+

IND vs PAK : પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડ કપમાં વિરાટ કોહલી હંમેશા બન્યો છે માથાનો દુખાવો, જોઇ લો આ આંકડા

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમે તેની શરૂઆતની બંને મેચ જીતી છે. વિરાટ કોહલીએ આ બંને મેચમાં શાનદાર બેટિંગ કરી છે. વિરાટ કોહલીને તેની…

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમે તેની શરૂઆતની બંને મેચ જીતી છે. વિરાટ કોહલીએ આ બંને મેચમાં શાનદાર બેટિંગ કરી છે. વિરાટ કોહલીને તેની શાર્પ બેટિંગ અને શાનદાર રન ચેઝિંગના કારણે આધુનિક યુગના શ્રેષ્ઠ ક્રિકેટરોમાં ગણવામાં આવે છે. ત્યારે સૌ કોઇને આજે પાકિસ્તાન વિરુદ્ધ પણ કોહલીનું બેટ ચાલશે તેવી આશા છે. આ મેચમાં દુનિયાભરના ક્રિકેટ ચાહકોની નજર વિરાટ કોહલી પર ટકેલી છે. પાકિસ્તાન સામે વિરાટ કોહલીના આંકડા ઘણા પ્રભાવશાળી છે. તેણે પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં પણ સદી ફટકારી હતી.

પાકિસ્તાન વિરુદ્ધ હંમેશા ચાલ્યું છે વિરાટનું બેટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાનની ટીમોની ટક્કર થઇ રહી છે. ત્યારે વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર આ મેચ પર હશે. આ મેચમાં ચાહકોની નજર બંને ટીમોના ઘણા ખેલાડીઓ પર રહેશે પરંતુ જે ખેલાડી પર બધાની નજર હશે તે છે વિરાટ કોહલી. આટલા વર્ષોમાં કોહલીએ ભારત માટે પાકિસ્તાન સામે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે. આંકડાઓ પર નજર કરીએ તો પાકિસ્તાની ટીમ સામે વર્લ્ડ કપ મેચમાં કોહલી સૌથી મોટો માથાનો દુખાવો સાબિત થયો છે. જણાવી દઈએ કે વિરાટ કોહલીના નામે વર્લ્ડ કપ મેચમાં કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ છે. વિરાટ કોહલીએ વર્ષ 2011માં પહેલો વર્લ્ડ કપ રમ્યો હતો. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે ODI મેચોમાં કુલ 662 રન બનાવ્યા છે. તે પછી શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ 553 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર સાઉથ આફ્રિકાનો એબી ડી વિલિયર્સ છે જેણે વેસ્ટ ઈન્ડિઝ સામે વર્લ્ડ કપ મેચમાં 541 રન બનાવ્યા છે.

વિરાટે 55.16 ની એવરેજથી 662 રન બનાવ્યા

વિરાટ કોહલીએ આ વખતે વર્લ્ડ કપમાં પણ સારી શરૂઆત કરી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચમાં 85 રન બનાવ્યા હતા. કોહલીએ અફઘાનિસ્તાન સામે 55 રનની ઇનિંગ રમી હતી. આવી સ્થિતિમાં હવે ભારતીય ચાહકો ઈચ્છશે કે વિરાટ પાકિસ્તાન સામે પણ આ ફોર્મ ચાલુ રાખે. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે અત્યાર સુધીમાં 15 ODI મેચ રમી છે જેમાં તેણે 55.16 ની એવરેજથી 662 રન બનાવ્યા છે, જે દરમિયાન તેણે પોતાના બેટથી 3 સદી ફટકારી છે. પરંતુ હોમ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન સામે વિરાટ કોહલીનો રેકોર્ડ કંઈ ખાસ નથી. તેણે ઘરઆંગણે પાકિસ્તાન સામે ચાર વનડે મેચ રમી છે અને તે માત્ર 22 રન જ બનાવી શક્યો છે. ઘરઆંગણે પાકિસ્તાન સામે તેની બેટિંગ એવરેજ માત્ર 5.50 છે. કોહલી છેલ્લે એશિયા કપ દરમિયાન પાકિસ્તાન વિરૂદ્ધ ODI રમ્યો હતો. આ મેચમાં વિરાટે 94 બોલમાં 122 રનની અણનમ ઇનિંગ રમી હતી. વળી, વર્તમાન પાકિસ્તાનની ટીમમાં શાહીન આફ્રિદી સિવાય કોઈ બોલર તેને વનડેમાં આઉટ કરી શક્યો નથી. વિરાટ કોહલી તેની કારકિર્દીનો ચોથો વર્લ્ડ કપ રમી રહ્યો છે. આ પહેલા તે 2011, 2015 અને 2019માં વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. તે વર્તમાન ટીમના એવા ખેલાડીઓમાંથી એક છે જેણે પાકિસ્તાન સામે સૌથી વધુ મેચ રમી છે.

છેલ્લા 8 વર્ષમાં કોહલી પાકિસ્તાન સામે ડોન બ્રેડમેનની જેમ રમ્યો

2015 થી, કોહલીએ પાકિસ્તાન સામે માત્ર 6 ઇનિંગ્સમાં 99 ની સરેરાશથી 396 રન બનાવ્યા છે. એટલે કે છેલ્લા 8 વર્ષમાં કોહલી પાકિસ્તાન સામે ડોન બ્રેડમેનની જેમ રમ્યો છે. કોહલી છેલ્લે તાજેતરના એશિયા કપમાં પાકિસ્તાન સામે ODI રમ્યો હતો જેમાં તેણે સદી (94 બોલમાં 122*) ફટકારી હતી. જણાવી દઇએ કે, વિરાટ કોહલી ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારનાર પ્રથમ ભારતીય પણ છે. વર્તમાન ODI ટીમના પાકિસ્તાની બોલરો વિરાટને ODIમાં વધારે મુશ્કેલીમાં મુકી શક્યા નથી. વર્તમાન ટીમમાં શાહીન આફ્રિદી સિવાય કોઈ બોલર તેને વનડેમાં આઉટ કરી શક્યો નથી.

આ પણ વાંચો – IND vs PAK : ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પાકિસ્તાને પહેલા બેટિંગ માટે આપ્યું આમંત્રણ, જાણી લો Playing 11 વિશે

આ પણ વાંચો – ભારત વિ. પાકિસ્તાન કોણ જીતશે ? વર્લ્ડ કપ ભારતમાં રહેશે કે વિદેશ જશે ? ટિપર કમ બુકી અમિત મજેઠીયાની ધારણા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter