+

Shoaib Malik Got Married : સાનિયા મિર્જા સાથે તલાકની અફવાઓ વચ્ચે શોએબે પાકિસ્તાની અભિનેત્રી સાથે કર્યા લગ્ન

Shoaib Malik Got Married : પૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાથી અલગ થવાની અફવાઓ વચ્ચે પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિક (Shoaib Malik) એ એકવાર ફરી લગ્ન કરી દીધા…

Shoaib Malik Got Married : પૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાથી અલગ થવાની અફવાઓ વચ્ચે પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિક (Shoaib Malik) એ એકવાર ફરી લગ્ન કરી દીધા છે. શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ (Sana Javed) સાથે લગ્ન કર્યા છે. આ તેના ત્રીજા લગ્ન છે. હાલમાં જ શોએબ મલિક અને સાનિયા મિર્ઝા (Shoaib Malik and Sania Mirza) ના અલગ થવાના સમાચાર મીડિયામાં આવ્યા હતા, પરંતુ આ દરમિયાન શોએબ મલિકે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે. શોએબ મલિકે સના જાવેદ (Sana Javed) સાથેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે.

મલિકે શેર કરી લગ્નની તસવીરો

શોએબ મલિકે (Shoaib Malik) શનિવારે, 20 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર તેના લગ્ન સમારંભની તસવીરો શેર કરી હતી. જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી સાનિયા મિર્ઝા (Sania Mirza) અને શોએબ મલિકના છૂટાછેડાની અફવાઓ ચર્ચામાં હતી. બંને છેલ્લા કેટલાક સમયથી અલગ રહેતા હતા. બુધવારે જ સાનિયા મિર્ઝાએ એક રહસ્યમય પોસ્ટ શેર કરી હતી, જેણે તેના અને શોએબ મલિક વચ્ચે છૂટાછેડાની અફવાઓને વધુ તીવ્ર બનાવી હતી. જો ,કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝા (Shoaib Malik and Sania Mirza) ના છૂટાછેડા થયા છે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

 

View this post on Instagram

 

A post shared by Shoaib Malik (@realshoaibmalik)

શોએબે સાનિયા સાથે બીજા લગ્ન કર્યા હતા

શોએબે 2010 માં સાનિયા સાથે લગ્ન કર્યા હતા. ત્યારપછી આયેશા સિદ્દીકીએ આગળ આવીને બધાને કહ્યું હતું કે, તે શોએબની પહેલી પત્ની છે અને તેને તલાક આપ્યા વિના તે ફરીથી લગ્ન કરી શકે નહીં. તે સમયે શોએબે આયેશા સાથે કોઈપણ પ્રકારના સંબંધ હોવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ મામલો વધી જતાં તેણે આયેશાને છૂટાછેડા આપી દીધા હતા. શોએબે સાનિયા સાથે લગ્ન કર્યા બાદ તેની પ્રથમ પત્ની આયેશાને તલાક આપી દીધા હતા.

શોએબ મલિકની ઈન્ટરનેશનલ કરિયર

શોએબ મલિકે વર્ષ 1999માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, ત્યારબાદ તે ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાની ટીમના મહત્વના ખેલાડીઓમાંથી એક હતો. જ્યારે મલિક ટેસ્ટ અને વનડેમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, તે હજુ પણ T20 ફોર્મેટમાં રમતા જોવા મળે છે. શોએબ મલિકાએ પાકિસ્તાની ટીમ માટે 287 ODI મેચોમાં 34.56ની એવરેજથી 7534 રન બનાવ્યા છે, જ્યારે 35 ટેસ્ટ મેચમાં તેણે 35.15ની એવરેજથી 1898 રન બનાવ્યા છે. T20 ઈન્ટરનેશનલમાં શોએબ મલિકે 124 મેચમાં 31.22ની એવરેજથી 2435 રન બનાવ્યા છે અને તેમાં 9 અડધી સદીનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો – Ayodhya Ram Temple : કોઈ પક્ષ જાય કે ન જાય હું ચોક્કસ જઈશ, જાણો કયા ક્રિકેટરે કહી આ વાત

આ પણ વાંચો – IPL Title Sponsor : જાણો કયા ગ્રુપને મળ્યા IPL 2028 સુધીના ટાઇટલ રાઈટ્સ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter