+

રિયાન પરાગની છત્તીસગઢ સામે ટેસ્ટમાં T-20 જેવી તોફાની ઇનિંગ્સ, વાંચો અહેવાલ

રિયાન પરાગે છત્તીસગઢ સામે સદી ફટકારી : IPL માં રાજસ્થાન રોયલ્સના ટોપ પ્લેયર્સમાંથી એક રિયાન પરાગે હાલ રાયપુરમાં છત્તીસગઢ અને આસામ વચ્ચે રણજી ટ્રોફી ગ્રુપ B ની મેચમાં ધૂમ મચાવી…

રિયાન પરાગે છત્તીસગઢ સામે સદી ફટકારી : IPL માં રાજસ્થાન રોયલ્સના ટોપ પ્લેયર્સમાંથી એક રિયાન પરાગે હાલ રાયપુરમાં છત્તીસગઢ અને આસામ વચ્ચે રણજી ટ્રોફી ગ્રુપ B ની મેચમાં ધૂમ મચાવી છે. રિયાન પરગે શાનદાર બેટિંગ કરતાં 155 રનની ધૂઆધાર પારી રમીને સૌને આશ્ચર્યમાં મૂક્યા છે.  આ મેચની પ્રથમ ઈનિંગમાં આસામના કેપ્ટન રિયાન પરાગનું બેટ શાંત રહ્યું હતું, પરંતુ બીજી ઈનિંગમાં તેણે શાનદાર બેટિંગ કરીને બધાને દિવાના બનાવી દીધા હતા.

રિયાન પરાગ

રિયાન પરાગ

યુવા રિયાન પરાગની તૂફાની પારી 

22 વર્ષીય ઓલ રાઉંડર પરાગ બીજી ઇનિંગમાં આસામ માટે નંબર 4 ઉપર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે માત્ર 87 બોલનો સામનો કરીને 178.16ના સ્ટ્રાઈક રેટથી 155 રનની શાનદાર સદી ફટકારી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 11 ચોગ્ગા અને 12 શાનદાર છગ્ગા આવ્યા હતા. મેચ દરમિયાન તેણે માત્ર સિક્સર અને ફોરની મદદથી 116 રન બનાવ્યા હતા.

એડે ગઈ પરાગની પારી, આસામ મેચ હાર્યું

રિયાન પરાગની આ શાનદાર ઇનિંગ છતાં આસામની ટીમને છત્તીસગઢ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. રાયપુરમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા છત્તીસગઢની ટીમ 327 રન બનાવી શકી હતી. પ્રથમ દાવમાં આસામની ટીમ માત્ર 159 રનમાં સમેટાઈ ગઈ હતી.

આસામને સસ્તામાં આઉટ કર્યા પછી, છત્તીસગઢે તેમને અનુસરવા માટે આમંત્રણ આપ્યું. ફોલોઓન રમતી વખતે પરાગ શાનદાર લયમાં જોવા મળ્યો હતો. આમ છતાં આખી ટીમ 254 રનમાં સમેટાઈ ગઈ હતી. છત્તીસગઢની ટીમે 86 રનના ટાર્ગેટને કોઈ પણ નુકશાન વિના સરળતાથી હાંસલ કરી લીધો હતો. આમ આ મેચમાં છત્તીસગઢની ટીમે 10 વિકેટે મોટી જીત મેળવી હતી.

રિયાનના IPL માં પ્રતિભા અનુસાર આંકડા નહીં

યુવા રિયાન પરાગ IPL માં રાજસ્થાન રોયલ્સ ટીમ માટે ભાગ લે છે. અત્યાર સુધીમાં તે દેશની પ્રતિષ્ઠિત લીગમાં કુલ 54 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 44 ઇનિંગ્સમાં 16.22ની એવરેજથી પોતાના બેટથી 600 રન બનાવ્યા છે. IPLમાં તેના નામે બે અડધી સદી છે. બોલિંગ કરતી વખતે તેને 19 ઇનિંગ્સમાં 70.0ની એવરેજથી ચાર સફળતા મળી છે.

આ પણ વાંચો — Shakib Al Hasan : બાંગ્લાદેશી ક્રિકેટર ફરી વિવાદમાં, જાહેરમાં ફેનને ઝીંકી દીધો લાફો, જુઓ Video

 

 

Whatsapp share
facebook twitter