્યરની સાથે આ યુવા ખેલાડીને મળી શકે છે તક

શ્રેયસ અય્યરની સાથે સાથે આ શ્રેણીમાં IPL માં સારો દેખાવ કરનાર આ યુવા પ્લેયર્સને પણ તક મળે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે.રાજસ્થાન રોયલ્સના સ્ટાર બેટ્સમેન રેયાન પરાગ, સન રાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્મા, લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મયંક યાદવને આ સીરીઝમાં તક મળી શકે છે. આ સાથે હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, યશ દયાલ, વિજયકુમાર વૈશાક પસંદગીકારોના રડાર પર છે. તેને ટી20 શ્રેણીમાં સ્થાન મળી શકે છે.

આ પણ વાંચો : Neeraj Chopra ની વધુ એક સિદ્ધિ, પાવો નુર્મી ગેમ્સમાં જીત્યો ગોલ્ડ

Whatsapp share
facebook twitter