+

India vs Afghanistan : આ ટીમના ખેલાડીએ સૌથી વધુ ઉંમરે T20 માં કર્યું ડેબ્યૂ

India vs Afghanistan : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ ગઈ છે. જેની પ્રથમ મેચ IS બિન્દ્રા પીસીએ સ્ટેડિયમ, મોહાલીમાં રમાઈ રહી છે. રોહિત શર્મા આ…

India vs Afghanistan : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ ગઈ છે. જેની પ્રથમ મેચ IS બિન્દ્રા પીસીએ સ્ટેડિયમ, મોહાલીમાં રમાઈ રહી છે. રોહિત શર્મા આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો છે. આ મેચમાં, એક ખેલાડીએ T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું છે, જે 30 વર્ષનો છે અને તેણે પોતાની ટીમ માટે 106 ODI ઇન્ટરનેશનલ મેચ રમી છે. જીહા, અમે વાત કરી રહ્યા છીએ અફઘાનિસ્તાનના બેટ્સમેન રહેમત શાહ (Rahmat Shah) ની છે. જેને ભારતીય ટીમ સામે T20 ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે.

પોતાના દેશ માટે T20I માં સૌથી વધુ ઉંમરમાં ડેબ્યૂ કરનાર આ ખેલાડી કોણ ?

આ મેચમાં એક અફઘાનિસ્તાનના ખેલાડીને ડેબ્યૂ કરવાની તક મળી છે. આ ખેલાડી પોતાના દેશ માટે T20I માં ડેબ્યૂ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. જીહા, આ ખેલાડી કોઇ બીજો નહીં પણ અફઘાનિસ્તાનના સ્ટાર બેટ્સમેન રહમત શાહ છે. જેને T20 સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમ સામે T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરવાની તક મળી છે. રહમત શાહ (Rahmat Shah) લાંબા સમયથી અફઘાનિસ્તાન તરફથી ક્રિકેટ રમી રહ્યો છે પરંતુ તેને ક્યારેય T20 ક્રિકેટ રમવાની તક મળી નથી. રહેમત શાહે અત્યાર સુધી અફઘાનિસ્તાન માટે 106 ODI મેચ રમી છે. હાલ રહમત શાહની ઉંમર 30 વર્ષની છે. રહમત શાહ ત્રીજા નંબરે બેટિંગ કરે છે. જો કે કરિયરની પ્રથમ T20 મેચ રહમત શાહ માટે સારી રહી ન હતી. પોતાની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં રહમત શાહ માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો.

30 વર્ષની ઉંમર પછી ODI/T20Iમાં ડેબ્યૂ કરનાર પ્રથમ અફઘાનિસ્તાન ક્રિકેટર

રહમત શાહે 30 વર્ષ અને 189 દિવસની ઉંમરે ડેબ્યુ કર્યું. આ સાથે, તે 30 વર્ષની ઉંમર પછી ODI/T20Iમાં ડેબ્યૂ કરનાર પ્રથમ અફઘાનિસ્તાન ક્રિકેટર બન્યો છે. અગાઉ 2019 માં, ફઝલ નિયાઝાઈએ અફઘાનિસ્તાન માટે 29 વર્ષ અને 71 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. જોકે, તે પોતાની ડેબ્યૂ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો અને 3 રન બનાવીને અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. રહમત શાહને T20માં ડેબ્યૂ કરવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. તેણે અફઘાનિસ્તાન માટે 106 વનડે અને 7 ટેસ્ટ મેચ રમી છે. રહમત શાહે વનડેમાં 36.62ની એવરેજથી 3589 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 26 અડધી સદી અને 5 સદી ફટકારી છે. આ સાથે જ ટેસ્ટમાં તેણે 30.28ની એવરેજથી 424 રન બનાવ્યા છે. જેમાં 3 અડધી સદી અને 1 સદી સામેલ છે.

પ્રથમ T20 મેચ માટે બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન – 

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર.

અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહમત શાહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, ગુલબદ્દીન નાયબ, ફઝલહક ફારૂકી, નવીન-ઉલ-હક, મુજીબ ઉર રહેમાન.

આ પણ વાંચો – India vs Afghanistan, 1st T20I : આજે સીરિઝનો પ્રથમ મુકાબલો, મેચ પહેલા મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહી આ વાત

આ પણ વાંચો – IND vs AFG 1st T20 : અફઘાનિસ્તાનની શાનદાર બેટિંગ, ભારતને આપ્યો આ ટાર્ગેટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter