+

IND vs ENG : સરફરાઝ ખાનના પિતાએ પહેરેલું જેકેટ કેમ ચર્ચામાં આવ્યું ?

IND vs ENG : રાજકોટના મેદાનમાં સરફરાઝ ખાન (Sarfaraz Khan) ને આખરે ભારતીય ટીમમાં ડેબ્યૂ કરવાની તક મળી જ ગઇ. ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાંથી ટીમ ઈન્ડિયા (Team India) માં પ્રથમ…

IND vs ENG : રાજકોટના મેદાનમાં સરફરાઝ ખાન (Sarfaraz Khan) ને આખરે ભારતીય ટીમમાં ડેબ્યૂ કરવાની તક મળી જ ગઇ. ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાંથી ટીમ ઈન્ડિયા (Team India) માં પ્રથમ વખત પસંદગી પામેલા સરફરાઝ ખાનને ત્રીજી ટેસ્ટ (IND vs ENG 3rd Test) માં આંતરરાષ્ટ્રીય કરિયરમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. ઈજાગ્રસ્ત કેએલ રાહુલ (KL Rahul) ના સ્થાને તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. ગુરુવારે જ્યારે તેને ટેસ્ટ કેપ સોંપવામાં આવી ત્યારે મેચ જોવા માટે આવેલા તેના પિતા અને પત્નીની પાસે તે ભારતીય ક્રિકેટનું સૌથી અમૂલ્ય સન્માન ગણાતી કેપ લઇને પહોંચ્યો. આ કેપ પર બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)નો લોગો જોઈને પિતા ભાવુક થઈ ગયા અને આંખમાંથી નિકળતા આંસુ રોકી ન શક્યા.

Cricket Is Everyone’s Game : નૌશાદ ખાન

છેલ્લા ઘણા સમયથી પોતાના પ્રદર્શનથી સૌ કોઇનું ધ્યાન ખેંચનારા સરફરાઝ ખાન (Sarfaraz Khan) ને આખરે ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે ચાલી રહેલી રાજકોટ ટેસ્ટ (Rajkot Test) માં ડેબ્યૂ કરવાની તક મળી જ ગઇ. આ ક્ષણ તેના પિતા માટે ખૂબ જ ભાવુક હતો. તેના પિતા નૌશાદ આ સમયે ખુશીમાં રડતા જોવા મળ્યા હતા. અનિલ કુંબલે પાસેથી કેપ લીધા બાદ સરફરાઝ ખાન (Sarfaraz Khan) સીધો તેના પિતા પાસે ગયો. ત્યાં તેણે તેના પિતાને ગળે લગાડ્યા. આ પછી પિતા નૌશાદના જેકેટ પર જે શબ્દો લખવામાં આવેલા હતા તેના વિશે ચર્ચા શરૂ થઈ ગઇ.

મહત્વનું છે કે, જ્યારે સરફરાઝ અને તેના પિતા ગળે મળી રહ્યા હતા, ત્યારે તેના પિતાના જેકેટની પાછળ એક ખાસ સંદેશ લખાયેલો જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ક્રિકેટ એ જેન્ટલમેનની રમત છે. ક્રિકેટની શરૂઆત અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી અને તે ખૂબ જ ખર્ચાળ રમત માનવામાં આવતી હતી. અંગ્રેજો આ મોંઘી રમતને જેન્ટલમેન ગેમ કહેતા હતા. હવે સરફરાઝના પિતાએ દુનિયાને સંદેશ આપ્યો છે કે ‘Cricket Is Everyone’s Game’. તેમના સંદેશા પરથી સ્પષ્ટ હતું કે તે ખૂબ જ સામાન્ય પરિવારના છે.

સરફરાઝનો નાનો ભાઈ પણ છે તૈયાર

સરફરાઝ ખાને ઘણી મહેનત કરી છે. તેના પિતા નૌશાદ પણ ક્રિકેટર બનવા માંગતા હતા પરંતુ તેમનું સપનું પૂરું થઈ શક્યું નહીં. હવે સરફરાઝે એ સપનું પૂરું કર્યું છે. ડેબ્યૂ કેપ મળ્યા બાદ સરફરાઝ ખાનના પિતા પણ કેપ્ટન રોહિત શર્માને મળ્યા હતા. રોહિતે પણ તેમને ગળે લગાવી અને આવી ઘણી સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સરફરાઝ ખાનના નાના ભાઈ મુશીર ખાને પણ સફળતાના માર્ગ પર આગળ વધવાનું શરૂ કર્યું છે. સરફરાઝની જેમ મુશીર પણ ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે. હાલમાં જ અંડર-19 વર્લ્ડ કપ 2024માં મુશીર ખાને ભારતીય ટીમ માટે પોતાની પ્રતિભા બતાવી હતી. તેણે સદી ફટકારી અને 300થી વધુ રન પણ બનાવ્યા હતા. આટલું જ નહીં મુશીર બોલિંગમાં પણ ચમકે છે અને કેટલીક મેચોમાં બેટ્સમેન પણ તેની સ્પિનમાં ફસાઈ ગયા હતા.

આ પણ વાંચો – IND vs ENG : સરફરાજના Run Out પર રોહિત શર્મા થયો ગુસ્સે, Video

આ પણ વાંચો – IND vs ENG 3rd Test : રોહિત-જડ્ડુની શાનદાર સદી, સરફરાજ ખાને ડેબ્યૂ ટેસ્ટમાં ફટકારી અડધી સદી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter