+

IND VS AFG : કપ્તાન રોહિત શર્માના નામે નોંધાયો વધુ એક WORLD RECORD

ભારતીય ટીમના કપ્તાન અને ધમાકેદાર બેટ્સમેન રોહિત શર્મા દિવસે – દિવસે નવા નવા રેકોર્ડ્સ પોતાના નામે કરી રહ્યા છે. વર્ષ 2023 ના વિશ્વકપમાં પણ રોહિત ભારતીય ટીમને ફાઇનલ સુધી પહોંચાડવામાં…

ભારતીય ટીમના કપ્તાન અને ધમાકેદાર બેટ્સમેન રોહિત શર્મા દિવસે – દિવસે નવા નવા રેકોર્ડ્સ પોતાના નામે કરી રહ્યા છે. વર્ષ 2023 ના વિશ્વકપમાં પણ રોહિત ભારતીય ટીમને ફાઇનલ સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા. પરંતુ ફાઇનલમાં દુર્ભાગ્યવશ ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

રોહિત શર્મા

રોહિત શર્મા

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 શ્રેણી રમાઈ રહી છે. જેમાં ભારતે પહેલી મેચમાં સરળતાથી વિજય મેળવ્યો હતો.  કપ્તાન રોહિત શર્મા આજે અફઘાનિસ્તાન સામે બીજી T20 મેચ રમવા માટે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ઉતર્યા હતા. આ મેચમાં મેદાનમાં આવતાની સાથે જ રોહિતે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

રોહિત શર્મા T20 માં 150 મેચ રમનાર પ્રથમ પુરૂષ ક્રિકેટર 

ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં 150 મેચ રમનાર વિશ્વનો પ્રથમ પુરુષ ક્રિકેટર બન્યા છે. અત્યાર સુધી કોઈ પુરૂષ ક્રિકેટર આ સ્થાન હાંસલ કરી શક્યો નથી. આવી સ્થિતિમાં રોહિતે T-20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો હતો. રોહિતની કારકિર્દીની નવી સિદ્ધિ જોઈને તેના ચાહકો ખુશ થઈ ગયા. આ રેકોર્ડ બદલ કેપ્ટનને અભિનંદન મળવા લાગ્યા છે.

રોહિત બાદ આ પ્લેયર્સના નામ સૂચીમાં 

પોલ સ્ટર્લિંગ

પોલ સ્ટર્લિંગ

પોલ સ્ટર્લિંગ – 134 ( Ireland )
જ્યોર્જ ડોકરેલ – 128 ( Ireland )
શોએબ મલિક -124 ( Pakistan )
માર્ટિન ગુપ્ટિલ – 122 ( New zealand )

મહિલા ક્રિકેટમાં પણ ભારતીયનું નામ મોખરે 

હરમનપ્રીત કૌર

હરમનપ્રીત કૌર

જો મહિલા ક્રિકેટની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરનું નામ સૌથી ઉપર છે. હરમને 161 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ બીજા સ્થાને છે. બેટ્સે 152 મેચ રમી છે. ઈંગ્લેન્ડની ડેનિયલ વ્યાટ 151 મેચ સાથે ત્રીજા સ્થાને છે અને ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી 150 મેચ સાથે ચોથા સ્થાને છે.

રોહિત T20માં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો બીજો ક્રિકેટર, વિરાટ આ ફોર્મેટમાં બોસ 

વિરાટ કોહલી - રોહિત શર્મા

વિરાટ કોહલી – રોહિત શર્મા

રોહિતની કારકિર્દીની વાત કરીએ તો તે T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો બીજો ખેલાડી છે. શર્માએ અત્યાર સુધી 149 મેચમાં 3853 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 29 અડધી સદી સામેલ છે. આ યાદીમાં વિરાટ કોહલીનું નામ સૌથી ઉપર છે. જેણે 115 મેચમાં 4008 રન બનાવ્યા છે, તેમના કારકિર્દીમાં એક સદી અને 37 અડધી સદી સામેલ છે.

આ પણ વાંચો — ‘તે મને મારી યાદ અપાવે છે’ – યુવરાજ સિંહે યુવા પ્લેયર માટે કહી આ વાત

Whatsapp share
facebook twitter