+

જે ખેલાડીને જોઇ આવતી હતી ધોનીની યાદ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેણે નિવૃત્તિની કરી જાહેરાત

એક સમયે પોતાના લાંબા વાળ અને ધોની જેવા મોટા શોટ માટે પ્રખ્યાત સૌરભ તિવારી (Saurabh Tiwary) ટીમ ઈન્ડિયા તરફથી રમવામાં સફળ રહ્યો હતો પરંતુ હવે તેણે પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા કહેવાની…

એક સમયે પોતાના લાંબા વાળ અને ધોની જેવા મોટા શોટ માટે પ્રખ્યાત સૌરભ તિવારી (Saurabh Tiwary) ટીમ ઈન્ડિયા તરફથી રમવામાં સફળ રહ્યો હતો પરંતુ હવે તેણે પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા કહેવાની જાહેરાત કરી છે. ઝારખંડ (Jharkhand) થી આવતા આ ખેલાડીએ પોતાના નિર્ણયથી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. ભારત માટે 3 ODI મેચ રમનાર સૌરભ તિવારીએ સોમવારે, 12 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (international cricket) માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે 2010માં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે વનડે ડેબ્યૂ (ODI debut) કર્યું હતું. જે બાદ તે માત્ર 3 ODI મેચ રમી શક્યો હતો. સૌરભ તિવારીએ તેની છેલ્લી વનડે મેચ 2010માં ન્યૂઝીલેન્ડ (New Zealand) સામે રમી હતી. જે બાદ તેને ફરીથી ભારત તરફથી રમવાની તક મળી નથી.

સૌરભે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ધોની કરતા વધુ રન બનાવ્યા

સૌરભ તિવારી છેલ્લા કેટલાક સમયથી ઘૂંટણની ઈજાથી પીડાઈ રહ્યો હતો પરંતુ તે સતત સ્થાનિક ક્રિકેટ રમી રહ્યો હતો. તેણે 11 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. સૌરભે 2006-07ની રણજી ટ્રોફી સિઝનમાં 17 વર્ષની ઉંમરે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે 115 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 47.51ની એવરેજથી 8030 રન બનાવ્યા છે. તેણે 22 સદી અને 34 અડધીસદી ફટકારી છે. સૌરભે ફર્સ્ટ ક્લાસમાં ધોની કરતા વધુ રન બનાવ્યા છે. ધોનીએ 131 મેચમાં 7038 રન બનાવ્યા છે. સૌરભ એ ભારતીય ટીમનો ભાગ હતો જેણે 2008માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો, જેનું નેતૃત્વ વિરાટ કોહલીએ કર્યું હતું. તિવારીએ 2008માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે IPL ની શરૂઆત કરી હતી. મુંબઈ સિવાય, તે IPL માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સનો ભાગ હતો.

કેવુ રહ્યું ફર્સ્ટ ક્લાસ અને IPL કેરિયર ?

સૌરભ તિવારીએ તેની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ વર્ષ 2006માં રમી હતી. તેણે અત્યાર સુધી 115 મેચમાં 8030 રન બનાવ્યા છે જેમાં 22 સદી સામેલ છે. આ સિવાય તેણે 116 લિસ્ટ-એ મેચોમાં 46.55ની એવરેજથી 4050 રન બનાવ્યા છે, જેમાં 6 સદી સામેલ છે. તેણે ભારતીય ટીમ માટે ત્રણ વનડે મેચ પણ રમી છે, જેમાં તે માત્ર 49 રન જ બનાવી શક્યો હતો. તેણે IPL ની 93 મેચોમાં 28.73ની એવરેજ અને 120.1ની સ્ટ્રાઈક રેટથી 1244 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 અડધી સદી ફટકારી હતી. IPL 2010માં તેના શાનદાર પ્રદર્શન બાદ સૌરભને એશિયા કપ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. તેને એશિયા કપમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. તેણે ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું.

નિવૃત્તિ પર શું કહ્યું ?

સૌરભ તિવારીએ કહ્યું કે, આ પ્રવાસને અલવિદા કહેવું થોડું મુશ્કેલ છે. પરંતુ મને ખાતરી છે કે આ તેના માટે યોગ્ય સમય છે. મને લાગે છે કે જો તમે રાષ્ટ્રીય ટીમ અને IPL માં ન હોવ તો યુવા ખેલાડી માટે રાજ્યની ટીમમાં જગ્યા ખાલી કરવી વધુ સારું છે. યુવાનોને ઘણું મળી રહ્યું છે. અમારી ટેસ્ટ ટીમમાં શક્યતાઓ ઓછી છે, તેથી જ હું આ નિર્ણય લઈ રહ્યો છું. તમે રણજી અને છેલ્લી સ્થાનિક સિઝનમાં મારો રેકોર્ડ જોઈ શકો છો. હંમેશા પૂછવામાં આવે છે કે હું આગળ શું કરવા જઈ રહ્યો છું અને અત્યારે હું માત્ર એટલું જ જાણું છું કે ક્રિકેટ જ એવી ચીજ છે જે હું જાણું છું તેથી હું રમતને વળગી રહીશ. મને રાજનીતિની ઓફર પણ મળી છે પરંતુ મેં તેના વિશે વિચાર્યું નથી.

ઓસ્ટ્રેલિયા સામે કર્યું હતું ડેબ્યુ

સૌરભ તિવારીએ ભારત માટે 2010માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાની ડેબ્યૂ મેચ રમી હતી, પરંતુ તે ભારત માટે વધુ મેચ રમી શક્યો નહોતો. તેને ભારત માટે માત્ર 3 ODI મેચ રમવાની તક મળી હતી. જેમાં તેણે 49 રન બનાવ્યા હતા. નિવૃત્તિ અંગે સૌરભ તિવારીએ કહ્યું કે મેં મારા પ્રદર્શનના આધારે આ નિર્ણય લીધો નથી. ડોમેસ્ટિક ક્રિકેટમાં મારો રેકોર્ડ શાનદાર છે. આ પછી તેણે કહ્યું કે, મને વારંવાર પૂછવામાં આવે છે કે આ પછી હું શું કરીશ, જોકે હું માત્ર ક્રિકેટ જ જાણું છું, તેથી ભવિષ્યમાં પણ આ રમત સાથે જોડાયેલો રહીશ.

આ પણ વાંચો – IND vs ENG, Rajkot Test : ત્રીજી મેચ પહેલા મુશ્કેલીમાં આવી Team India

આ પણ વાંચો – AUS vs WI : રન આઉટ હોવા છતા એમ્પાયરે બેટ્સમેનને ન આપ્યો આઉટ, જાણો કેમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter