+

શિખર ધવને મજાકિયા અંદાજમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફિલ્ડિંગને ટ્રોલ કરી, કહ્યું – ‘પાકિસ્તાન અને ફિલ્ડિંગ નેવર એન્ડિંગ લવ સ્ટોરી’

ભારતીય ક્રિકેટ ટીમના સફળ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન તેમની આક્રમક બેટિંગની સાથે સાથે તેમના મજાકિયા અંદાજ માટે પણ જાણીતા છે. મંગળવારે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રેક્ટિસ…
ભારતીય ક્રિકેટ ટીમના સફળ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન તેમની આક્રમક બેટિંગની સાથે સાથે તેમના મજાકિયા અંદાજ માટે પણ જાણીતા છે. મંગળવારે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રેક્ટિસ મેચ દરમિયાન પાકિસ્તાનના ફિલ્ડર્સ દ્વારા હાસ્યાસ્પદ રીતે મિસફિલ્ડ કરાઈ હતી, જેના બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમને મજાકિયા અંદાજમાં ટ્રોલ કરવા શિખર ધવને સોશિયલ મીડિયા ઉપર પર પોસ્ટ શેર કરી હતી. વર્ષોથી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ તેના નબળા ફિલ્ડિંગ પ્રયાસોના કારણે ઘણી વાર મજાકનું પાત્ર બની ચૂકી છે , ધવને ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચનો એક વીડિયો X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) ઉપર શેર કર્યો જેમાં બે ફિલ્ડરો એક જ બોલને રોકવા માટે જતા જોવા મળ્યા હતા. પરંતુ, બન્યું એવું કે બંને ફિલ્ડર ફક્ત એક બીજાને જ જોઈ રહ્યા અને બોલ બાઉન્ડરી  તરફ આગળ વધી ગયો હતો.
ધવને આ પોસ્ટ ઉપર એક ફની કેપ્શન આપતા લખ્યું હતું કે – pakistan and fielding never ending love story #PakiatanFielding #Pakcricket

“પાકિસ્તાન પાસે સૌથી મજબૂત બોલિંગ યુનિટ” – શાદાબ ખાન
અગાઉ, પાકિસ્તાનના સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર શાદાબ ખાને કહ્યું હતું કે – ‘પાકિસ્તાન એ સૌથી મજબૂત બોલિંગ યુનિટ ધરાવતી ટીમ છે, જે ભારતની બેટિંગ-ફ્રેંડલી પિચો પર રન રોકવા સક્ષમ છે, તે ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાનો પૂરો દમખમ ધરાવે છે’. 24 વર્ષીય શાદબ ખાન પાકિસ્તાનના સ્પિન એટેક યુનિટનું નેતૃત્વ કરી રહ્યો છે જેને મધ્યની ઓવરોમાં વિકેટ ન લેવા બદલ છેલ્લા કેટલાક સમયથી આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. શાદાબ પોતે ગયા મહિને એશિયા કપની પાંચ મેચમાં માત્ર છ વિકેટ મેળવી શક્યો હતો જેમાં ચાર વિકેટ તો નેપાળ સામે રમાયેલ મેચમાં આવેલી હતી.
પરંતુ, શાદાબે એવી આશા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાનની બોલિંગ યુનિટ ગુરુવારથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં સ્ટ્રોંગ કમબેક કરશે. શાદાબે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “મને લાગે છે કે જે ટીમની પાસે શ્રેષ્ઠ બોલિંગ હશે તે વર્લ્ડ કપ જીતશે.” પાકિસ્તાનને મંગળવારે રમાયેલ ટૂર્નામેન્ટની પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 14 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
Whatsapp share
facebook twitter