+

IPL 2024 : નવા નિયમો સાથે શરૂ થવા જઇ રહ્યો છે ક્રિકેટનો મહાસંગ્રામ

ક્રિકેટનો મહાસંગ્રામ એટલે કે IPL 2024 બે દિવસમાં શરૂ થવાનો છે. તે પહેલા આ મેગા ઈવેન્ટના નિયમો (Rules) માં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, IPL…

ક્રિકેટનો મહાસંગ્રામ એટલે કે IPL 2024 બે દિવસમાં શરૂ થવાનો છે. તે પહેલા આ મેગા ઈવેન્ટના નિયમો (Rules) માં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, IPL 2024 માં DRS (Decision Review System) ને નાબૂદ કરવામાં આવશે અને તેની જગ્યાએ નવી સિસ્ટમ (New System) લાવવામાં આવશે. જે નવી સિસ્ટમ લાવવામાં આવી રહી છે તેનું નામ SRS (Smart Review System) છે.

જાણો કેમ લાવવામાં આવી શકે છે SRS

IPL ને હવે બે દિવસનો સમય બાકી છે ત્યારે ક્રિકેટ ફેન્સ (Cricket Fans) આ મેગા ઈવેન્ટને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. આ વખતે ક્રિકેટ ફેન્સને IPL માં ઘણા નવા નિયમો જોવા મળી શકે છે. જેમા એક SRS છે જે DRS ને નાબૂદ કરીને લાવવામાં આવી શકે છે. આ DRS નું નોધપાત્ર અપડેટ વર્ઝન છે. આ સિસ્ટમની રજૂઆતથી એમ્પાયર (Empire) ને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, IPL 2024માં DRSને SRSમાં બદલી દેવામાં આવશે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે SRS (Smart Review System) દ્વારા વધુ સચોટ નિર્ણયો લઈ શકાય છે, જે DRSમાં શક્ય નથી.

આ માટે Smart replay system તૈયાર કરવામાં આવશે. આ નવી સિસ્ટમથી નિર્ણય લેવામાં વધુ વિલંબ થશે નહીં. આ સિસ્ટમ શરૂ થયા પછી, કોઈપણ એક ઘટનાને ઘણા જુદા જુદા ખૂણાઓથી બતાવવામાં આવશે, આ ઉપરાંત, તેમાં ઘણી વિભાજિત સ્ક્રીન પણ બતાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે Smart replay system હેઠળ, ટીવી અમ્પાયર હોક-આઈ ઓપરેટર્સ પાસેથી સીધા ઇનપુટ પ્રાપ્ત કરી શકશે. આ માટે કોઈ મધ્યસ્થી હશે નહીં. આ માટે સમગ્ર સ્ટેડિયમમાં અલગથી કુલ 8 કેમેરા લગાવવામાં આવશે, જે ખાસ કરીને Smart replay system પર કામ કરશે.

BCCI તરફથી કોઈ સત્તાવાર માહિતી નથી

અગાઉની નિર્ણય સમીક્ષા પ્રણાલીમાં, ટીવી ડિરેક્ટર થર્ડ અમ્પાયર અને હોક-આઈ ઓપરેટર વચ્ચે સંચાર તરીકે કામ કરતા હતા. પરંતુ Smart replay system માં આવું નહીં થાય. આમાં ટીવી ડિરેક્ટર માટે કોઈ કામ નહીં હોય. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્માર્ટ રિવ્યુ સિસ્ટમને ધ્યાનમાં રાખીને BCCIએ ભારત અને વિદેશના કુલ 15 અમ્પાયરો સાથે 2 દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું. આ અંગે હજુ સુધી BCCI તરફથી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ આશા છે કે BCCI IPL 2024ની શરૂઆત પહેલા આની જાહેરાત કરશે. જો આમ થશે તો નિર્ણયો વધુ સચોટ રીતે લઈ શકાશે.

આ પણ વાંચો – RCB Change Name: રોયલ ચેલેન્જર્સ બેંગલોર હવે આ નામે ઓળખાશે…

આ પણ વાંચો – IPL 2024 commentators: IPL Commentary Box માં ફરી એકવાર નવજોત સિંહ સિદ્ધુની થઈ એન્ટ્રી

આ પણ વાંચો – PSL 2024 : ડ્રેસિંગ રૂમમાં Smoking કરતા કેમેરામાં કેદ થયો આ ક્રિકેટર, જુઓ Video

Whatsapp share
facebook twitter