+

ICC T20 World Cup 2024 નું Schedule જાહેર, જાણો ભારતની મેચ કયા સમયે શરૂ થશે

ICC T20 World Cup 2024 આ વર્ષે અમેરિકામાં રમાવાનો છે. જેને લઇને તાજેતરમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઘણા સમયથી ક્રિકેટ ફેન જાણવા માંગતા હતા કે T20 વર્લ્ડ કપ…

ICC T20 World Cup 2024 આ વર્ષે અમેરિકામાં રમાવાનો છે. જેને લઇને તાજેતરમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઘણા સમયથી ક્રિકેટ ફેન જાણવા માંગતા હતા કે T20 વર્લ્ડ કપ કયા સમયે શરૂ થશે. તો હવે આ અંગે અપડેટ સામે આવી ગઇ છે. ટીમ ઈન્ડિયા T20 World Cup ની તમામ મેચો અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ (USA and West Indies) માં રમવા જઇ રહી છે. T20 વર્લ્ડ કપ 2024માં તમામ ટીમોએ 4-4 લીગ મેચ રમવાની છે. ભારતે પણ 4 લીગ મેચ રમવાની છે. ત્યારે આવો તમને જણાવીએ કે ભારતની મેચ કયા સમયે શરૂ થશે.

ભારતની પ્રથમ મેચ ક્યારે રમાશે ?

ટીમ ઈન્ડિયા તાજેતરમાં ઈંગ્લેન્ડ (England) સામે 5 ટેસ્ટ મેચની સીરીઝ રમી રહી છે. ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમ (Visakhapatnam) ના મેદાન પર રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા (Team India) ના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે (Yashaswi Jaiswal) વિશાખાપટ્ટનમ મેદાન પર ચાલી રહેલી ટેસ્ટ મેચમાં બેવડી સદી (Double Century) ફટકારી છે. ટીમ ઈન્ડિયા (Team India) ની આગામી મેચોની વાત કરીએ તો ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ (England Test Series) બાદ ટીમ ઈન્ડિયાએ જૂન 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા (West Indies and USA) માં યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2024 (T20 World Cup 2024) માં ભાગ લેવાનો છે. જણાવી દઇએ કે, ICC T20 વર્લ્ડ કપ 2024માં ભારતની પ્રથમ મેચ 4 જૂને રમાવાની છે. આ મેચમાં ભારતની વિરોધી ટીમ આયર્લેન્ડ (Ireland) હશે. આ સિવાય ભારતે 9 જૂને પાકિસ્તાન સામે વર્લ્ડ કપની બીજી મેચ રમવાની છે. ભારતે 12 જૂને અમેરિકા સામે વર્લ્ડ કપ (World Cup) ની ત્રીજી મેચ રમવાની છે. આ પછી, ભારત માટે વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચ 15 જૂને યોજાવા જઈ રહી છે. આ મેચમાં કેનેડાની ટીમ ભારત સામે ટકરાશે. જો તમે ભારતીય ક્રિકેટ સમર્થક (Indian Cricket Fans) છો અને તમે ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ 2024ની મેચોની મજા માણવા માંગો છો, તો તમે તેને ડિનર સાથે ડેઝર્ટ તરીકે માણી શકો છો.

મેચનો સમય શું હશે ?

ભારતની મેચ ભલે અમેરિકામાં યોજાવાની હોય પરંતુ મેચનો સમય ભારતીય ચાહકોની સુવિધા મુજબ રાખવામાં આવ્યો છે. ભારતની તમામ 4 લીગ મેચો રાત્રે 8:00 વાગ્યાથી રમાશે. આવી સ્થિતિમાં, ચાહકો દિવસ દરમિયાન તેમના તમામ કામ સરળતાથી પૂર્ણ કરી શકશે અને સાંજે મેચની મજા માણી શકશે. આ ટુર્નામેન્ટમાં વિશ્વભરની કુલ 20 ટીમો ભાગ લેવા જઈ રહી છે. વર્લ્ડ કપમાં કુલ 55 મેચો રમાશે, જ્યારે તેની ફાઈનલ 30 જૂને યોજાવા જઈ રહી છે. ICC ODI વર્લ્ડ કપ 2023માં જે કામ અધૂરું રહી ગયું હતું તેને પૂર્ણ કરવાનો ભારત શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

આ પણ વાંચો – ભારતને મળ્યો બીજો “સચિન”, સચિન તેંડુલકર સાથે છે ખાસ કનેક્શન

આ પણ વાંચો – India vs England 2nd Test : હવે તો ગિલ ગયો જ…, ફ્લોપ પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટ સામે મોટા પ્રશ્નો ઉભા થયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter