+

બેટ્સમેનને શરમ આવી જાય ! બોલ એટલો ટર્ન થયો, જુઓ VIDEO

Kuwait Bowler Video : તમે સ્પીનરમાં મુરલીધરન (Muralitharan), વોર્ન (Warne), હરભજન સિંહ (Harbhajan Singh) જેવા મોટા નામ સાંભળ્યા હશે જેઓ પોતાની શાનદાર સ્પીન બોલિંગ (Spin Bowling) થી ઘણીવાર બેટ્સમેનને ચોંકાવી…

Kuwait Bowler Video : તમે સ્પીનરમાં મુરલીધરન (Muralitharan), વોર્ન (Warne), હરભજન સિંહ (Harbhajan Singh) જેવા મોટા નામ સાંભળ્યા હશે જેઓ પોતાની શાનદાર સ્પીન બોલિંગ (Spin Bowling) થી ઘણીવાર બેટ્સમેનને ચોંકાવી દેતા હતા. હવે આવું જ કઇંક તાજેતરમાં જોવા મળ્યું છે. આ બોલર કુવૈતનો છે જે મેજિક બોલ (Magic Ball) ફેંકી રહ્યો છે. તેનો એક વીડિયો (Video) હાલમાં સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થઇ રહ્યો છે. જેમા તે બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંકે છે અને બાદમાં જ્યારે બેટ્સમેન (Batsman) બોલની લાઈનમાં આવે છે ત્યારે તે ટર્ન થઇ જાય છે અને લેગ સ્ટમ્પ સાથે અથડાઇ જાય છે.

એક બોલરમાં 3 મહાન ખેલાડી જોવા મળ્યા

ક્રિકેટ જગત ઓસ્ટ્રેલિયાના દિવંગત સ્પિનર ​​શેન વોર્ન (Shane Warne) ને તેની ‘Ball Of The Century’ માટે હંમેશા યાદ રાખશે. વોર્નનો તે પ્રભાવશાળી બોલ ઇતિહાસના પાનામાં નોંધાયેલો છે. તેમના જેવો ‘Ball Of The Century’ ક્રિકેટના મેદાન પર ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ વોર્નના ‘બોલ ઓફ ધ સેન્ચ્યુરી’ જેવા બોલ સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી વખત વાયરલ થયા છે અને તેને જોયા પછી, વાસ્તવિક ‘Ball Of The Century’ કયો છે તે ઓળખવું મુશ્કેલ બની જાય છે. આવો જ એક વીડિયો (Video) હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેને વોર્નના Ball Of The Century કરતા પણ વધુ સારી ગણી રહ્યા છે.

વિચિત્ર એક્શન સાથે બોલિંગ અને બેટ્સમેન આઉટ

વાયરલ વીડિયોમાં બોલ એટલો બધો ટર્ન લે છે કે તેની કોઈને કલ્પના પણ નહોતી. પરંતુ આ બોલને જોયા પછી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયો કુવૈતના ગામડાના ક્રિકેટનો હોવાનું કહેવાય છે, જ્યાં બોલર વિચિત્ર એક્શન સાથે બોલિંગ કરી રહ્યો છે. પરંતુ તેના દ્વારા ફેંકવામાં આવેલો બોલ એટલો બધો ટર્ન લે છે કે ખુદ બોલરે પણ તેના વિશે ક્યારેય વિચાર્યું નહીં હોય. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બોલર તેના બોલને ફ્લાઈટ આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ ઓફ સ્ટમ્પને ફટકાર્યા બાદ બોલ એટલો ફરે છે કે તે સીધો વિકેટ સાથે અથડાય છે. આ જોઈને મેદાન પર હાજર ખેલાડીઓની સાથે સાથે બેટ્સમેન અને વિકેટકીપર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

આ પણ વાંચો – IND vs ENG, Rajkot Test : ત્રીજી મેચ પહેલા મુશ્કેલીમાં આવી Team India

આ પણ વાંચો – AUS vs WI : રન આઉટ હોવા છતા એમ્પાયરે બેટ્સમેનને ન આપ્યો આઉટ, જાણો કેમ

આ પણ વાંચો – જે ખેલાડીને જોઇ આવતી હતી ધોનીની યાદ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેણે નિવૃત્તિની કરી જાહેરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter