+

IND vs AFG 3rd T20 : બેંગલુરુમાં ટીમ ઈન્ડિયા કેમ છે ટેન્શનમાં ? આ છે કારણ

IND vs AFG 3rd T20 : ભારત અને અફઘાનિસ્તાન (India and Afghanistan) વચ્ચે શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચ આજે 17 જાન્યુઆરીએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M Chinnaswamy Stadium) માં…

IND vs AFG 3rd T20 : ભારત અને અફઘાનિસ્તાન (India and Afghanistan) વચ્ચે શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચ આજે 17 જાન્યુઆરીએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M Chinnaswamy Stadium) માં રમાશે. જ્યા ટીમ ઈન્ડિયા (Team India) સિરીઝમાં અફઘાનિસ્તાનના 3-0 થી સુપડા સાફ કરવા મેદાને ઉતરશે. તો બીજી તરફ અફઘાનિસ્તાન આવનારા T20 વર્લ્ડ કપ પહેલા સિરીઝની આ અંતિમ મેચ જીતી એક પોઝિટીવ માઈન્ડસેટ ઉભો કરવાનો પ્રયત્ન કરશે.

Source : Google

ટીમ ઈન્ડિયા સાવધાન (IND vs AFG 3rd T20)

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 શ્રેણીની ત્રીજી મેચ આજે સાંજે 7 વાગ્યે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની બે મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમ ત્રીજી મેચ જીતીને સિરીઝમાં અફઘાનિસ્તાનનો 3-0થી વ્હાઇટવોશ કરવા ઇચ્છશે. પરંતુ ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ મેદાનમાં ઉતરતા જ અફઘાનિસ્તાન વિરુદ્ધ થોડી સાવચેતી રાખવી પડશે. કારણ કે એમ. ચિન્નાસ્વામીમાં T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ બહુ સારો નથી. ટીમ ઈન્ડિયા આ મેદાન પર અત્યાર સુધી 7 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચુકી છે. જેમાં ભારતીય ટીમ 3 જીતી છે અને 3 મેચ હારી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 મેચમાં અફઘાનિસ્તાન સામે થોડું સાવધાન રહેવું પડશે. ટીમ ઈન્ડિયાની થોડી ભૂલથી અફઘાનિસ્તાન પલટવાર કરી શકે છે.

ટીમ ઈન્ડિયાને આ ત્રણ ટીમ સામે મળી હાર

મોહાલી અને ઈન્દોરમાં રમાયેલી મેચોમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બંને મેચ 6 વિકેટથી જીતી હતી. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા બંને મેચમાં શૂન્યના સ્કોર પર આઉટ થયો છે. જ્યારે, શિવમ દુબેએ 2 અડધી સદી ફટકારી અને અમીટ છાપ છોડી દીધી. વિરાટ કોહલીએ પણ ટૂંકા ફોર્મેટમાં શાનદાર વાપસી કરી અને ઝડપી ઇનિંગ્સ રમી. પણ શું આ મેચમાં ટીમ ઈન્ડિયા વિરોધી ટીમને હરાવવામાં સફળ રહેશે. આ સવાલ એમ. ચિન્નાસ્વામીમાં ભારતના ખરાબ રેકોર્ડના કારણે સામે આવે છે. જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયા આ મેદાન પર પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે હાર્યું છે. વર્ષ 2012માં, ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં આ મેદાન પર પ્રથમ T20 મેચ રમી હતી, જે પાકિસ્તાને જીતી હતી. ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ ઓસ્ટ્રેલિયા સાથે એમ. ચિન્નાસ્વામીના મેદાન પર રમી હતી, જે ટીમ ઈન્ડિયાએ 6 રનથી જીતી હતી.

Source : Google

બેંગલુરુમાં આજે હવામાન કેવું રહેશે?

સિરીઝની છેલ્લી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે IST સાંજે 7 વાગ્યે શરૂ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચના દિવસે આકાશ વાદળછાયું રહેશે. પરંતુ ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર એ છે કે વરસાદની શક્યતા નહિવત છે. આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકોને આખી મેચ જોવા મળી શકે છે.

Source : Google

બેંગલુરુ પીચ રિપોર્ટ

બેંગલુરુની પીચ બેટ્સમેનો માટે સારી માનવામાં આવે છે. અહીં રનોનો વરસાદ થાય છે. આ મેદાન ઘણું નાનું છે જેના કારણે અહીં બેટ્સમેન સરળતાથી મોટા શોટ રમી શકે છે. આવી સ્થિતિમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ થવાની સંભાવના છે. બીજી તરફ ત્રીજી T20 મેચમાં તમામની નજર વિરાટ કોહલી પર ટકેલી છે. આ મેદાનને વિરાટ કોહલીનું હોમ ગ્રાઉન્ડ પણ માનવામાં આવે છે. વિરાટ કોહલી આ મેદાન પર RCB માટે ઘણી મેચ રમી ચૂક્યો છે. આ મેદાન પર વિરાટ કોહલીના બેટથી ખૂબ રન નીકળે છે. આ મેદાન પર વિરાટ કોહલીનો હાઈ સ્કોર 78 રન છે.

T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), ગિલ, જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અવેશ ખાન , મુકેશ કુમાર.

ભારત સામેની T20 શ્રેણી માટે અફઘાનિસ્તાનની ટીમઃ

ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટમાં), ઇકરામ અલીખિલ (વિકેટમાં), હઝરતુલ્લા ઝાઝાઈ, રહમત શાહ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, કરીમ જનાત, અઝમુલ્લા ઉમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, મુજીબ ઉર રહેમાન, ફઝલ હક ફારૂકી, ફરીદ અહેમદ, નવીન ઉલ હક, નૂર અહેમદ, મોહમ્મદ સલીમ, કૈસ અહેમદ, ગુલબદ્દીન નાયબ.

આ પણ વાંચો – INDvsAFG : ભારતીય ક્રિકેટર્સે આ રીતે કર્યા મહાકાલના દર્શન, ભસ્મ આરતીમાં લીધો ભાગ, જુઓ Video

આ પણ વાંચો – Shreyas Iyer ને ટીમમાંથી કેમ બહાર કરવામાં આવ્યો? ખેલાડીએ તોડ્યું મૌન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter