+

BCCIએ વધુ એક સીરીઝની જાહેરાત કરી, જાણો પૂર્ણ વિગત

IND vs SA T20I Series Schedule : ટીમ ઈન્ડિયા (Team India) તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝમાં T20 World Cup માં ભાગ લઇ રહી છે. ચાલુ ટૂર્નામેન્ટ વચ્ચે BCCI છેલ્લા 2 દિવસથી સતત…

IND vs SA T20I Series Schedule : ટીમ ઈન્ડિયા (Team India) તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝમાં T20 World Cup માં ભાગ લઇ રહી છે. ચાલુ ટૂર્નામેન્ટ વચ્ચે BCCI છેલ્લા 2 દિવસથી સતત આગામી પ્રવાસની જાહેરાત કરી રહ્યું છે. ગુરુવારે, BCCI એ બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સાથેની ઘરઆંગણાની શ્રેણીની જાહેરાત કરી હતી અને શુક્રવારે તેણે બીજી શ્રેણીની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયા રવાના થતા પહેલા ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા (IND vs SA) ના પ્રવાસે જશે, જ્યાં તેને 4 T20 મેચોની શ્રેણી રમવાની છે. પ્રથમ મેચ 8 નવેમ્બરે ડરબનમાં રમાશે, જ્યારે ચોથી અને અંતિમ મેચ 15 નવેમ્બરે વાન્ડરર્સમાં રમાશે.

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે

ભારતીય ટીમ T20 World Cup પછી બેક ટૂ બેક સીરીઝની રમશે. આજે BCCIએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સીરીઝની જાહેરાત કરી છે. BCCI અને દક્ષિણ આફ્રિકા દ્વારા ભારતીય ટીમના મેચ શેડ્યૂલ જાહેર કરવામાં આવી છે. ભારતીય ટીમ નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અહીં 4 T20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 8 નવેમ્બરે રમાશે જ્યારે છેલ્લી મેચ 15 નવેમ્બરે રમાશે. દક્ષિણ આફ્રિકન ક્રિકેટ દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, પ્રથમ T20 મેચ ડરબનમાં રમાશે. ત્યારપછીની મેચો ગકેબરહા, સેન્ચુરિયન અને જોહાનિસબર્ગમાં રમાશે. આ પ્રવાસ ન્યુઝીલેન્ડ સામેની ભારતની હોમ ટેસ્ટ સીરીઝ પછી અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા થશે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે ટીમ ઈન્ડિયા

BCCI સેક્રેટરી જય શાહે કહ્યું, “ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) એ હંમેશા ઊંડો અને મજબૂત બોન્ડ શેર કર્યો છે, જેના પર બંને દેશોને ખૂબ ગર્વ છે. ભારતીય ક્રિકેટ ટીમને સતત અપાર પ્રશંસા અને પ્રેમ મળ્યો છે. દક્ષિણ આફ્રિકાના ચાહકો તરફથી, અને આ લાગણી દક્ષિણ આફ્રિકા તરફના ભારતીય ચાહકોમાં પણ એટલી જ પ્રબળ છે.” આ શ્રેણી બાદ તરત જ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ભારત ઓસ્ટ્રેલિયામાં 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ ટેસ્ટ સિરીઝ 22 નવેમ્બરથી 7 જાન્યુઆરી સુધી રમાશે. એવું માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયામાં આયોજિત થનારી ટેસ્ટ શ્રેણી માટે કેટલાક ખેલાડીઓને ત્યાં પહેલાથી જ મોકલવામાં આવશે. આ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા સામે T20 મેચ નહીં રમે.

IND vs SA 2024 શ્રેણીનું પૂર્ણ શેડ્યૂલ

8 નવેમ્બર, પ્રથમ T20 મેચ, ડરબન
10 નવેમ્બર, બીજી T20 મેચ, સેન્ટ જ્યોર્જ પાર્ક
13 નવેમ્બર, ત્રીજી T20 મેચ, સેન્ચુરિયન
15 નવેમ્બર, ચોથી T20 મેચ, જોહાનિસબર્ગ

દક્ષિણ આફ્રિકા પહેલા બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે શ્રેણી

BCCIએ 20 જૂને ભારતીય ટીમના ઘરેલું શેડ્યુલની પણ જાહેરાત કરી હતી, જેમાં ટીમ ઈન્ડિયા પહેલા બાંગ્લાદેશ સામે ઘરઆંગણે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે અને ત્યારબાદ બંને ટીમો વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાશે. ન્યુઝીલેન્ડની ટીમ પણ ભારતનો પ્રવાસ કરશે જેમાં તે 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી યજમાન ટીમ સામે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમશે, જે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી આવૃત્તિનો પણ એક ભાગ છે. આ સીરીઝ પૂરી થયા બાદ ભારતીય ટીમ 4 મેચની T20 સીરીઝ રમવા માટે દક્ષિણ આફ્રિકા રવાના થશે.

આ પણ વાંચો – ICC ટ્રોફી જીતવાનું સપનું ભારત માટે આ વર્ષે પણ રહેશે અધૂરું! જાણો શું છે કારણ

આ પણ વાંચો – Jos Buttler હવે બન્યા T20 ક્રિકેટના Boss, વિશ્વકપમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ

Whatsapp share
facebook twitter