+

PM Modi એ ગ્રાન્ડ સ્લેમ જીતવા પર Rohan Bopanna ને પાઠવ્યા અભિનંદન…

PM નરેન્દ્ર મોદી (Narendra Modi)એ રોહન બોપન્ના (Rohan Bopanna)ને 43 વર્ષની ઉંમરે ગ્રાન્ડ સ્લેમ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે . PM મોદી (PM Modi)એ કહ્યું કે રોહન બોપન્ના (Rohan Bopanna)ની…

PM નરેન્દ્ર મોદી (Narendra Modi)એ રોહન બોપન્ના (Rohan Bopanna)ને 43 વર્ષની ઉંમરે ગ્રાન્ડ સ્લેમ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે . PM મોદી (PM Modi)એ કહ્યું કે રોહન બોપન્ના (Rohan Bopanna)ની અદ્ભુત યાત્રા એ એક સુંદર રીમાઇન્ડર છે કે લોકોની ક્ષમતાઓ તેમની ભાવના, મહેનત અને દ્રઢતા દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. PM મોદીએ ‘X’ પર પોતાની પોસ્ટમાં કહ્યું- અપવાદરૂપે પ્રતિભાશાળી રોહન બોપન્ના વારંવાર સાબિત કરે છે કે ઉંમર કોઈ અવરોધ નથી. તેની ઐતિહાસિક ઓસ્ટ્રેલિયન ઓપન જીત બદલ તેને અભિનંદન. તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”

રોહન બોપન્ના (Rohan Bopanna)એ મેથ્યુ એબ્ડેન સાથે મળીને શનિવારે અહીં સિમોન બોલેલી અને એન્ડ્રીયા વાવાસોરી પર શાનદાર જીત મેળવીને ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. આ સાથે, તે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાની સિદ્ધિ હાંસલ કરનારો ત્રીજો ભારતીય ખેલાડી બન્યો. બીજી ક્રમાંકિત બોપન્ના-એબ્ડેનની જોડીએ એક કલાક અને 39 મિનિટ સુધી ચાલેલી ફાઇનલમાં બિનક્રમાંકિત ઇટાલિયન જોડી સામે 7-6(0) 7-5થી જીત મેળવી હતી.

તમને જણાવી દઈએ કે ભારતીય ટેનિસ દિગ્ગજ રોહન બોપન્ના (Rohan Bopanna)એ તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન સાથે મળીને ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સમાં ઈટાલીના સિમોન બોલેલી અને એન્ડ્રીયા વાવાસોરીને 7-6, 7-5થી હરાવીને તેની મેન્સ ડબલ્સ કારકિર્દીની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ જીતી હતી. અંતિમ સોમવારે જારી કરાયેલી તાજેતરની રેન્કિંગમાં વિશ્વનો નંબર વન ડબલ્સ પ્લેયર બનવા માટે તૈયાર બોપન્ના 43 વર્ષની ઉંમરે સૌથી મોટી ઉંમરના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બની ગયો છે.

બોપન્ના અને એબ્ડેનનું આ એકસાથે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. જ્યારે રોહન માટે આ પ્રથમ મેન્સ ડબલ્સ ટાઈટલ અને એકંદરે બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. અગાઉ બોપન્નાએ તેની કેનેડિયન પાર્ટનર ગેબ્રિએલા ડાબ્રોવસ્કી સાથે મિક્સ્ડ ડબલ્સમાં 2017 ફ્રેન્ચ ઓપન જીતી હતી. મેચ બાદ બોપન્નાએ કહ્યું, “હું 43 વર્ષનો નહીં, પરંતુ 43માં સ્તર પર છું અને આ મારા અદ્ભુત ઓસ્ટ્રેલિયન સાથી ખેલાડીઓ વિના શક્ય ન હોત.”

આ પણ વાંચો : Aus open 2024: 43 વર્ષીય Rohan Bopanna એ Tennis માં ભારતને ગૌરવ અપાવ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter