ICC World Cup 2023ની 34મી મેચમાં શુક્રવારે લખનૌના એકાના સ્ટેડિયમમાં નેધરલેન્ડ અને અફઘાનિસ્તાન (NED vs AFG) વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચને અફઘાનિસ્તાને જીતી વર્લ્ડ કપ 2023 માં જીતની હૈટ્રીક લગાવી દીધી છે. અફઘાનિસ્તાને શુક્રવારે નેધરલેન્ડ સામે 7 વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. આ તેની ટૂર્નામેન્ટમાં ચોથી જીત છે. આ ટીમ હવે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે અનુક્રમે 7 અને 10 નવેમ્બરે બે મોટી મેચ રમવાની છે. જો આ ટીમ આ બે અડચણોને પાર કરી લે તો સેમીફાઈનલમાં પહોંચીને બધાને ચોંકાવી શકે છે.
વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનનો આ સતત ત્રીજો વિજય
જણાવી દઇએ કે, મેચમાં નેધરલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન પ્રથમ બેટિંગ કરવા આવેલી નેધરલેન્ડે 46.3 ઓવરમાં 10 વિકેટના નુકસાન પર 179 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન ટાર્ગેટનો પીછો કરવા ઉતર્યો અને 31.3 ઓવરમાં 7 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું. અફઘાનિસ્તાનને 180 રનનો ટાર્ગેટ મળ્યો સરળતાથી મેળવી લીધો હતો. અફઘાનિસ્તાને વર્તમાન વર્લ્ડ કપમાં સાત મેચમાં એકંદરે ચોથી જીત મેળવી છે. અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલની રેસમાં યથાવત છે. તેના 8 પોઈન્ટ છે. નેધરલેન્ડને તેની પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. તેના ખાતામાં 4 પોઈન્ટ છે. વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનનો આ સતત ત્રીજો વિજય છે.
𝐀𝐅𝐆𝐇𝐀𝐍𝐈𝐒𝐓𝐀𝐍 𝐖𝐈𝐍! #AfghanAtalan, led by half-centuries from the skipper @Hashmat_50 (56*) and @RahmatShah_08 (52), successfully chased down the target by 7 wickets to register 4th victory at the ICC #CWC23.
Well done Atalano! #AFGvNED | #WarzaMaidanGata pic.twitter.com/zNLiW1Fakx
— Afghanistan Cricket Board (@ACBofficials) November 3, 2023
અફઘાનિસ્તાન પાકિસ્તાનથી આગળ નીકળ્યું
આ જીત સાથે અફઘાનિસ્તાનની ટીમે પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની બરાબરી કરી લીધી છે. આટલું જ નહીં અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ્સના મામલે પણ પાકિસ્તાનથી આગળ થઈ ગઈ છે. અફઘાનિસ્તાનના હવે 7 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ છે. આ ટીમ હવે ટેબલમાં પાંચમા સ્થાને આવી ગઈ છે. આ હાર બાદ નેધરલેન્ડનું સેમીફાઈનલનું સપનું રોળાઈ ગયું છે. ડચ ટીમ હવે 7માંથી 5 મેચ હારી ગઈ છે. જ્યારે આ ટીમે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે પણ બે મેચ જીતી છે. સીબ્રાન્ડે 86 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 58 રનની અડધી સદી ફટકારી હતી.
Solid Afghanistan win third game in a row to boost their #CWC23 semi-final chances #NEDvAFG : https://t.co/S7lsxqrAFY pic.twitter.com/KMTzaqYzbK
— ICC Cricket World Cup (@cricketworldcup) November 3, 2023
આ સિવાય મેક્સ ઓ’ડાઉડે 40 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 42 રન અને એકરમેને 35 બોલમાં 29 રન બનાવ્યા હતા. આ સિવાય છ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચતા પહેલા જ આઉટ થઈ ગયા હતા. આ સાથે જ ટોપ ઓર્ડરના 4 બેટ્સમેન રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ નબીએ 9.3 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સિવાય નૂર અહેમદે 2 અને મુજીબ ઉર રહેમાને 2 વિકેટ લીધી હતી. નેધરલેન્ડે 46.3 ઓવરમાં 179 રનમાં તમામ વિકેટ ગુમાવી દીધી હતી.
રહમત શાહ અને હશમતુલ્લાએ અડધી સદી ફટકારી હતી
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાન ટીમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. પ્રથમ 10 ઓવરમાં નેધરલેન્ડે ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝને 10 રન અને ઈબ્રાહિમ ઝદરાનને 20 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યા હતા. પરંતુ અફઘાનિસ્તાન આમાંથી બહાર નીકળી ગયો અને ઝડપથી રમતમાં પાછો ફર્યો હતો.
આ પણ વાંચો – વિશ્વની સૌથી લોકપ્રિય લીગ IPL ને ખરીદવા માગે છે સાઉદી અરેબિયા! જાણો શું છે યોજના
આ પણ વાંચો – T20 World Cup 2024 માં આ બે નવી ટીમોની થશે એન્ટ્રી, આ ટીમને 9 વર્ષ બાદ ટૂર્નામેન્ટમાં મળી જગ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે