+

IND vs SL : ટીમ ઈન્ડિયાએ ભુકા બોલાવી દીધા, શ્રીલંકા સામે 302 રને મેળવી જીત

વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 302 રને હરાવી વર્લ્ડ કપ 2023 જીતવાની આશાને વધુ વેગ આપ્યો છે. જીહા, આજે ભારત અને શ્રીલંકાની ટીમ વાનખેડેમાં આમને-સામને હતી. જ્યા ટીમ ઈન્ડિયાએ પહેલા…

વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 302 રને હરાવી વર્લ્ડ કપ 2023 જીતવાની આશાને વધુ વેગ આપ્યો છે. જીહા, આજે ભારત અને શ્રીલંકાની ટીમ વાનખેડેમાં આમને-સામને હતી. જ્યા ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 357 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 55 રને ઓલ આઉટ થઇ ગઇ હતી.

વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી જીત

ICC વર્લ્ડ કપ 2023ની 33મી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતે શ્રીલંકાને એકતરફી મેચમાં હરાવ્યું છે. ભારતે શ્રીલંકાને 302 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. વર્લ્ડ કપમાં ભારતની આ સૌથી મોટી જીત છે. આ જીત સાથે ભારતે સેમીફાઈનલમાં પણ પ્રવેશ કરી લીધો છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આજે ફરી એકવાર મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી છે. આ સિવાય જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે પણ ફરી એકવાર પ્રભાવિત કર્યા અને વિકેટ લીધી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કેપ્ટન રોહિત શર્મા સસ્તામાં આઉટ થયા બાદ કોહલીએ ગિલ સાથે 189 રનની ભાગીદારી કરી હતી. ગિલે 92 બોલમાં 92 રન અને કોહલીએ 94 બોલમાં 88 રનની ઇનિંગ રમી હતી. વચ્ચેની ઓવરોમાં શ્રીલંકાના બોલરોએ શાનદાર વાપસી કરી અને કોહલી અને ગિલ બંનેને 32 ઓવરમાં પેવેલિયન મોકલી દીધા. અહીંથી અય્યરે ઈનિંગની કમાન સંભાળી, તેણે 56 બોલમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા. આ સાથે રવિન્દ્ર જાડેજાએ પણ 24 બોલમાં 35 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 357 રન બનાવ્યા

આ પહેલા ટોસ હાર્યા બાદ ભારતે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ 10 ઓવરમાં 80 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ભારતની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન રોહિત શર્મા 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે પ્રથમ ઓવરના બીજા બોલ પર મદુશંકાના હાથે બોલ્ડ થયો હતો. આ પછી શુભમન ગિલ અને વિરાટ કોહલીએ સારી રીતે ચાર્જ સંભાળ્યો. બંનેએ બીજી વિકેટ માટે 189 રનની ભાગીદારી કરી હતી. 30મી ઓવરમાં ગિલ આઉટ થયા બાદ આ ભાગીદારી તૂટી હતી. તે મદુશંકાના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. ગિલે 92 બોલમાં 92 રન બનાવ્યા હતા. તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ભારતે વિરાટ કોહલીના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. તેણે 94 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 88 રનની ઇનિંગ રમી હતી.

મદુશંકાએ 32મી ઓવરમાં કોહલીને પેવેલિયન મોકલી દીધો હતો. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે ચોથી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. રાહુલે 19 બોલમાં 21 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. રાહુલ 40મી ઓવરમાં હેમંતની બોલ પર દુષ્મંથા ચમીરાને કેચ આપી બેઠો હતો. સૂર્યકુમાર યાદવ મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. તેણે 9 બોલમાં 12 રન બનાવ્યા હતા. સૂર્યાને 42મી ઓવરમાં મદુશંકાએ આઉટ કર્યો હતો. આ પછી અય્યર અને રવિન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. અય્યરે 56 બોલમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 82 રનની ઇનિંગ રમી હતી. મદુશંકાએ તેને 48મી ઓવરમાં પોતાની જાળમાં ફસાવી દીધો હતો. જાડેજા અને મોહમ્મદ શમી 50મી ઓવરમાં રનઆઉટ થયા હતા. જાડેજાએ 24 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. શમીએ 4 બોલમાં 2 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – WORLD CUP : ઓસ્ટ્રેલિયાને વધુ એક ઝટકો, વર્લ્ડ કપની વચ્ચે ખેલાડી સ્વદેશ પરત ફર્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter