+

250 કરોડની સંપત્તિના માલિક છે GAUTAM GAMBHIR, જીવે છે વૈભવી જીવન; જાણો HEAD COACH તરીકે કેટલી મળશે સેલેરી

ગઇકાલે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે GAUTAM GAMBHIR ની પસંદગી કરવામાં આવી છે. ગૌતમ ગંભીર શ્રીલંકા સામેની શ્રેણીથી પોતાના કાર્યકાળની શરૂઆત કરશે અને ભારતીય ટીમમાં રાહુલ દ્રવિડનું સ્થાન લેશે.ઉલ્લેખનીય છે કે,…

ગઇકાલે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે GAUTAM GAMBHIR ની પસંદગી કરવામાં આવી છે. ગૌતમ ગંભીર શ્રીલંકા સામેની શ્રેણીથી પોતાના કાર્યકાળની શરૂઆત કરશે અને ભારતીય ટીમમાં રાહુલ દ્રવિડનું સ્થાન લેશે.ઉલ્લેખનીય છે કે, IPL માં ગૌતમ ગંભીર મેન્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. એક મેન્ટર તરીકે તેમણે ખૂબ જ સફળતાઓ હાંસલ કરી છે. તેમણે LSG સાથે બે વર્ષ રહીને ટીમને બંને વર્ષ પ્લેઓફ સુધી પહોંચાડી હતી. વર્ષ 2024 માં તેમણે KKR ની ટીમની મેન્ટરશીપ સોંપવામાં આવી હતી. આ વર્ષ દરમિયાન ટીમમાં ઘણા ખરા ફેરફાર લાવીને તેમણે ટીમને ચેમ્પિયન બનાવી હતી. હવે તેઓ જ્યારે ભારતીય ટીમના હેડ કોચ બનવા જઈ રહ્યા હોય ત્યારે તેમના માથે હવે ભારતની ટીમને આગળ લઈને જવાની જવાબદારી હશે.ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા કોચ બન્યા બાદ ક્રિકેટ ચાહકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાના કોચ બનવા માટે ગૌતમ ગંભીરને કેટલો પગાર મળશે અને ગૌતમ ગંભીરની જીવનશૈલી કેવી છે. આ અહેવાલમાં આપણે જાણીશું આ સમગ્ર બાબત વિશે

હેડ કોચ તરીકે GAUTAM GAMBHIR ની સેલેરી

ગૌતમ ગંભીર શ્રીલંકા સામેની શ્રેણીથી પોતાના કાર્યકાળની શરૂઆત કરશે એટલે કે તેઓ જુલાઇ મહિનાથી તેની શરૂઆત કરશે અને તેઓ 31 ડિસેમ્બર સુધી ટીમના હેડ કોચ રહેશે.હવે આપણે જાણીએ કે ગૌતમ ગંભીરને ટીમના હેડ કોચ તરીકે કેટલો પગાર ચૂકવવામાં આવશે. ગૌતમ ગંભીરને વાર્ષિક 12-15 કરોડ રૂપિયાનો પગાર મળશે.આ પહેલા ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ હતા, જેમને BCCI વાર્ષિક 12 કરોડ રૂપિયાનું વેતન આપતું હતું. કહેવામાં આવી રહ્યું છે કે BCCI ગૌતમ ગંભીરને રાહુલ દ્રવિડ કરતા વધુ પગાર આપશે.

કેટલી સંપત્તિના માલિક છે GAUTAM GAMBHIR

હવે વાત કરીએ ગૌતમ ગંભીરની સંપત્તિ અને તેમના લાઈફસ્ટાઇલની તો તેમની ગણતરી વિશ્વના સૌથી અમીર ક્રિકકેટરોમાં થાય છે.ગૌતમ ગંભીર કરોડોની સંપત્તિના માલિક છે. વર્ષ 2019માં ગૌતમ ગંભીરે લોકસભાની ચૂંટણી લડી હતી. તેમાં તેણે ચૂંટણી પંચને જણાવ્યું કે તેની પાસે કુલ 147 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને દર વર્ષે તે 12.5 કરોડ રૂપિયા કમાય છે. મળતી માહિતીના અનુસાર ગૌતમ ગંભીર પાસે 250 કરોડ કરતાં પણ વધુની સંપત્તિ છે.

ક્યાંથી થાય છે કમાણી

ગૌતમ ગંભીર દિલ્હીથી લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે.વધુમાં તેઓ ક્રિકેટ કોમેન્ટ્રી કરે છે, અલગ અલગ વ્યવસાયમાં પોતાના પૈસાનું રોકાણ કરે છે અને મુખ્ય તેઓ IPL એક ખેલાડી અને એક કોચ તરીકે પોતાની ફરજ બજાવી ચૂક્યા છે.ગૌતમ ગંભીર 2019 થી 2024 સુધી લોકસભાના સભ્ય રહ્યા છે. પૂર્વ સાંસદ હોવાના કારણે ગૌતમ ગંભીરને ભારત સરકાર તરફથી વાર્ષિક 3-3.50 લાખ રૂપિયાનું પેન્શન મળે છે. આ સિવાય તેમને પૂર્વ સાંસદ તરીકે અલગ-અલગ ભથ્થા પણ મળે છે. જેમાં મુસાફરી, ટેલિફોન જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે.ગૌતમ ગંભીર ક્રિકેટ મેચમાં કોમેન્ટરી માટે પણ ભારે કિંમત વસૂલ કરે છે. તેઓ ફક્ત એક મેચ માટે જ 1.50 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ગૌતમ ગંભીર 2018 સુધી IPL રમ્યો હતો જેમાં તેણે અલગ-અલગ ટીમો સાથે રમીને કરોડો રૂપિયાની કમાણી કરી હતી. IPL-2024માં ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સ પાસેથી મેન્ટર તરીકે કરોડો રૂપિયાની ફી લીધી હતી.આમ GAUTAM GAMBHIR દર વર્ષે અલગ અલગ રીતે 7-8 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

બિઝનેસ ફેમિલીમાંથી આવે છે ગંભીર

ગૌતમ ગંભીર દિલ્હીના રાજેન્દ્ર નગરમાં રહે છે.આ ઘરની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમનો એક નોઇડામાં પ્લોટ પણ છે અને વધુમાં પોતાના ગામમાં પણ તેમનું 1 કરોડની કિંમતનું વૈભવી મકાન છે. ગૌતમ ગંભીરના પિતા દીપકનો કાપડનો બિઝનેસ છે. ગંભીરની પત્ની નતાશા જૈન પણ બિઝનેસ ફેમિલીમાંથી આવે છે.

આ પણ વાંચો : Copa America: આર્જેન્ટિનાની ફાઇનલમાં થઈ એન્ટ્રી, કેનેડાને 2-0થી હરાવ્યું

Whatsapp share
facebook twitter