ODI વર્લ્ડ કપ 2023ના લીગ તબક્કાની છેલ્લી મેચ આજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ ટીમ ઈન્ડિયા અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિતનો આ નિર્ણય ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ સાચો સાબિત કર્યો હતો. આ દરમિયાન ભારતીય ટોપ ઓર્ડરે એક એવું કારનામો કર્યો જે આ પહેલા વર્લ્ડ કપમાં ક્યારેય બન્યું ન હતું.
ભારતીય ટીમની શાનદાર બેટિંગ યથાવત
ભારતીય ટીમે નેધરલેન્ડ સામે તેની શાનદાર બેટિંગ ચાલુ રાખી છે. કેપ્ટન રોહિત શર્મા અને તેના સાથી ઓપનર રોહિત શર્માએ શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ માત્ર 71 બોલમાં 100 રન જોડ્યા હતા. ગિલે 51 અને રોહિતે 61 રન બનાવ્યા હતા. આ પછી વિરાટ કોહલીએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. અને તે પછી શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી. આ રીતે ટોપ 4ના ચારેય બેટ્સમેનોએ 50 થી વધુ રન ફટકાર્યા હતા. જોકે તે પછી કે એલ રાહુલે પણ સદી ફટકારી છે. આમ વનડે વર્લ્ડ કપની એક ઇનિંગમાં આવું પહેલીવાર બન્યું છે.
ટોપ 5 એ ઇતિહાસ રચ્યો
ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ નેધરલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓપનિંગ કરવા આવેલા રોહત શર્મા અને શુભમન ગિલે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. આ પછી વિરાટ કોહલી અને શ્રેયાર અય્યરે પણ પોતાનું ફોર્મ ચાલુ રાખ્યું હતું. કેએલ રાહુલે પણ રનની લયને ધીમી થવા ન દીધી. આ તમામ બેટ્સમેનોએ 50થી વધુ રન બનાવ્યા હતા. વર્લ્ડકપના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ટીમના ટોપ 5 બેટ્સમેનોએ એક જ મેચમાં 50થી વધુ રન બનાવ્યા હોય. વર્લ્ડ કપમાં આ પહેલા ક્યારેય બન્યું ન હતું. આ પાચેય ખેલાડીઓએ મળીને ODI વર્લ્ડ કપમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા, ODI વર્લ્ડ કપની એક પણ ઇનિંગમાં એવું બન્યું નથી કે ટોચના 5 બેટ્સમેનોએ 50 પ્લસ રન બનાવ્યા હોય. વર્લ્ડ કપ 2023માં રોહિત શર્મા અને શુભમન ગિલ બંને માટે આ ત્રીજી ફિફ્ટી હતી. આ ઉપરાંત આ વર્લ્ડ કપની ચોથી અડધી સદી વિરાટના બેટમાંથી આવી હતી.
રોહિતની રેકોર્ડ ઇનિંગ્સ, વિરાટ ભવ્ય રેકોર્ડથી ચૂકી ગયો
જ્યારે રોહિત શર્માએ આ ઇનિંગમાં 61 રન બનાવ્યા અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. આ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100મી અર્ધસદી પણ હતી. આ સિવાય સ્થાનિક ચાહકોને વિરાટ કોહલી પાસેથી 50મી ODI સદીની આશા હતી. પરંતુ તે સચિન તેંડુલકરનો મહાન રેકોર્ડ તોડી શક્યો ન હતો. તેમજ શુભમન ગિલે 32 બોલમાં 51 રનની ઝડપી ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો – રોહિત શર્માન નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ, ડી’વિલિયર્સ અને ક્રિસ ગેલને છોડ્યા પાછળ
આ પણ વાંચો – ઓસ્ટ્રેલિયન ખેલાડી David Warner એ દિવાળીની પાઠવી શુભકામનાઓ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે