+

અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા ભારતને ઝટકો, આ મોટો ખિલાડી થયો ટીમની બહાર

ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવીને વર્લ્ડ કપમાં ધમાકેદાર શુરૂઆત કરી છે. ભારતે હવે પોતાની આગામી મેચ 11 ઓક્ટોબરના રોજ અફઘાનિસ્તાન સામે રમવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો…

ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવીને વર્લ્ડ કપમાં ધમાકેદાર શુરૂઆત કરી છે. ભારતે હવે પોતાની આગામી મેચ 11 ઓક્ટોબરના રોજ અફઘાનિસ્તાન સામે રમવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે, ડેન્ગ્યુમાંથી સાજો થઈ રહેલો શુભમન ગિલ અફઘાનિસ્તાન સામેની મેચમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ આ વાતની પુષ્ટિ કરી છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવનાર છે.

BCCI એ આપી શુભમનની મેડિકલ અપડેટ

 

 

બીસીસીઆઈએ શુભમનને લઈને મેડિકલ અપડેટ આપ્યું છે. બોર્ડે લખ્યું કે – ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન શુભમન ગિલ 9 ઓક્ટોબરે ટીમ સાથે દિલ્હી નહીં જાય. ગિલ વર્લ્ડ કપની ભારતીય ટીમની પ્રથમ મેચ જે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમાઈ હતી તેમાં પણ ભાગ લઈ શક્યો નહોતો. તે 11 ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની આગામી મેચમાં પણ રમી શકશે નહીં. શુભમન ચેન્નાઈમાં રહેશે અને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે.

તાજેતરના સમયમાં, OD Iમાં ભારતનો આ વર્ષનો સૌથી સફળ બેટ્સમેન શુભમન, કથિત રીતે ખૂબ જ તાવથી પીડિત છે. પહેલા ડેન્ગ્યુ માટે તેનું ટેસ્ટિંગ થવાનું હતું, પરંતુ બીસીસીઆઈ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. બીસીસીઆઈએ કહ્યું છે કે શુભમનને ખૂબ તાવ છે. તે જ સમયે, BCCI ના સૂત્રોએ જણાવ્યું હતું કે શુભમન ડેન્ગ્યુથી પીડિત છે. સામાન્ય રીતે ખેલાડીને ડેન્ગ્યુમાંથી સાજા થવામાં અને ફરીથી મેચ ફીટ થવામાં 7-10 દિવસ લાગે છે. જો કે, જો પ્લેટલેટની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય છે, તો દર્દીને સાજા થવામાં વધુ સમય લાગી શકે છે.

પાકિસ્તાન સામેના મુકાબલા માંથી પણ ગિલ થઈ શકે છે બહાર 

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાન સામેની મેચ સિવાય શુભમન 14 ઓક્ટોબરે અમદાવાદમાં યોજાનારી પાકિસ્તાન સામેની ભારતની ત્રીજી મેચમાંથી પણ બહાર રહી શકે છે. શુભમને આ વર્ષે 1200 રન બનાવ્યા છે અને તાજેતરમાં કેપ્ટન રોહિત શર્મા સાથે સફળ ઓપનિંગ જોડી બનાવી છે. જો તે લાંબા સમય સુધી ગેરહાજર રહે છે તો તે ભારતીય ટીમ માટે મોટો ઝટકો બની શકે છે.

શુભમનની ગેરહાજરીમાં ઇશાન કિશન કરી શકે છે પારીની શુરૂઆત  

ટીમ મેનેજમેન્ટ શુભમન ગિલને લઈને કોઈ જોખમ લેવા ઈચ્છશે નહીં. અફઘાનિસ્તાન સામેની આગામી મેચમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન ફરી એકવાર રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઈશાન કિશને જ ઓપનિંગ કર્યું હતું, પરંતુ તે ખાતું પણ ખોલી શક્યો નહોતો. તેણે અત્યાર સુધીમાં 26 મેચ રમી છે, જેમાં તેને 44ની એવરેજ થી રન બનાવ્યા છે. ઈશાનના નામે અત્યાર સુધીમાં 886 રન છે. તેણે એક સદી અને સાત અડધી સદી ફટકારી છે. કિશને આ વર્ષે ત્રણ અડધી સદી ફટકારી છે. ઇશાનનું તાજેતરનું પરફોમન્સ ભારત માટે સારું રહ્યુ છે. પરંતુ ગિલની ખોટ પૂરી કરવી તે ઘણી અઘરી બાબત છે. ભારત માટે વિશ્વ કપમાં ગિલ એ ખૂબ જ અગત્યનો ખિલાડી છે

અફઘાનિસ્તાન સામે ભારતની સંભવિત પ્લેઈંગ-11

રોહિત શર્મા (કેપ્ટન)
ઈશાન કિશન
વિરાટ કોહલી
શ્રેયસ ઐયર/સૂર્યકુમાર યાદવ
કેએલ રાહુલ
હાર્દિક પંડ્યા
રવિન્દ્ર જાડેજા
રવિચંદ્રન અશ્વિન/શાર્દુલ ઠાકુર
કુલદીપ યાદવ
જસપ્રિત બુમરાહ
મોહમ્મદ સિરાજ

આ પણ વાંચો — India vs Australia : World Cup ની INDvsAUS મેચમાં બન્યા આ ઐતિહાસિક રેકોર્ડ, કોહલીએ સચિન અને પોન્ટિંગને છોડ્યા પાછળ

 

Whatsapp share
facebook twitter