+

IND vs AUS : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેનની અત્યાર સુધી કેવી રહી છે એવરેજ ?

ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં તમામ ટીમો પર પ્રભુત્વ જમાવ્યું છે. ટીમ તરફથી રમતા પાંચ અગ્રણી બોલરો અને પાંચ અગ્રણી બેટ્સમેનોએ આ ટૂર્નામેન્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. વળી, બેટ્સમેનોએ…

ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં તમામ ટીમો પર પ્રભુત્વ જમાવ્યું છે. ટીમ તરફથી રમતા પાંચ અગ્રણી બોલરો અને પાંચ અગ્રણી બેટ્સમેનોએ આ ટૂર્નામેન્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. વળી, બેટ્સમેનોએ રનના મામલામાં ઘણા રેકોર્ડ પણ હાંસલ કર્યા છે. જેના કારણે ટીમ લીગ તબક્કાની તમામ મેચો જીતીને સેમી ફાઈનલમાં પહોંચી છે.

ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્સમેનોનું ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન

ભારતીય ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચમાં તમામની નજર ફરી એકવાર ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્સમેનો પર રહેશે, જેમણે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં 700થી વધુ રન બનાવ્યા છે, તો કેપ્ટન રોહિત શર્માએ પણ 500 રનનો આંકડો પાર કરી લીધો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમના પેસ એટેકે પણ પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે, જેમાં જોશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સનું નામ સામેલ છે.

ઓસ્ટ્રેલિયાના પેસ આક્રમણ સામે ભારતીય ટોપ ઓર્ડરનો અત્યાર સુધીનો રેકોર્ડ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા જે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર રમતા જોવા મળી રહ્યા છે, જો આપણે પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડની ત્રણેય સામે તેનો રેકોર્ડ જોઈએ તો આ ત્રણેય સામે રોહિતની એવરેજ 65ની આસપાસ જોવા મળી છે. જ્યારે આ ત્રણેય સામે વિરાટ કોહલીની બેટિંગ એવરેજ અત્યાર સુધી 51ની નજીક છે. જોકે, વનડેમાં હેઝલવુડ અત્યાર સુધીમાં પાંચ વખત કોહલીને પોતાનો શિકાર બનાવી ચૂક્યો છે. જ્યારે કેએલ રાહુલનું બેટ આ ત્રણ બોલરો સામે જોરદાર બોલતું જોવા મળ્યું છે જેમાં તેણે લગભગ 117ની એવરેજથી રન બનાવ્યા છે. શુભમન ગિલ હજુ ઓસ્ટ્રેલિયા સામે વધુ ODI મેચ રમ્યો નથી, તેથી તેની બેટિંગ એવરેજ આ ત્રણેય સામે 37 ની નજીક જોવા મળી છે. જ્યારે રવિન્દ્ર જાડેજાની એવરેજ 42 જ્યારે શ્રેયસ અય્યરની એવરેજ 30 છે.

એડમ ઝમ્પા મોટી સમસ્યા બની શકે છે

ઓસ્ટ્રેલિયન ટીમના ફાસ્ટ બોલિંગ આક્રમણ સિવાય જો સ્પિન વિભાગની પણ વાત કરીએ તો તેમાં એડમ ઝમ્પાનું નામ મુખ્ય રીતે આવે છે, જેમણે અત્યાર સુધી ભારતીય ટીમના બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા છે. ઝમ્પાએ વન-ડેમાં પાંચ વખત કોહલીને પોતાનો શિકાર બનાવ્યો છે, તો તે રોહિત શર્માને ચાર વખત પેવેલિયન મોકલવામાં પણ સફળ રહ્યો છે. આ સિવાય ઝમ્પાએ શુભમન ગિલને પણ બે વાર પોતાનો શિકાર બનાવ્યો છે. ઝમ્પાએ ભારત સામે અત્યાર સુધીમાં 33.21ની એવરેજથી 34 વિકેટ લીધી છે. આ વર્લ્ડ કપમાં પણ ઝમ્પા 22 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા સ્થાને છે.

આ પણ વાંચો – World Cup 2023 ની ફાઈનલ મેચમાં જો 2019 જેવું થયું તો ? જાણો શું છે નિયમ

આ પણ વાંચો – WC 2023 : બ્રોડકાસ્ટર્સ પર રૂપિયાનો વરસાદ, ડિઝની-હોટસ્ટારનો 2500 કરોડનો નફો, ICCની કમાણી કરોડોમાં…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Whatsapp share
facebook twitter