+

SL vs AFG : મેદાનમાં ઘુસી આવી Monitor Lizard, લાઈવ મેચને અચાનક રોકવી પડી, Video

Monitor lizard Enters In SL vs AFG Test Match : તમે ક્રિકેટના મેદાનમાં કુતરાને કે પછી પક્ષીઓને ઘુસતા જોયા જ હશે જે કોઇ નવી વાત નથી. પણ આજે ક્રિકેટના મેદાનમાં…

Monitor lizard Enters In SL vs AFG Test Match : તમે ક્રિકેટના મેદાનમાં કુતરાને કે પછી પક્ષીઓને ઘુસતા જોયા જ હશે જે કોઇ નવી વાત નથી. પણ આજે ક્રિકેટના મેદાનમાં જે જીવ ઘુસી આવ્યો તે એક ઝેરી પ્રાણી હતો. અહીં વાત શ્રીલંકા અને અફઘાનિસ્તાન (SL vs AFG) ટેસ્ટ મેચની થઇ રહી છે જેમા એક મોનિટર લિઝાર્ડ (Monitor Lizard) ઘૂસી આવી હતી જેણે લાઇવ ક્રિકેટ મેચ (Live Cricket Match) ને થોડીવાર માટે રોકી દીધી હતી. મોનિટર લિઝાર્ડને જોઇ દર્શકો થોડીવાર માટે ડરી ગયા હતા. ખાસ તો ખેલાડીઓ આ પ્રાણી મેદાનમાં જોઇ ચોંકી ગયા હતા.

મેદાનમાં ઘૂસી આવી મોનિટર લિઝાર્ડ 

શ્રીલંકા અને અફઘાનિસ્તાન (SL vs AFG) વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે, બંને ટીમો શ્રીલંકાના કોલંબોમાં પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યા છે. આ દરમિયાન એક ઝેરી પ્રાણી મેદાનમાં જ ઘુસી ગયું હતું. આ જોઈને માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ અમ્પાયરને પણ પરસેવો છૂટવા લાગ્યો હતો. જોકે, આ પ્રાણીએ મેદાન પર હાજર કોઈપણ ખેલાડી કે દર્શકને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું. વાસ્તવમાં આ ઝેરી પ્રાણી મોનિટર લિઝાર્ડ (Monitor Lizard) હતી. જે મોટાભાગે એશિયા અને દક્ષિણ આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે. તેને ઝેરી ગરોળી પણ કહેવામાં આવે છે. આ ઝેરી ગરોળી શ્રીલંકા અને અફઘાનિસ્તાન (SL vs AFG) વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ (First Test Match) દરમિયાન બાઉન્ડ્રી પર આવી ગઈ હતી. આ જોઈને બાઉન્ડ્રી પર ઉભેલા ઘણા ખેલાડીઓ અને અમ્પાયર્સ ડરી ગયા હતા. જો કે, મોનિટર લિઝાર્ડે મેદાન પર હાજર કોઈપણ ખેલાડી અથવા દર્શકને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું. પરંતુ મેદાન પર આવતા સુધીમાં રમતને થોડીવાર માટે રોકવી પડી હતી. પરંતુ થોડા સમય બાદ તે પોતાની મેળે જ મેદાનની બહાર નીકળી ગઇ અને ફરી એકવાર રમત શરૂ થઈ ગઈ.

આ પહેલા પણ આવું બન્યું છે

ગત વર્ષે લંકા પ્રીમિયર લીગ (Lanka Premier League) દરમિયાન મેદાનમાં સાપ ઘૂસવાને કારણે ઘણી વખત મેચ રોકવી પડી હતી. સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ (Sinhalese Sports Club) માં શુક્રવારથી શરૂ થનારી એકમાત્ર ટેસ્ટ માટે અફઘાનિસ્તાન શ્રીલંકામાં છે. આ પહેલીવાર છે જ્યારે બંને ટીમો ટેસ્ટ મેચમાં સામસામે છે. શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડી સિલ્વા (Dhananjay de Silva) એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રવાસીઓને મેચના બીજા બોલ પર મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે ઓપનર ઇબ્રાહિમ ઝદરાન (Ibrahim Zadran) 2 બોલમાં ખાતું ખોલાવ્યા વિના અસિથા ફર્નાન્ડોની બોલ પર LBW આઉટ થયો હતો.

મેચની સ્થિતિ 

જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનની ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે. જ્યાં તેણે શ્રીલંકા સામે ટેસ્ટ, વનડે અને T20 શ્રેણી રમવાની છે. જોકે, અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે માત્ર એક જ ટેસ્ટ રમાશે. જેનો શુક્રવાર 2જી ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. આ મેચ શ્રીલંકાના સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને પ્રથમ ઇનિંગમાં 198 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ અત્યાર સુધીમાં 400થી વધુ રન બનાવ્યા છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન સામે 200થી વધુ રનની લીડ પણ મેળવી લીધી છે.

આ પણ વાંચો – ICC T20 World Cup 2024 નું Schedule જાહેર, જાણો ભારતની મેચ કયા સમયે શરૂ થશે

આ પણ વાંચો – India vs England 2nd Test : હવે તો ગિલ ગયો જ…, ફ્લોપ પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટ સામે મોટા પ્રશ્નો ઉભા થયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter