+

IND vs SA 2nd Test : કેપટાઉન ટેસ્ટમાં તૂટ્યો 134 વર્ષ જુનો રેકોર્ડ

IND vs SA 2nd Test : પ્રથમ ટેસ્ટમાં કારમી હાર મળ્યા બાદ ટીમ ઈન્ડિયા (Team India) બીજી ટેસ્ટમાં સારૂં પ્રદર્શન કરશે તેવી સૌ કોઇને આશા હતી. જોકે, આવું ટેસ્ટની શરૂઆતમાં…

IND vs SA 2nd Test : પ્રથમ ટેસ્ટમાં કારમી હાર મળ્યા બાદ ટીમ ઈન્ડિયા (Team India) બીજી ટેસ્ટમાં સારૂં પ્રદર્શન કરશે તેવી સૌ કોઇને આશા હતી. જોકે, આવું ટેસ્ટની શરૂઆતમાં જોવા મળ્યું જ્યારે ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને (IND vs SA) માત્ર 55 રને ઓલઆઉટ કરી દીધું, પણ જ્યારે ભારતની ઇનિંગ આવી તો અહીં પણ દક્ષિણ આફ્રિકા જેવું જ જોવા મળ્યું. ભારતીય ટીમ 153 રને ઓલ આઉટ (All Out) થઇ ગઇ હતી. આમ એક જ દિવસમાં બંને ટીમે પોતાની પહેલી ઇનિંગ પૂરી કરી. અને આ રીતે એક એવો શરમજનક રેકોર્ડ બન્યો જે કોઇ ટીમ ક્યારે પણ બનાવવા નહીં માંગે.

કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડમાં બન્યો શરમજનક રેકોર્ડ

ભારત અને દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ (IND vs SA 2nd Test) કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. સેન્ચુરિયન ટેસ્ટ માત્ર અઢી દિવસમાં પુરી થઈ ગઈ હતી. હવે કેપટાઉન ટેસ્ટના તબક્કે લાગે છે કે મેચ બે દિવસમાં ખતમ થઈ જશે. આ મેચના પ્રથમ દિવસે બે ઇનિંગ પૂર્ણ થઇ હતી અને દિવસના અંત સુધીમાં દક્ષિણ આફ્રિકાએ તેની બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. એટલે કે પહેલા દિવસે જ 23 વિકેટ પડી હતી. જો આપણે ટેસ્ટ મેચના પહેલા દિવસે લેવામાં આવેલી મહત્તમ વિકેટોની વાત કરીએ તો આ બીજા નંબરનો સૌથી વધુ આંકડો છે. ટોચ પર 25 વિકેટ છે જે 1902માં મેલબોર્ન (Melbourn) ના મેદાન પર ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (Australia vs England) વચ્ચે પડી હતી. 1890માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલ ખાતે એક દિવસમાં 22 વિકેટ પડી હતી. એટલે કે 133 વર્ષ બાદ કેપટાઉન ટેસ્ટના પહેલા દિવસે 22 વિકેટનો આંકડો તૂટ્યો અને 23 વિકેટ પડી. જ્યારે એકંદરે કોઈપણ ટેસ્ટ મેચના એક દિવસમાં વિકેટનો આ ચોથો સૌથી વધુ આંકડો છે.

ટેસ્ટના એક દિવસમાં સૌથી વધુ વિકેટ

27 વિકેટ – ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ, 1888
25 વિકેટ – ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, મેલબોર્ન, 1902
24 વિકેટ – ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ, 1896
24 વિકેટ- ભારત vs અફઘાનિસ્તાન, બેંગલુરુ, 2018
23 વિકેટ- દક્ષિણ આફ્રિકા vs ઓસ્ટ્રેલિયા, કેપટાઉન, 2011
23 વિકેટ- દક્ષિણ આફ્રિકા vs ભારત, કેપટાઉન, 2024

કેપટાઉન ટેસ્ટનું નામ પણ આ ખાસ યાદીમાં છે

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે રમતના પહેલા જ દિવસે 23 કે તેથી વધુ વિકેટ પડી હોય. આ પહેલા 1902માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચના પહેલા દિવસે 25 વિકેટ પડી હતી.

ટેસ્ટના પ્રથમ દિવસે સૌથી વધુ વિકેટ

25 વિકેટ – ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, મેલબોર્ન, 1902
23 વિકેટ- દક્ષિણ આફ્રિકા vs ભારત, કેપટાઉન, 2024
22 વિકેટ – ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ, 1890
22 વિકેટ- ઓસ્ટ્રેલિયા vs વેસ્ટ ઈન્ડિઝ, એડિલેડ, 1951
21 વિકેટ- દક્ષિણ આફ્રિકા vs ઈંગ્લેન્ડ, ગ્કેબર્હા, 1896

મેદાનમાં બંને ટીમના બોલરોનો જોવા મળ્યો કહેર

પ્રથમ દિવસે બંને ટીમના બોલરોનો પાયમાલ જોવા મળ્યો હતો. જ્યાં પ્રથમ ઇનિંગમાં ભારત તરફથી મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપી હતી અને બુમરાહ અને મુકેશ કુમારને 2-2 સફળતા મળી હતી. તે પછી, બીજી ઇનિંગમાં, દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી એનગિડી, કાગિસો રબાડા અને નાન્દ્રે બર્જરે 3-3 વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગમાં પણ દિવસના અંતે 3 વિકેટ પડી હતી જેમાંથી મુકેશે બે અને બુમરાહે એક વિકેટ લીધી હતી. આફ્રિકા પ્રથમ ઇનિંગમાં 55 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતે 153 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસના સ્ટમ્પ સુધીમાં આફ્રિકાએ 3 વિકેટે 62 રન બનાવી લીધા હતા.

બંને ટીમના Playing Eleven

ભારત (Playing Eleven): રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (W), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, મુકેશ કુમાર

દક્ષિણ આફ્રિકા (Playing Eleven): ડીન એલ્ગર (C), એઇડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરે (W), માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, નાન્દ્રે બર્જર, લુંગી એનગિડી.

આ પણ વાંચો – IND vs SA: ભારતીય ખેલાડીઓનું નિરાશ કરતું પ્રદર્શન

આ પણ વાંચો – IND Vs SA 2nd Test : કેપટાઉનમાં ‘મિયાં મેજિક’, સિરાજે ઝડપી 6 વિકેટ, SA ટીમ માત્ર 55 રનમાં જ ઢેર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter