+

ભારતને મળ્યો બીજો “સચિન”, સચિન તેંડુલકર સાથે છે ખાસ કનેક્શન

દક્ષિણ આફ્રિકા ખાતે હાલ અંડર-19 વિશ્વકપ ચાલી રહ્યો છે. ભારતીય ટીમ જેમાં ખુબ જ સારો દેખાવ કરી રહી છે. ભારતીય ટીમ અત્યાર સુધી પાંચ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકેલી…

દક્ષિણ આફ્રિકા ખાતે હાલ અંડર-19 વિશ્વકપ ચાલી રહ્યો છે. ભારતીય ટીમ જેમાં ખુબ જ સારો દેખાવ કરી રહી છે. ભારતીય ટીમ અત્યાર સુધી પાંચ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકેલી છે, ભારતની અંડર-19 ટીમ હવે છઠ્ઠા ટાઈટલ તરફ આગળ વધી રહી છે. ત્યારે આ વિશ્વકપમાં ભારતને વધુ એક સચિન મળ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત.

અંડર-19 વિશ્વકપ ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો છે. આ યાદીમાં એક નામ 18 વર્ષના sachin dhas નું છે. નેપાળ સામે રમતી વખતે ધસે સુપર-6 રાઉન્ડમાં શાનદાર સદી ફટકારી હતી. વધુમાં ખાસ બાબત એ છે કે આ સચિનનું ક્રિકેટના ભગવાન સચિન રમેશ તેંડુલકર સાથે કનેકશન છે.

કોણ છે sachin dhas ?

દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ધમાલ મચાવી રહી છે. નેપાળ સામે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 297 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં sachin dhas એ શાનદાર સદી ફટકારી હતી. વાસ્તવમાં sachin dhas મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો રહેવાસી છે.

ભારતના sachin dhas એ નેપાળ સામે આ શાનદાર સદી ફટકારી હતી. સચિને આ શાનદાર ઇનિંગમાં કુલ 101 બોલનો સામનો કર્યો હતો. જેમાં તેણે 116 રન બનાવ્યા હતા. સચિને આ ઇનિંગમાં 11 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન સચિન ધસનો સ્ટ્રાઈક રેટ 114.85 હતો.

મહારાષ્ટ્રમાં રમાયેલી લીગમાં કોલ્હાપુર ટસ્કર્સ તરફથી રમતી વખતે sachin dhas ને તેના બેટનું પરાક્રમ દેખાડવામાં આવ્યું ત્યારે તેને વાસ્તવિક ઓળખ મળી. જોકે, તે આ ટૂર્નામેન્ટમાં હજુ સુધી કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. ધસે વર્લ્ડ કપમાં રમાયેલી પ્રથમ ચાર મેચની બે ઇનિંગ્સમાં અનુક્રમે 26 અને 21 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તેણે બાકીની બે મેચમાં 20 અને 15 રન બનાવ્યા હતા.

સચિન તેંડુલકર સાથે છે ખાસ કનેક્શન 

sachin dhas નું સચિન તેંડુલકર સાથે ખાસ કનેક્શન છે. આ બાબત જાણીને તમને પણ નવાઈ લાગશે.  વાસ્તવમાં,sachin dhas ના પિતા સચિન તેંડુલકરના મોટા ફેન હતા, જેના કારણે તેમના પિતાએ સચિનનું નામ સચિન તેંડુલકર રાખ્યું હતું. હવે સચિન ધસ પણ સચિન તેંડુલકરની જેમ સદી ફટકારી રહ્યો છે. ભવિષ્યમાં તે સિનિયર ભારતીય ટીમ માટે રમતા જોવા મળે તો નવાઈ નહીં.

આ પણ વાંચો — IND vs ENG 2nd Test : જયસ્વાલ સામે ઈંગ્લેન્ડના બોલરો ઘૂંટણીએ, સદી ફટકારી આ ખાસ ક્લબમાં થઇ Entry

 

 

 

Whatsapp share
facebook twitter