+

અમદાવાદમાં ફાઈનલ મેચ : સ્ટેડિયમમાં 4 હજાર જેટલા પોલીસકર્મીઓ રહેશે બંદોબસ્તમાં ખડેપગે

રવિવારનો દિવસ ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ખાસ રહેવાનો છે. અમદાવાદમાં વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ રમાવાની છે જે માટે બંને ટીમો શહેરમાં આવી ગઇ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં…

રવિવારનો દિવસ ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ખાસ રહેવાનો છે. અમદાવાદમાં વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ રમાવાની છે જે માટે બંને ટીમો શહેરમાં આવી ગઇ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાવાની છે જેને લઇને પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સ્ટેડિયમમાં દરેક જગ્યાએ પોલીસ તૈનાત રહેશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે જેને લઇને તૈયારીઓ થઇ રહી છે. તો બીજી તરફ આ હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ માટે શહેરમાં અમદાવાદ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગભગ 1 લાખ 32 હજાર લોકો એકસાથે બેસીને મેચ જોઈ શકશે. મેચ દરમિયાન આ સ્ટેડિયમ ભરચક રહેશે. મળતી માહિતી અનુસાર, આ માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમમાં દરેક જગ્યાએ પોલીસ તૈનાત રહેશે. સ્ટેડિયમમાં જતા દર્શકોની પણ ચકાસણી કરવામાં આવશે. સ્ટેડિયમમાં 4 હજાર જેટલા પોલીસકર્મીઓનો બંદોબસ્ત ખડેપગે રહેશે. વળી આ સાથે શહેરના ઘણા રસ્તાઓ પર પોલીસના 5 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. વળી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સ્ટેડિયમમાં 1 IG, 20 ACP, 145 PSI અને 13 DCP સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન શહેરમાં 4 IGP, 27 ACP, 230 PSI તૈનાત રહેશે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં 1 IGP, 11 ACP, 36 PSI સુરક્ષામાં તૈનાત રહેશે. શહેરના રસ્તાઓ પર કુલ 5 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા જવાના છો તો આ વાતનું રાખજો ધ્યાન

ICC ની સૌથી મોટી ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ અમદાવાદમાં યોજાવાની છે ત્યારે મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો, VIP, VVIP પર્સન મેચને નિહાળવા માટે આવશે. ત્યારે સૌ કોઇ સ્ટેડિયમ સુધી પહોંચવા માટે ઉતાવળ કરશે. આ દરમિયાન રસ્તાઓ પર વાહનોની અવરજવર પણ વધી જશે. સુત્રોની માનીએ તો આ મેચ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસ દ્વારા કેટલાક રસ્તાઓ પર વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવેલ છે. મળતી માહિતી અનુસાર, જનપથથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય દ્વારથી કૃપા રેસિડેન્સી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો બંને બાજુએ બંધ રહેશે. જેનો ડાયવર્ઝન માર્ગ તરીકે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. અન્ય માર્ગ કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

ICC નોકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયાનું ભારત વિરુદ્ધ ખરાબ પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે, જ્યારે ભારતીય ટીમે 8 ઓક્ટોબરે ODI વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ મેચ રમી ત્યારે કોઈએ સપનામાં પણ એવું નહોતું વિચાર્યું કે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ પણ આ બંને ટીમો વચ્ચે રમાશે. હવે આવતી કાલે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે થશે, જેણે 5 વખત આ ટ્રોફી જીતી છે. ICC નોકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ અત્યાર સુધી ઘણો સારો રહ્યો છે અને તેથી જ ભારતીય ટીમ માટે તેને હરાવવા સરળ નહી રહે. જો કે, ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ICC નોકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયાને ચાર વખત હરાવ્યું છે. 2007 T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ભારતીય ટીમનો સામનો મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ સામે થયો હતો. આ મેચમાં યુવરાજ સિંહે શાનદાર ઇનિંગ રમી હતી, જેના કારણે ભારતીય ટીમે મેચ જીતી લીધી હતી અને ફાઇનલમાં પણ જગ્યા બનાવી લીધી હતી. છેલ્લી વખત ભારતે ICC નોકઆઉટમાં ઓસ્ટ્રેલિયાને 2011 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં અમદાવાદના આ જ મેદાન પર 5 વિકેટે હરાવ્યું હતું. ત્યારે હવે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય ટીમના બે મુખ્ય ખેલાડીઓ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શન પર તમામની નજર રહી છે. અત્યાર સુધી બંને ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં કોહલીએ 700થી વધુ રન બનાવ્યા છે જ્યારે રોહિતે પણ 500થી વધુ રન બનાવ્યા છે.

આ પણ વાંચો – IND vs AUS : ફાઈનલ પહેલા ખુલાસો, આટલા રન બનાવીને ટીમ ઈન્ડિયા બની જશે ચેમ્પિયન !

આ પણ વાંચો – WC 2023 : બ્રોડકાસ્ટર્સ પર રૂપિયાનો વરસાદ, ડિઝની-હોટસ્ટારનો 2500 કરોડનો નફો, ICCની કમાણી કરોડોમાં…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Whatsapp share
facebook twitter