+

IND vs ENG 2nd Test : જયસ્વાલ સામે ઈંગ્લેન્ડના બોલરો ઘૂંટણીએ, સદી ફટકારી આ ખાસ ક્લબમાં થઇ Entry

IND vs ENG 2nd Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમ (Visakhapatnam) માં રમાઈ રહી છે. આ મેચમાં જ્યા એકવાર ફરી શુભમન ગિલે (Shubman…

IND vs ENG 2nd Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમ (Visakhapatnam) માં રમાઈ રહી છે. આ મેચમાં જ્યા એકવાર ફરી શુભમન ગિલે (Shubman Gill) સૌને નિરાશ કર્યા તો બીજી તરફ યશસ્વી જયસ્વાલે (Yashaswi Jaiswal) શાનદાર બેટિંગ કરી હતી અને સદી ફટકારી હતી. આ તેની ટેસ્ટ મેચમાં પ્રથમ સદી (First Century) છે. જયસ્વાલે 151 બોલનો સામનો કરીને પોતાની સદી પૂરી કરી હતી. અત્યાર સુધી યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયા (Team India) માટે માત્ર 6 ટેસ્ટ જ રમી છે. પરંતુ તે એટલી જ મેચોમાં સ્ટાર ખેલાડી બની ગયો છે.

ઈંગ્લેન્ડ ટીમ માટે પહાડની જેમ ઉભો થયો છે જયસ્વાલ

ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ. ખાતે રમાઇ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દિવસે સ્ટમ્પ સુધી 93 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલ (Yashaswi Jaiswal) 179 રન બનાવીને ક્રિઝ પર ઈંગ્લેન્ડ ટીમ (England Team) માટે પહાડની જેમ ઉભો છે. ટોસ (Toss) જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી રહી હતી. રોહિત શર્મા (Rohit Sharma) 41 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. જો કે, આ પછી મધ્યમ ક્રમના બેટ્સમેનોએ ઇનિંગ સંભાળી પરંતુ તેઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં. જોકે, આજનો દિવસ યશસ્વી જયસ્વાલ (Yashaswi Jaiswal) ના નામે જ હતો. યશસ્વી જયસ્વાલ માટે આજની મેચ આસાન ન હતી.

સેહવાગના અંદાજમાં સદી ફટકારી

રોહિત શર્મા (Rohit Sharma) સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલા જયસ્વાલને પાછળ છોડીને કેપ્ટન વહેલો આઉટ થઇ ગયો હતો. તેના પછી આવેલા શુભમન ગિલ (Shubman Gill) પણ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. બે વિકેટના પ્રારંભિક પતન સાથે જયસ્વાલ પર દબાણ અનિવાર્ય હતું. બીજા છેડે શ્રેયસ અય્યર (Shreyash Iyer) હતો, જે અત્યારે ફોર્મમાં નથી. આવી સ્થિતિમાં જયસ્વાલે પોતે જ તમામ જવાબદારી લીધી હતી. પહેલા તેણે પોતાની અડધી સદી (Half Century) પૂરી કરી અને પછી સદી તરફ આગળ વધ્યો. તેણે 151 બોલમાં પોતાની સદી (Century) પૂરી કરી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 11 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે તેણે પોતાની સદી પણ સિક્સર ફટકારીને પૂરી કરી હતી, જે ઘણી હદ સુધી ભારતીય ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) ની યાદ અપાવે છે.

ભારતમાં પ્રથમ ટેસ્ટ સદી

યશસ્વી જયસ્વાલે વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડના બોલરોને પછાડ્યા હતા. યશસ્વી ખૂબ જ સમજદારી સાથે બેટિંગ કરતો જોવા મળ્યો હતો. ભારતીય ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલની આ પ્રથમ સદી છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેની કારકિર્દીની આ બીજી સદી છે. જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. યશસ્વીએ પોતાની શાનદાર સદીની ઇનિંગ દરમિયાન એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. યશસ્વી 23 વર્ષની ઉંમરે ઘર અને બહાર બંને ટેસ્ટ મેચોમાં સદી ફટકારનાર ચોથો ભારતીય ખેલાડી છે. આ પહેલા માત્ર રવિ શાસ્ત્રી, સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી જ આ કરી શક્યા હતા. યશસ્વીએ 22 વર્ષ અને 36 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ

બેટિંગ દરમિયાન યશસ્વી જયસ્વાલે પહેલા કેપ્ટન રોહિત શર્મા અને પછી શુભમન ગીલ સાથે મળીને આગેવાની લીધી હતી. ત્રણ વિકેટ પડ્યા બાદ પણ જયસ્વાલની રમવાની શૈલીમાં કોઈ ફેરફાર થયો નહતો. જયસ્વાલ એક પછી એક શાનદાર શોટ રમતો જોવા મળ્યો હતો. જયસ્વાલે હૈદરાબાદ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં પણ શાનદાર અડધી સદી ફટકારી હતી. જયસ્વાલે આ ઇનિંગમાં 80 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે વર્ષ 2023 જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. આ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન જ તેણે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. ત્યારથી જયસ્વાલ ટેસ્ટ ટીમમાં સતત યથાવત છે. ટેસ્ટ ક્રિકેટમાં જયસ્વાલની બેટિંગ એવરેજ 45થી વધુ છે.

યશસ્વીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન પૂરા કર્યા

જયસ્વાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 1000 રન પણ પૂરા કરી લીધા છે. જયસ્વાલે આ પહેલા 17 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 502 રન બનાવ્યા હતા. આ મેચ પહેલા તેણે 5 ટેસ્ટ મેચમાં 411 રન બનાવ્યા હતા જે હવે વધીને 511થી વધુ થઈ ગયા છે. આ તેની બીજી ટેસ્ટ સદી છે. તે બે અડધી સદી પણ ફટકારવામાં સફળ રહ્યો છે. તેની ટેસ્ટ એવરેજ 45ની આસપાસ છે અને આ ફોર્મેટમાં તે 60ના સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે. જોકે જયસ્વાલને હજુ સુધી વનડેમાં રમવાની તક મળી નથી. જે જલ્દી મળી શકે છે.

આ પણ વાંચો – cricket : BCCI સચિવ Jay Shah સતત ત્રીજીવાર બન્યા ACCના અધ્યક્ષ

આ પણ વાંચો – India vs England : ટેસ્ટમાં સતત ખરાબ પ્રદર્શન ! ગિલ ન જીતી શક્યો ફેન્સનું દિલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter