+

IPL 2024 Award List : ચેમ્પિયન ટીમ પર પૈસાનો વરસાદ, હૈદરાબાદને મળ્યા કરોડો, જાણો ખેલાડીઓમાં કોને શું મળ્યા?

IPL 2024 Award List : કોલકતા નાઈટ રાઈડર્સ(KKR) ની IPL 2024 માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ જીતની આશા મેગા ઇવેન્ટ પૂર્ણ થઇ ગઇ છે. કોલકતાની ટીમે (Kolkata Team) ત્રીજી વખત…

IPL 2024 Award List : કોલકતા નાઈટ રાઈડર્સ(KKR) ની IPL 2024 માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ જીતની આશા મેગા ઇવેન્ટ પૂર્ણ થઇ ગઇ છે. કોલકતાની ટીમે (Kolkata Team) ત્રીજી વખત આ ટાઈટલ પોતાના નામે કર્યું છે. ટીમને આ વર્ષે તેના શાનદાર પ્રદર્શનનું ફળ મળ્યું છે. IPL 2024 ચેમ્પિયન બન્યા પછી, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ સાથે એક ચમકદાર ટ્રોફી મળી છે. ઉપવિજેતા સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને પણ 12.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી હતી. આ સિવાય ઓરેન્જ કેપ (Orange Cap), પર્પલ કેપ (Purple Cap) અને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન (Emerging Player of the Season) જેવા ઘણા એવોર્ડ આપવામાં આવ્યા હતા, ચાલો IPL 2024 ના એવોર્ડ લિસ્ટ (Award List) પર એક નજર કરીએ…

KKR ને 20 કરોડ તો SRH ને મળ્યા રૂપિયા 12.50 કરોડ

IPL 2024 ની ફાઇનલ મેચ બાદ એવોર્ડ સમારોહ (Award Ceremony) નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેમ્પિયન અને રનર અપ ટીમો (Champion and Runner-up Teams) પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 20 કરોડ રૂપિયા મળ્યા જ્યારે ઉપવિજેતા સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 12.50 કરોડ રૂપિયા મળ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી (Nitish Reddy) આ વખતે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન (Emerging Player of the Season) તરીકે ચૂંટાયા હતા. તેને 10 લાખ રૂપિયા અને ટ્રોફી આપવામાં આવી હતી.

સિઝનમાં સૌથી વધુ સિક્સર મારવા બદલ અભિષેક શર્મા (Abhishek Sharma) ને સિઝનના સુપર સિક્સર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ઈલેક્ટ્રીક સ્ટ્રાઈકર ઓફ ધ સીઝનનો એવોર્ડ (Electric Striker of the Season Award) દિલ્હી કેપિટલ્સના જેક ફ્રેઝર મેગરકે (Jake Fraser Mcgurk) જીત્યો હતો. આ સિવાય ફરી એકવાર ઓરેન્જ કેપ (Orange Cap) વિરાટ કોહલી (Virat Kohli) ના હાથમાં ગઈ જ્યારે હર્ષલ પટેલે (Harshal Patel) પર્પલ કેપ (Purple Cap) ની રેસ જીતી.

IPL 2024 પુરસ્કારોની યાદી

 • ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન- નીતિશ રેડ્ડી, 10 લાખ
 • શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ- જેક ફ્રેઝર-મેકગર્ક, 10 લાખ
 • ફૅન્ટેસી પ્લેયર ઑફ ધ સિઝન- સુનીલ નારાયણ, 10 લાખ
 • સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા- ટ્રેવિસ હેડ, 10 લાખ
 • સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારી- અભિષેક શર્મા, 10 લાખ
 • કેચ ઓફ ધ સીઝન- રમનદીપ સિંહ, 10 લાખ
 • ફેર પ્લે એવોર્ડ- સનરાઇઝર્સ હૈદરાબાદ, 10 લાખ
 • પર્પલ કેપ- હર્ષલ પટેલ, 10 લાખ
 • ઓરેન્જ કેપ- વિરાટ કોહલી, 10 લાખ
 • MVP- સુનીલ નારાયણ, 10 લાખ
 • પિચ અને ગ્રાઉન્ડ પ્રાઈઝ – હૈદરાબાદ, 50 લાખ રૂપિયા
 • રનર-અપ- સનરાઇઝર્સ હૈદરાબાદ, રૂ. 12.5 કરોડ
 • વિજેતા- કોલકાતા નાઈટ રાઈડર્સ, 20 કરોડ

KKR vs SRH IPL 2024 Final એવોર્ડ

 • સ્ટ્રાઈકર ઓફ ધ મેચ- વેંકટેશ ઐયર, 1 લાખ
 • મેચમાં સુપર સિક્સ- વેંકટેશ ઐયર, 1 લાખ
 • મેચમાં સૌથી વધુ ચાર- રહેમાનુલ્લા ગુરબાઝ, 1 લાખ
 • ગ્રીન ડોટ બોલ- હર્ષિત રાણા, 1 લાખ
 • પ્લેયર ઓફ ધ મેચ- મિશેલ સ્ટાર્ક, 5 લાખ

પ્લેઓફમાં પહોંચેલી ટીમો પણ સમૃદ્ધ બની હતી

IPL 2024 પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ત્રીજા સ્થાને અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચોથા સ્થાને હતું. આ બંને ટીમો પર પણ પૈસાનો વરસાદ થયો હતો. ત્રીજા સ્થાને રહેલી સંજુ સેમસનની ટીમને 7 કરોડ રૂપિયા જ્યારે ચોથા સ્થાને રહેલી RCBને 6.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી હતી. બીજું, બેસ્ટ પિચ અને ગ્રાઉન્ડનો એવોર્ડ રાજીવ ગાંધી સ્ટેડિયમ, હૈદરાબાદને આપવામાં આવ્યો હતો.

KKR vs SRH Final Match કેવી રહી?

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી સનરાઈઝર્સ હૈદરાબાદે (SRH) પ્રથમ 6 ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને પરાજય આપ્યો હતો. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા (Tracis Head and Abhishek Sharma) જેવા વિસ્ફોટક બેટ્સમેન પ્રથમ બે ઓવરમાં આઉટ થયા બાદ ટીમ રિકવર કરી શકી ન હતી. SRH ની ટીમ KKR ના બોલિંગ આક્રમણ સામે ટકી શક્યું ન હતું અને સમગ્ર ટીમ 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આન્દ્રે રસેલે સૌથી વધુ 3 જ્યારે મિચેલ સ્ટાર્ક અને હર્ષિત રાણાને 2-2 વિકેટ મળી હતી. આ સ્કોરનો પીછો કોલકાતા નાઈટ રાઈડર્સે 10.3 ઓવરમાં 8 વિકેટે કરી લીધો હતો. વેંકટેશ અય્યરે 52 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે ગુરબાઝે 39 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – IPL 2024 Final : ટીમની જીત બાદ Andre Russell થયો ભાવુક, રોકી ન શક્યો આંસુ

આ પણ વાંચો – IPL 2024 Final : ત્રીજી વખત KKR બન્યું ચેમ્પિયન, ફાઇનલમાં જીત સાથે બનાવ્યા આ Record

Whatsapp share
facebook twitter