+

બાબરની બાદશાહતનો આવ્યો અંત, ROHIT SHARMA હવે T20 CRICKET ના નવા શહેનશાહ

ગઇકાલે વિશ્વકપના સુપર – 8 મુકાબલામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો રમાયો હતો. આ મુકાબલામાં ભારતની ટીમને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મળી હતી. આ સાથે ભારતની ટીમે T20 વર્લ્ડ કપ…

ગઇકાલે વિશ્વકપના સુપર – 8 મુકાબલામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો રમાયો હતો. આ મુકાબલામાં ભારતની ટીમને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મળી હતી. આ સાથે ભારતની ટીમે T20 વર્લ્ડ કપ 2024 ની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. ભારતીય ટીમ પાંચમી વખત સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ છે. આ મેચના મુખ્ય નાયક ટીમના કપ્તાન ROHIT SHARMA રહ્યા હતા.ROHIT SHARMA એ આ મેચમાં 41 બોલમાં 92 રન બનાવ્યા હતા.

બાબરની બાદશાહતનો અંત

ઓસ્ટ્રેલિયા સામે રમેલી આ શાનદાર ઇનિંગ સાથે રોહિત શર્માએ T20 ક્રિકેટમાં નવો કીર્તિમાં સ્થાપિત કર્યો છે. ROHIT SHARMA T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે બાબર આઝમને પાછળ છોડી દીધા છે. રોહિતે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4165 રન બનાવ્યા છે, જ્યારે બાબરે 4145 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં બાબર આઝમ જ આ યાદીમાં આગળ હતો. હવે રોહિત શર્મા પ્રથમ ક્રમાંકે પહોંચ્યો છે. આ યાદીમાં વિરાટ કોહલી 4103 T20I રન સાથે ત્રીજા સ્થાને છે.

T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદી

રોહિત શર્મા- 4165 રન
બાબર આઝમ- 4145 રન
વિરાટ કોહલી- 4103 રન
પોલ સ્ટર્લિંગ- 3601 રન
માર્ટિન ગુપ્ટિલ- 3531 રન

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા 2007થી T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યો છે. તેણે વર્ષ 2007માં જ ભારતીય ટીમ માટે T20Iમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે ટીમ ઈન્ડિયા માટે 157 T20I મેચ રમી છે. હવે ભારત આ વિશ્વકપમાં સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે ત્યારે રોહિત શર્માની નજર હવે વિશ્વકપ જીતવા ઉપર રહેશે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયા સહિત 3 ટીમો સેમિફાઇનલમાં, ચોથી ટીમ કઇ હશે?

Whatsapp share
facebook twitter