+

IPL Points Table : રાજસ્થાને એક જીત સાથે મેળવ્યું પ્રથમ સ્થાન, આ ટીમો ટોપ-4 માં

IPL Points Table : ટૂર્નામેન્ટની શરૂઆત ખૂબ જ શાનદાર રહી છે. CSK અને RCB ની મેચથી શરૂ થયેલી ટૂર્નામેન્ટમાં હવે તમામ 10 ટીમો પોતાની 1-1 મેચ રમી ચુકી છે. ગઈકાલે…

IPL Points Table : ટૂર્નામેન્ટની શરૂઆત ખૂબ જ શાનદાર રહી છે. CSK અને RCB ની મેચથી શરૂ થયેલી ટૂર્નામેન્ટમાં હવે તમામ 10 ટીમો પોતાની 1-1 મેચ રમી ચુકી છે. ગઈકાલે રવિવારના રોજ બપોરે રાજસ્થાન રોયલ્સે (Rajashthan Royals) લખનૌની ટીમને હરાવી તો બીજી તરફ સાંજે ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ને રોમાંચક મેચમાં હરાવ્યું હતું. રવિવારે ગુજરાત અને રાજસ્થાનની જીત સાથે IPL 2024ના પ્રથમ સપ્તાહના પોઈન્ટ ટેબલ (Points Table) નું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. આ પોઈન્ટ ટેબલમાં જ્યા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) ટોપ-4માં છે. તો બીજી તરફ શ્રેયસ ઐયર (Shreyash Iyer) ની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Night Riders) તેની પ્રથમ મેચ જીતીને 5માં સ્થાને છે.

Points Table ના ટોપ પર રાજસ્થાનની ટીમ

અત્યાર સુધીમાં 5 ટીમોએ તેમના ખાતા ખોલાવી દીધા છે, જ્યારે બાકીની 5 ટીમો હજુ તેની રાહ જોઈ રહી છે. ટીમોની રેન્કિંગ સાથે તેમના રન રેટ અને પોઈન્ટ ટેબલ પણ પ્રથમ મેચમાં જ તેમના પ્રદર્શનના આધારે નક્કી કરવામાં આવે છે. રાજસ્થાન રોયલ્સે રવિવારે સાંજે પોતાની પ્રથમ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 20 રનથી હરાવ્યું હતું. ટીમનો નેટ રન રેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય ટીમો કરતા વધારે છે, જેના કારણે RR પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. RR નો નેટ રન રેટ 1 છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ +0.779 ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે, પંજાબ કિંગ્સ (+0.455) ત્રીજા સ્થાને છે અને ગુજરાત ટાઇટન્સ (+0.300) ચોથા સ્થાને છે. KKRનો નેટ રન રેટ +0.200 છે તે પાંચમાં સ્થાને છે. જો ટૂર્નામેન્ટની સૌથી ખરાબ ટીમની વાત કરીએ તો તે લખનૌ સુપર જાયન્ટ્સ છે. RR સામેની મેચ હાર્યા બાદ, ટીમ 10મા ક્રમે છે, જ્યારે RCB 9મા, દિલ્હી કેપિટલ્સ 8મા, મુંબઈ ઈન્ડિયન્સ 7મા અને સનરાઈઝર્સ હૈદરાબાદ છઠ્ઠા ક્રમે છે.

હાર્દિકની જુની ટીમે જ આપ્યો તેને ઝટકો

IPL 2024 ની 5મી મેચ ગુજરાત અને મુંબઈ વચ્ચે રમાઈ હતી. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ પ્રથમ વખત બનવા જઈ રહ્યો હતો જ્યારે હાર્દિક પંડ્યા તેની પોતાની જૂની ટીમ સામે રમવા જઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં ચાહકોએ પણ આ મેચનો ભરપૂર આનંદ લીધો હતો. ગુજરાતના કરોડો ચાહકો મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને હાર્દિક પંડ્યાના વિશ્વાસઘાતનો બદલો લેવા માંગતા હતા. શુભમન ગિલ તેની કપ્તાની હેઠળ MI ને હરાવીને ન માત્ર આશ્ચર્યચકિત કર્યું છે, પરંતુ પોઈન્ટ ટેબલનો ચહેરો પણ બદલી નાખ્યો છે.

હવે પોઈન્ટ ટેબલ કેવું દેખાય છે?

ઉલ્લેખનીય છે કે, IPL 2024ની પ્રથમ મેચમાં ચેન્નાઈએ RCBને એકતરફી હરાવ્યું હતું. આ જીત બાદ થાલાની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. જોકે, રાજસ્થાનની જીત બાદ ચેન્નાઈનું પદ છીનવી લેવામાં આવ્યું છે. રાજસ્થાને લખનૌને હરાવી પોઈન્ટ ટેબલમાં ટોપ પર પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે ચેન્નાઈની ટીમ બીજા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ ગુજરાતે મુંબઈને હરાવીને KKRને આંચકો આપ્યો છે. આ મેચ પહેલા KKR ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને હતી, પરંતુ હવે તે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. હવે ગુજરાતની ટીમે ચોથા સ્થાન પર કબજો જમાવ્યો છે.

IPL 2024 ઓરેન્જ કેપ લિસ્ટ- ટોપ 10

રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને સિઝનની પહેલી જ મેચમાં શાનદાર શરૂઆત કરી છે. તેણે 82 અણનમ રન બનાવ્યા હતા. આ વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેને 52 બોલની ઈનિંગમાં 3 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. તે તમામ ટીમોની દરેક મેચ પછી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

IPL 2024 Orange Cap and Purple Cap

IPL 2024 Orange Cap and Purple Cap

IPL 2024 પર્પલ કેપ લિસ્ટ- ટોપ 10

આ સીઝનની શરૂઆતની મેચમાં જ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને 4 વિકેટ પોતાના નામે કરી હતી. અહીં તેણે 29 રન આપીને આ 4 સફળતાઓ હાંસલ કરી અને હાલમાં તે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સમાં પ્રથમ સ્થાને છે. આ સ્થિતિમાં, તેમના માથા પર પર્પલ ટોપી શોભે છે.

આ પણ વાંચો – RCB VS PBKS : કિંગ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આજે ટકરાશે ગબ્બર ધવનની પંજાબ સાથે, જાણો શું હશે મેચના હાલ

આ પણ વાંચો – MI vs GT : રોમાંચક મેચમાં ગુજરાતની શાનદાર જીત, મુંબઈને 6 રને હરાવ્યું

Whatsapp share
facebook twitter